સાપ્તાહિક રાશિફળ ( 19 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી) – જાણો કોના માટે આવતા 7 દિવસો સારા રહેશે અને કોના માટે ખરાબ? કોના યોગ સારા છે વાંચો …

0

સાપ્તાહિક રાશિફળ.( 19 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી)

મેષ રાશિ
આ અઠવાડિયું મેષ રાશિવાળા જાતકો માટે આર્થિક રીતે સમૃદ્ધિવાળું છે આ સમયમાં ધનલાભ થવાની સંભાવના છે. તેમજ આગળ વધવાના ચાન્સ પણ મળી રહ્યા છે . કોઈ મહિલાને મદદ તમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ વ્યવહારિક જીવનમાં અશાંતિ થઈ શકે છે. અઠવાડિયું સ્વાસ્થ્ય માટે વિશેષ ધ્યાન રાખવાનો રહેશે. તેમજ ઘરે ભોજન ખાવાથી બચવું. આઠમને તમારા મહેનતનું ફળ મળશે. તેનાથી તમારી ઇચ્છા પુરી થશે. કે તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છો. માતા પિતાની તબિયત બગડવાના ચાન્સીસ છે. જેથી તેમનું ધ્યાન રાખવું. સંતાન પક્ષ તરફથી સુખ અને સમૃદ્ધિ મળશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે મહેનતનો રંગે આવશે ..

વૃષભ રાશિ
આ અઠવાડિયું કાર્યસ્થળ પર કામ કરવાનું દબાણ વધારે દેખાશે. એટલા માટે ચિંતા કરવી નહીં અને પોતાના કામ પોતાની ગતિ પ્રમાણે કરવા શરૂઆતમાં સંઘર્ષ પછી અંતમાં તમને લાભ થશે. ધનલાભના પણ ચાન્સ છે. ઓફિસમાં વધારાની વાતોથી બચવું. સરકારે નોકરીવાળા જાતકો માટે લાભના યોગ છે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. ધાર્મિક કાર્યો પર ધન ખર્ચ થશે. સૌથી સારી વાત એ છે કે આ અઠવાડીયું તમને ભાગ્યનો સાથ મળશે. સંતાન પક્ષ તરફથી સહયોગ મળશે. વિદ્યાર્થીવર્ગ સારો પ્રદર્શન કરશે.

મિથુન રાશિ
કાર્યસ્થળમાં પરિવર્તન થવાના યોગ છે આ અઠવાડિયે. જો આપણે નોકરીની શોધમાં છો તો તે શોધ પુરી થશે. તેમજ તમને તમારી મહેનતના ફળ અવશ્ય મળશે. અઠવાડિયાના અંતના દિવસોમાં તમને ખર્ચા થવા ના ચાન્સ છે. એટલા માટે વધારાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. પારિવારિક જીવન સામાન્ય રહેશે. માતા-પિતાને તબિયત સારી રહેશે. સંતાન પક્ષ માટે આ સમય બહુ સારો છે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસ કરેલા વિદ્યાર્થીઓ માટે સફળતા થશે. અઠવાડિયે યાત્રા માટે સારા યોગ છે

કકૅ રાશિ
આ અઠવાડિયું કર્ક રાશિવાળા જાતકો માટે. નવું ઘર લેવાના ચાન્સ છે. તેમજ પ્રોપર્ટી સંબંધી કાર્યોમાં લાભ થશે. પારિવારિક જીવન શાંતિથી પસાર થશે. પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવશે. કોઈપણ કામ કરો તે સંયમથી કામ કરો. નવી જોબ માટેની કોશિશ સફળ થશે. આ અઠવાડિયે ધનહાનિના યોગ છે. જેથી સમજદારીથી કામ કરવું. સંતાન પક્ષ તરક્કી કરશે. તેમજ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરવી પડશે. તેમજ મેનેજમેન ક્ષેત્ર વાળાને લાભ થશે.

