સાપ્તાહિક રાશિફળ- 30 એપ્રિલથી 6 મે સુધીનું વાંચો ક્લિક કરીને – કઈ રાશિના ભાગ્ય ચમકશે?

0

સાપ્તાહિક રાશિફળ

30 એપ્રિલ થી 6 .

મેષ રાશિ

આ અઠવાડિયે તમે એક રાજા જેવું વર્તન કરશો. સુખ સુવિધાઓ પર તમે ધન ખર્ચ કરશો. પિતાજીની તબિયત સંબંધી પરેશાની નો સામનો કરવો પડશે. પરંતુ પારિવારિક જીવન માં શાંતિ બની રહેશે. અહંકાર કરવાથી બચો. લોકો સાથે મધુર વ્યવહાર બનાવવાનો પ્રયાસ કરવો. જેનુ તમને શુભ ફળ પ્રાપ્ત થશે. સંતાનની પ્રગતિથી તમે ખુશ થશો. વિદ્યાર્થીવર્ગ માટે સમય ખૂબ જ સારો છે કોઈ મોટી સફળતા પ્રાપ્ત થશે. નોકરી વર્ગને ટ્રાન્સફર થવાના યોગ છે.

વૃષભ રાશી:

આતો વૃષભ રાશિવાળા લોકોને મનમાં પ્રશંસા નો ભાવ રહેશે. દરેક કાર્ય પ્રસન્નચિત્ત રીતે કરશો. પરંતુ ખાવા-પીવાનું ધ્યાન રાખવું તેમજ વાહન ચલાવવામાં સાવધાની રાખવી. પ્રતિયોગી પરીક્ષામાં તમને સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવની પરિસ્થિતિ બનશે. વિદ્યાર્થીવર્ગ મહેનત કરશે. તેમાં સંતાન વર્ક તેમના કાર્યમાં આગળ વધશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. તેમજ વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે.

મિથુન રાશિ

આ અડવાડિયુ તમે કંઈક નવું સીખસો અથવા કંઈક નવું કરવાની કોશિશ કરશો. સંતાનને પ્રત્યે પ્રેમ વધશે વિદ્યાર્થીવર્ગને ભણવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. તમે આગળ વધશો અને મનની અભિલાષા પૂર્ણ થશે. લાંબા સમયથી અટકી ગયેલી ઈચ્છા પુર્ણ થશે. કાર્યક્ષેત્રમાં નોકરીના યોગ સારા છે. પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કોઇપણ વાત મનમાં ન રાખવી. અને તેના વિચારવાનું ન કરવા. ખર્ચામાં વૃદ્ધિ થશે પરંતુ આવક મળતી રહેશે.

કર્ક રાશી:

જો તમારા માતા-પિતા બીમાર છે તો તેમને તબિયત સારી રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. સરકારે ક્ષેત્રમાં લાભ થવાના યોગ છે. તેમજ promotion મળવાના યોગ છે. આ અઠવાડિયે જો તમે ઘર બનાવવા ઇચ્છતાં હોવ તો તે કરી શકો છો. આવકમાં વધારો થવાના યોગ છે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતાના યોગ છે. તમે અને તમારા સંતાનના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું. વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો છે.

સિંહ રાશી

આ સપ્તાહ તમે તમારા ભાઇ-બહેનના સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં સુધારો થશે. તેમજ તમારી વાતો નું મહત્વ લોકો આપશે. પારિવારિક જીવન સુખમય છે. સંતાનને શારીરિક કષ્ટ થવાના યોગ છે. પિતા સાથે તણાવપૂર્ણ વાતાવરણ બનવાનો યોગ છે. તમારો માન સન્માન વધશે તેમજ તમારી અંદર ધાર્મિક પ્રવૃત્તિ વધશે. યાત્રાના યોગ બનશે. આ સપ્તાહ ધનલાભ માટે સારા યોગ છે.

કન્યા રાશિ:

આ સપ્તાહ ઘર પરિવારમાં સ્નેહ વધશે તેમજ ઘરમાં નવા મહેમાનનું આગમન થશે. ઘરમાં તમે કોઈ શુભ કાર્યક્રમ આજે કરી શકશો. પરંતુ તમારા પારિવારિક જીવનમા તણાવપૂર્ણ સ્થિતિ બની રહી છે. માતાનું સ્વાસ્થ્ય થોડું કામજોર રહી શકશે. કાર્યક્ષેત્ર માટે સમય સારો છે. પરંતુ તમારા વિચારોને વાણી પર નિયંત્રણ રાખવું. તમારા વિશિષ્ટ અધિકારો તમારાથી નારાજ થઈ શકશે. વિદ્યાર્થીવર્ગને મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે.

તુલા રાસી

આ સપ્તાહ તમારા નિર્ણયને પ્રશંસા થશે તેમજ આજ નિર્ણય તમને તમારા જીવનમાં આગળ લઈ જશે. પરંતુ ધ્યાન રાખો નોકરી અને વ્યવસાયમાં સફળતા માટે સોટકટ ન વાપરવો. સરકારી ક્ષેત્રમાં લાભના યોગ છે. વધારે પડતા વિચારોથી દૂર રહે હો. તમારા સાહસમાં વૃદ્ધિ થશે તેમજ ભાઈ-બહેનના શારીરિક કષ્ટો સામનો કરવો પડશે. વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો છે તેમ જ સંતાન તેમના જીવનમાં ઉન્નતિના પથ પર આગળ વધશે પારિવારિક જીવન મા થોડુક તણાવ રહી શકશે.

