સંકટ ચોથ (ચતુર્થી) વ્રત,શુભ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે વાંચો – વાંચો આર્ટિકલ

0

સંકટ ચતુર્થી અથવા તો સંકટ હરાચતુર્થી જે ભગવાન ગણેશજીને સમર્પિત પર્વ છે. આ દિવસે ભક્તો તેમના જીવનની પરેશાની અને દુઃખ દૂર કરવા માટે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરે છે ગણેશજીનો આ ત્યોહાર કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે મનાવવામાં આવે છે.

કેટલીક જગ્યાએ લોકો તેને સંકટ હરાચતુર્થી ના નામે જાણે છે . પૂર્ણિમા પછી કૃષ્ણ પક્ષમાં આવે છે.આ કારણે સંકટ ચતુર્થી કહેવામાં આવે છે.

નવેમ્બર મહિનામાં આવવાવાળી સંકટ ચતુર્થી વ્રત તિથિ શુભ મુહૂર્ત અને તેનું મહત્વ:-

સંકટ ચતુર્થી તિથિ શુભ મુહૂર્ત:-

વર્ષ 2018 નવેમ્બર મહિનામાં સંકટ ચતુર્થીનું વ્રત 26 નવેમ્બર સોમવારના દિવસે આવે છે.

ચતુર્થી તિથિ 26 સોમવારે સવારે 4:06 મિનિટ શરુ થશે અને 27 મંગળવારે બપોરે 1:34 મિનિટ સમાપ્ત થશે.

પૂજા વિધિ

ચતુર્થીના દિવસે સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને નાહી ધોઈને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ. અને વ્રતનો સંકલ્પ રાખવો જોઈએ

આ દિવસે લાલ રંગનાં વસ્ત્રો પહેરવા નુ શુભ માનવામાં આવે છે.

ગણેશજીને સ્નાન કરાવ્યા પછી ફળ ફૂલ માળા પંચામૃત બધી પૂજાની સામગ્રી અર્પિત કરવી જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ.

સાંજના સમયે ભગવાન ગણેશજીની મૂર્તિને ફૂલોથી સજાવી ત્યારબાદ પૂજા અને વ્રત કથા વાંચ્યા પછી વ્રત ખોલવું જોઈએ.અને બધાને પ્રસાદ અર્પણ કરવું

ચંદ્ર ઉદય સમય 9:10 મિનિટ રાતે.

સંકટ ચતુર્થી નું મહત્વ:-

પૌરાણિક કથા અને માન્યતા અનુસાર ચતુર્થીના દિવસે ચંદ્રદર્શન નું ખૂબ જ મહત્વ છે અને તે શુભ માનવામાં આવે છે.

જે લોકો ચતુર્થીનું વ્રત કરે છે તે લોકોએ ચંદ્ર ઉદય પછી પૂજા કરી વ્રત ખોલવુ જોઈએ. માન્યતા છે કે જે વ્યક્તિ સંકટ ચતુર્થીનું વ્રત રાખે છે તેને ગણેશજીના આશીર્વાદથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ તેને વિદ્યા બુદ્ધિ સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here