સિંહ રાશી
આ રાશિવાળા જાતકોને આ અઠવાડિયું ભાગ્યનો સાથ મળશે તેમજ ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ થશે. તેમજ નવી પ્રોપર્ટી અને વાહન ખરીદદારી ના યોગ છે. તેમજ પારિવારિક જીવન અશાંત થઈ શકે છે. તેમજ નાપસંદ યાત્રાઓ પણ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં પણ જોડાઈ શકો છો. પારિવારિક જીવન સામાન્ય રહેશે. વિદ્યાર્થીવર્ગને ભણવામાં રૂકાવટ અને અડચણો સામનો કરવો પડશે તેમ જ સંતાન પક્ષ તરફથી આ સમય સારો છે. તેમજ કાર્યક્ષેત્રમાં તરકકી થશે અને ધનલાભના પણ યોગ છે મહિલાઓ ને સન્માન મળશે.

કન્યા રાશિ
આ અઠવાડિયે કન્યા રાશિના જાતકો માટે વ્યવસાયિક ક્ષેત્રે લાભ થશે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં ધન લાભના યોગ છે. પરંતુ વચ્ચેના દિવસોમાં ધનહાનિ થવાના પણ ચાન્સ છે. તે થોડી સાવધાની રાખવી હિતાવહ છે. તમે ધાર્મિક કાર્યોમાં જોડાઈ શકો છો અને યાત્રાઓના પણ યોગ છે. પારિવારિક જીવનમાં થોડી પરેશાની થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં મહેનત નું ફળ મળવાનું છે. અઠવાડિયું સ્થાન પરિવર્તન ના પણ યોગ દેખાય છે. પરિવારમાં કોઇ બાળકનો જન્મ અથવા લગ્નનો પ્રસ્તાવ પણ મળી શકે છે. માતાની તબિયત બગડવાના ચાન્સ છે. property મળવાના યોગ પ્રબળ છે. કોર્ટ-કચેરી આ પ્રકરણમાં તમારી જીત નિશ્ચિત છે. વિવાહિત જાતકોને જીવનસાથીનો સહયોગ મળી શકશે

તુલા રાશિ.
તુલા રાશિના જાતકો આ અઠવાડિયે વાદ-વિવાદથી બચે. તેમજ તમારા નિર્ણય લેવાની શક્તિ પણ વધારો થશે. is તમારી કુશળતા અને સૂઝબૂઝથી તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. તેમજ ધન પ્રાપ્તિ અને ધન લાભ થશે. કાર્યક્ષેત્રમાં શોટકટ નો સહારો ના લેતા. માંસ મદિરાનો ત્યાગ કરશો. અને આડસને છોડી દો. સંતાન પક્ષ માટે સમય ઉન્નતિદાયક છે. તેમજ વિદ્યાર્થીઓ વર્ગ માટે પરિશ્રમનું ફળ અવશ્ય મળશે. તેથી સંયમ સાથે કામ કરતા રહો. અઠવાડિયું સ્વાસ્થ્ય તમારો સાથ આપશે. કડવીવાણી બોલવાથી બચવું

વૃશ્ચિક રાશી
અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો માટે ખૂબજ ઊર્જાવાન રહે. તેમજ દરેક કાર્યમાં તમે ભાગ લેશો. તમારા ગુણો માં વૃદ્ધિ થશે. તમે ધાર્મિક પ્રવૃત્તિમાં લાગ્યા હશો. તેમજ ભાઈ-બહેનનો સહકાર પણ તમને મળશે.ભાઈ બહેન ના સ્વાસ્થ્યનુ થોડુક ધ્યાન રાખવાનુ રહેશે. પરિવારમાં મહેમાનોનુ આવવા-જવાનુ રહેશે. વધારાના ખર્ચથી બચવું. સરકારે ક્ષેત્રોમાં જોબ કરતા લોકો ને પ્રગતિ થશે. તમારા બાળકો શિક્ષણ માટે બહાર જવાના યોગ છે. ત્યારથી વર્ગ માટે આ અઠવાડિયું મહેનતનું રહેશે.