વૃશ્ચિક રાશી

આ સપ્તાહ તમે વિદેશ યાત્રા જવાના યોગ બની રહ્યા છે. તમે તમારા પરિવાર પ્રત્યે સમર્પિત કરે છે તેમ જ કુટુંબમાં કોઈ પ્રકારનો વિવાદની સંભાવના છે. ખાસ પ્રકાર પ્રોપર્ટી ને લઈને. એટલા માટે સમજી વિચારીને કાર્ય કરવું. પારિવારિક જીવન શાંતિપૂર્ણ રહેશે. property સંબંધિત કાર્યોમાં લાભ થશે તેમજ તમારા સાહસમાં વૃદ્ધિ વધશે અને યાત્રાના યોગ બની રહ્યા છે. સંતાન વર્ગને વિદેશ જવાના યોગ બની રહ્યા છે.તેમજ વિદ્યાર્થીવર્ગ માટે આ સપ્તાહ ઉત્તમ છે.તમે વિરોધીઓ પર હાવી રહેશો કાર્યક્ષેત્રમાં તરકકી મળશે.

ધનુ રાશિ

આ સપ્તાહ પોતાના ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ સારુ છે. કારણકે તમે વ્યાકુળ અને ક્રોધિત થઈ શકસો. ગ્રહોનો આ યોગનો પ્રભાવ તમારા પરિવાર પર પણ પડી શકે છે. તેથી ફ્રીરેડીકલ અને કંઈપણ કામ કરો એ સોચ વિચારીને કરો અને બોલો. બીજીબાજુ ધનલાભના યોગ બની રહ્યા છે. સહકારી કામથી લાભ થશે તેમજ જો તમે સરકારી નોકરીની તલાશમાં છો તે તો ઈચ્છા પુર્ણ થશે.પારિવારિક જીવન સારું રહેશે. વિદ્યાર્થીવર્ગ માટે સમય સારો છે અને તેમાં તેની તરકકી થશે.નોકરી અને વ્યવસાય માટે નવા યોગ બની રહ્યા છે.

મકર રાશિ

આ સપ્તાહ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ. આ સપ્તાહે તમારી ખાવામાં અને પીવામાં ધ્યાન રાખો તેમજ નિયમિત દિનચર્યાનું પાલન કરવું. કારણકે નાની લાપરવાહી પણ તમારા સ્વાસ્થ્યને સમસ્યા પેદા કરી શકે છે. ખર્ચો ઉપર ધ્યાન રાખવું અને તેની અસર તમારી આર્થિક સ્થિતિ પર જોવા મળશે.પારિવારિક જીવન સામાન્ય રહેશે. માતાજીની સંશોધનો ચિંતાકારક બની શકે છે વિદ્યાર્થીઓ વર્ગને નવી ઉપલબ્ધિ પ્રાપ્ત થશે. સંતાન માટે આનંદમય જીવન પસાર થશે. જો તમે કાર્યક્ષેત્ર બદલવા માગતા હોય તો તેમાં સફળ થશો.

કુંભ રાશી.

આ સપ્તાહ તમને અનેક માધ્યમમાંથી લાભ થશે. અમે સંઘર્ષ બાદ તમને સફળતા પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રદર્શન સારું જોવા મળશે. પરંતુ વશિષ્ઠ અધિકારીઓથી મતભેદ થવાના યોગ છે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ વ્યતીત થશે. સંતાન ભાવુક અને બેચેની મહેસૂસ કરશે. સરકારી કાર્યોમાં લાભ થશે તેમ જ ભાવ અને સાહસમાં વૃદ્ધિ થશે કોઈ નવી ગાડી અને મકાન લેવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તેમાં તેમને સફળતા પ્રાપ્ત થશે.

મીન રાશિ

આ સપ્તાહ કાર્યક્ષેત્રમાં કોઈપણ પ્રકારના લડાઈ અને ઝઘડા થી દૂર રહેવું. કારણકે તેની અસર તમારા જોબ પર જોવા મળશે. કોઈ વિશિષ્ટ અધિકારી તમારા ઉપર નજર રાખી રહ્યા છે. કોઈપણ કાગળ જાણકારી વગર સહી ન કરવી. તેમજ કોર્ટ-કચેરી મામલાથી દૂર રહેવું. આ સપ્તાહ ધનલાભ થવાના યોગ છે તેમજ અદાલતનો ફેંસલો તમારા પગ તરફ આવી શકે છે ભાઇ-બહેનનું જીવન આનંદપૂર્ણ વ્યતીત થશે.કાર્યક્ષેત્રમાં પરિવર્તન થવાના યોગ છે. તમને નવી નોકરીના યોગ છે તેમ જ ટ્રાન્સફર થવાના પણ યોગ છે વિદ્યાર્થીઓ વર્ગ માટે આ સમય પરિશ્રમનો રહેશે.

લેખન સંકલન : નિશા શાહ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.