સાપ્તાહિક રાશિફળ – 26 માર્ચથી 1 એપ્રિલ સુધીનું રાશિફળ – આ રાશિના ભાગ્ય ચમકશે

0

1. મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમ્યાન ધીરજ રાખવાની જરૂર છે. માતા ની તબિયત કથળી શકે છે, તેમના ઉપર ધ્યાન આપવું. તમારું બિઝી શિડ્યૂલ અને કામનો દબાવ તમારી ઉપર સ્ટ્રેસ લાવી શકે છે. તમારી માટે જોબ બદલવા નો સંકેત આ અઠવાડિયામાં મળે છે. વિદેશી લોકો સાથેના કોન્ટેક વધશે તથા આ અઠવાડિયામાં વિદેશ યોગ ની સ્થિતિ બની રહી છે.
ખર્ચ વધી શકે છે ખર્ચા ઉપર કાબૂ રાખવો. તમારા બાળકો વિદેશ જઈ શકે છે. આગળ અભ્યાસ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે.

2. વૃષભ રાશિ

તમારો ઉત્સાહ અને સાહસમાં વધારો થશે. ટૂંકી યાત્રા માટેની પણ શક્યતાઓ છે. તમારા ભાઈ-બહેનો મુશ્કેલ પરિસ્થિતિમાં મૂકાવાની શક્યતા છે. આ અઠવાડિયામાં તમે લાગણીશૂન્ય બનો તથા તમારી લાગણી તૂટે તેવી પ્રબળ સંભાવના છે. તમારી આવકમાં વધારો થશે ,પણ ખર્ચ સામાન્ય થશે. તમારા સાસરી પક્ષમાં ખોટું લાગવાની પરિસ્થિતિ ઉભી થઇ શકે છે. પિતાજી નું સ્વાસ્થ્ય સારું રહેશે. કાર્યક્ષેત્રમાં સફળતા માટે વધારે પ્રયત્ન કરવા પડશે.સંતાન પક્ષ ખૂબ આનંદમાં રહેશે. વિદ્યાર્થીઓને પોતાની મહેનતનું ફળ મળશે.

3. મિથુન રાશિ

આ રાશિના જાતકોને પોતાના પરિવાર સાથે મનમુટાવ થઇ શકે છે. નોકરી અને ધંધામાં તમારી પ્રગતિ થશે. છતાં પણ નાની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડશે. પરિવાર માટે આ સમય આશીર્વાદરૂપ રહેશે. તમારા બાળકો તમારા કહ્યામાં રહેશે. તમે ટૂંકી મુસાફરી માટેનું આયોજન કરી શકો છો. તમારા ભાઈ બહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક નીવડશે.

4. કર્ક રાશિ

આ રાશિના જાતકો આ અઠવાડિયા દરમિયાન, માનસિક રીતે અસંતુલિત રહેશે. એટલા માટે તેમને લાગશે કે તેવો નિર્ણય લેવા માટે યોગ્ય પરિસ્થિતિમાં નથી. પરિવાર ખૂબ જ આનંદમાં રહેશે. વિદેશ મુસાફરીનો યોગ બની રહ્યા છે. પિતાજીનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે.
તમારા ધર્મના આચરણને લોકો પસંદ કરશે.આ દરમિયાન તીર્થ સ્થળોની મુલાકાત લેવાના યોગ બની રહ્યા છે.આ સમયમાં તમે ઘર બનાવવા માટે વિચારી શકો છો અથવા તો નવું કોઈ વાહન ખરીદી શકો છો. કમ્પ્યુટર સાયન્સ સંબંધિત વિષયો માં સફળતા માટેના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં મન લગાવીને કામ કરવું ખૂબ જ જરૂરી છે.

5. સિંહ રાશિ

આ રાશિના જાતકો ઠંડી અને કફથી મુશ્કેલીમાં મુકાઈ શકે છે .કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડશે .પારિવારિક જીવનમાં શાંતિ રહેશે .પણ સંતાન અને શારીરિક કષ્ટ થઇ શકે છે .વિદ્યાર્થી માટે આ સમય એકાગ્રતા ઓછી રહેશે એટલા માટે મહેનત કરવાની જરૂર છે.નોકરી-વ્યવસાયમાં પરિવર્તનનો યોગ બની શકે છે. તમારા જૂના રહસ્યો ખોલી શકે છે આ અઠવાડિયા દરમ્યાન ખર્ચ વધારે થશે એટલા માટે બિનજરૂરી ખર્ચાઓ ઓછા કરવા.

6. કન્યા રાશિ

આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય નોર્મલ રહેશે તથા ભાઈ બહેનો મુશ્કેલીમાં મુકાવા ની પૂરી શક્યતાઓ છે. તમારી આવક વધવાના પુરા યોગ બની રહ્યા છે. તમારા અને તમારા મિત્રો વચ્ચે ભેદભાવની પરિસ્થિતિ આવી શકે છે. પારિવારિક જીવન આનંદપૂર્ણ રહેશે. તમારી માતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે. કોઈ મહેમાન આવવાથી તમારી ખુશીમાં વધારો થશે. નોકરી-ધંધામાં ચઢાવ-ઉતાર રેશે વિદ્યાર્થીઓ માટે આ સમયમાં મહેનત કરવી ખૂબ જ અનિવાર્ય છે.