ધન રાશી
ધન રાશિવાળા જાતકો માટે આ અઠવાડિયે ખૂબ જ સારો રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. ઘરમાં શાંતિનું વાતાવરણ પેદા થશે. તેમજ ધનલાભના પણ યોગ દેખાય છે. નોકરીમાં પરિવર્તન ના યોગ બની રહે છે. ઉજાગરાને કારણે આંખમાં દદૅ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં સહકર્મી અને ભાઈ-બહેનનો સહયોગ મળી રહે. આ અઠવાડિયું કોઈ વાત તમારા મગજમાં ચાલતી રહેશે. તેથી તમારે ધૈર્યથી કામ કરવાનુ રહેશે. તમારા બાળકો કોઈ વાત ના લીધે તમારાથી દૂર જઈ શકે છે. વિદ્યાર્થીવર્ગ માટે મન લગાવીને કાર્ય કરવાનુ રહેશે.

મકર રાશિ
અઠવાડિયું તમારામાં ખૂબ જ ઉત્સાહ દેખાશે તેમજ કાર્યક્ષેત્રમાં સન્માન, ઘન અને દરેક પ્રકારની ઇચ્છા પણ પૂર્ણ થશે. પરિવારમાં કોઈ માંગલિક કાર્ય પણ થવાના યોગ છે. તેમજ પારિવારિક જીવન પણ ખૂબ જ સુંદર રહેશે. આ બધામાં થોડો સ્વાસ્થ્ય ખરાબ થવાના યોગ છે. તેથી તેમાં ધ્યાન રાખવું. વિવાહિત જાતકો માટે સાસરી પક્ષથી લાભ મળવાના યોગ છે. સરકારી નોકરીમાં સન્માનઃ તેમજ લાભની પ્રાપ્તિ થઈ શકશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે કાર્યક્ષેત્રમાં હું વૃદ્ધિ થવાના યોગ છે. તેમજ એક વાતનું ધ્યાન રાખવું તમારા વિરોધી તમારા માટે કોઈ કાવતરું પણ રચી શકશે. સારી વાત તો એ છે કે તમને અચાનક ધનની પ્રાપ્તિ થઈ શકશે. એની સાથે તમારા ખર્ચ પણ વધશે. વધારે પડતા ઉજાગરાના કારણે આંખમાં પ્રોબ્લેમ થઈ શકશે. સંતાન તરફથી લાભ છે. તેમજ સંતાનનો સહયોગ પણ મળી રહેશે. વિદ્યાર્થીઓ વર્ગ માટે સારું પરિણામ આવશે. આવા જ ભણવામાં એકાગ્રતા રાખવાની રહેશે.

મીન રાશિ

મીન રાશી રાશિના જાતકો માટે આ અઠવાડિયું ખુશનુમા રહેશે. તમે ભૌતિક સાધનો પર ખૂબ જ ખર્ચ કરશો. લાંબી યાત્રા પણ યોગ છે. વિદેશ તેમજ વિવિધ કાર્યોમાં પણ લાભ થશે. નોકરીમાં સારો પરિણામ લાવવા માટે ખૂબ જ મહેનત કરવાની રહેશે. પારિવારિક જીવનમાં થોડો પ્રોબ્લેમ આઈ શકે છે તેથી ધૈર્યથી કામકાજ કરવું . ધન-સંપત્તિ મા લાભ થશે. તેમજ તમારા બાળકો વિવેકપૂર્વકની કામકાજ કરશે. તેમજ વિદ્યાર્થી વર્ગોએ સારું પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવાની રહેશે

લેખક – નિરાલી હર્ષિત

તમે આ લેખ ‘GujjuRocks’ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here