સંજય દત્તના જીવનમાં આવી 309મી ગર્લફ્રેન્ડ, પત્ની માન્યતા માટે વઘી મુશ્કેલીઓ, આખરે કોણ છે તેની ભાવી પ્રેમિકા….

0

જેલથી છૂટ્યા પછી થી જ સંજય લગાતાર ચર્ચા માં છે પણ, હવે જે ખબર સામે આવી છે તેનાથી તેના સુખ-દુઃખ ની સાથી પત્ની માન્યતા દત્ત ચિંતિત છે. સંજય પોતાની સજા ગાળીને કામ પર તો પરત આવી ગયા છે પણ તેની તમામ આદતો હજી તેવી જ છે. સંજય ની ઇમેજ સુધારવા માટે બનેલી સંજુ એ રેકોર્ડબ્રેક કારોબાર કર્યો છે. પણ લાગે છે કે સંજય ને પોતાની બેડ બોય વાળી ઇમેજ વધુ જ પસંદ છે.સંજયે જે પણ કર્યું છે તેનાથી માન્યતા ખુબ જ નારાજ છે. આ બધી ઘટના બની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ ના સેટ પર. જો કે એ વાતતો બધા જાણે છે કે માન્યતા દત્ત પોતાના પતિ પર 24 કલાક નજર રાખે છે. કલંક ની શૂટિંગ દરમિયાન તે માધુરી અને સંજય ના સીન્સ ને કટ પણ કરાવી ચુકી છે. હવે વારો આ નવી ફિલ્મનો છે.
જણાવી દઈએ કે પ્રસ્થાનમ માં સંજય પોતાનાથી નાની એક્ટ્રેસ આમયરા સાથે કામ કરી રહ્યા છે. શૂટિંગના દરમિયાન સીન્સ ની રિહર્સલ પર બંને ઘણો સમય જયારે સાથે વિતાવવા લાગ્યા એ વાતની જાણ માન્યતાને થઇ. માન્યતા કોઈને કહ્યા વગર જ શૂટિંગ લોકેશન પર આવી પહોંચી. તેણે પહેલા અમાયરા અને પછી સંજયને ખુબ ખરી ખોટી સંભળાવી.
માન્યતાએ હવે સંજય ને અમાયરા સાથે અન્ય કોઈ ફિલ્મમાં કામ કરવા માટેની ના કહી છે. અને આઉટડોર શૂટિંગના દરમિયાન બંનેને રહેવાની વ્યવસ્થા પણ અલગ અલગ હોટેલોમાં કરવાની વાત પ્રોડક્શન ટીમને કહી છે.દિલનવાજ શેખ થી માન્યતા બનવાની કહાની:

સંજય દત્તની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર-3’ હતી, પણ તે સંજુ ને લીધે વધુ ચર્ચામાં રહ્યા હતા. સંજુ માં સંજય દત્ત ના જીવનના ઘણા રાઝનો ખુલાસો થયો હતો. ફિલ્મમાં એ પણ દેખાડવામાં આવ્યું છે કે પત્ની માન્યતા નું તેના જીવનમાં કેટલું મહત્વ છે.સંજયે જયારે કોઈએ તેનો સાથે આપ્યો ન હતો ત્યારે માન્યતા તેની સાથે ઉભી રહી હતી. માન્યતાએ વર્ષ 2008 માં સંજય સાથે લગ્ન કર્યા હતા. તેની પહેલા તેનું નામ દિલનવાજ શેખ હતું પણ લગ્ન પછી નામ બદલીને માન્યતા રાખી લીધું.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!