7. તુલા રાશિ

કાર્યક્ષેત્રમાં આ અઠવાડિયા દરમિયાન કોઇ મુશ્કેલી ઉભી થઇ શકે છે, એટલા માટે ધ્યાનથી કાર્ય કરવું .સફળતા મેળવવા માટે કોઈ જ ટૂંકો રસ્તો અપનાવવો જોઇએ નહી. પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. એટલા માટે સારું રહેશે કે તમે પરિવારજનોને સમય આપો. તમારા ઉત્સાહમાં વધારો થશે તમને કાન સંબંધિત મુશ્કેલી થઈ શકે છે.નાના ભાઈ-બહેનો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ શકે છે .પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળવાના યોગ છે તેમની માટે સમય શ્રેષ્ઠ છે કેમકે તેમની મહેનત રંગ લાવશે . તમારા સંતાનો માટે પણ આ સમય શ્રેષ્ઠ રહેવાનો છે .તમારે સાચા નિર્ણયથી આગળ વધવાનું છે , આ અઠવાડીયામાં ધનલાભ થશે પણ ખર્ચા ઉપર કાબૂ રાખવો જરૂરી છે.

8. વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો ધાર્મિક સ્થળ ની મુલાકાત લઈ શકે છે તથા તેમના પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તેમના પિતાજી સાથેના સંબંધ પણ વણસી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં તમે કંઈક બદલાવ કરી શકો છો. પારિવારિક જીવન નોર્મલ રહેશે. પ્રોપર્ટી સ્થિત અમને લાભ થવાના સંકેત છે. ધાર્મિક કાર્ય પાછળ તમે ધન ખર્ચ કરી શકો છો. તમારા તમારી મહેનત જેમ જેમ વધશે તેવી રીતે આવકના સ્ત્રોત પણ વધશે. તમારા બાળકો વિદેશ પ્રવાસે જઈ શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે.

9. ધનુરાશિ
આ રાશિના જાતકોને આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્યનો પ્રોબ્લેમ તથા અણગમાનો સામનો કરવો પડશે. એટલા માટે એ સ્ટ્રેસ ન લેવું ચિંતા ન કરવી. પરિવાર માટે તમારા પ્રેમ અને લાગણી માં વૃદ્ધિ થશે. તમારી આવકમાં વધારો થશે. તમારી ખાવાની બાબત ઉપર ધ્યાન રાખવાની ખૂબ જરૂર છે તથા ડ્રાઈવ કરતી વખતે સંભાળવું. તમારા બાળકો તમારું કાર્ય કરશે અને તમને સહારો પણ આપશે. તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. વિદ્યાર્થીઓએ મહેનતમાં વધારો કરવો પડશે.

10. મકર રાશિ
આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આંખો તથા પગના રોગોનો પ્રૉબ્લેમ થઈ શકે છે. વિદેશ યોગ બની રહ્યા છે. તમારું જ્ઞાન અને અનુભવનો તમારા કાર્યક્ષેત્રમાં વખાણ થશે. પરિવારમાં આનંદપૂર્ણ વાતાવરણ રહેશે. ઘરમાં ભાઈ-બહેનોનો મદદ મળશે તેવી જ રીતે નોકરી-ધંધામાં સહકર્મચારીઓની મદદ મળશે. તમારા બાળકો ખુશ રહેશે. તમારા ખર્ચાની સામે તમારી આવકમાં વધારો થશે. વિદ્યાર્થી આ સમયમાં ખૂબ જ સારા માર્ક્સ લાવી શકશે.

11. કુંભ રાશિ
આ રાશિના જાતકોમાં અચાનક જ ગ્રહોમાં પરિવર્તનના યોગ બને છે. મહેમાનની અવરજવર રહી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમે રસ લેશો. ધાર્મિક યાત્રા ઉપર જવાના યોગ બની રહ્યા છે. તમારું સ્ટ્રેસ, ચિંતામાં વધારો કરી શકે છે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે આ સમય દરમિયાન તમે પ્રોપર્ટી ખરીદી શકો છો. તમારી બોલવાની રીતથી લોકો મોહિત થઈ જશે. તમારે સંબંધમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે મહેનત પ્રમાણેનું ફળ મળશે. મહેનત રંગ લાવશે.

12. મીન રાશિ
આ રાશિના જાતકોને પોતાની માતા તરફથી મદદ મળશે. તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. નોકરી માટેના મનમુટાવ ટાળવા. નહીં તો તમને નુકસાન થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં તમે ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેશો. કલા પ્રત્યે પણ તમારો રસ વધશે. નોકરી-ધંધામાં ચઢાવ-ઉતાર આવી શકે છે. તમારા સહકર્મચારીઓ સાથે સારી રીતે વર્તો. તમારા બાળકોને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થઈ શકે છે એટલા માટે તેમનો ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓને મહેનત કરવાની ખૂબ જરૂર છે.

લેખન સંકલન: કોમલ પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!