પરિવાર સાથે મુલાકાતના પહેલા આ પરીક્ષાઓથી પસાર થાશે અભિનંદન, સાંજ સુધીમાં આવીં જાશે પોતાના વતન….

0

ભારતીય વાયુસેના(આઇએએફ)ના પાઇલોટ અભિનંદન વર્થમાંનનું સ્વાગત કરવા માટે શુક્રવાર એટલે કે આજના દીસવે અટારી જોઈન્ટ ચેક પોસ્ટ(જેસીપી) પર લાખો લોકો એકઠા થઇ ગયા છે. મીડિયા રિપોર્ટના અનુસાર પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આજે સાંજ સુધીમાં અભિનંદનને આઝાદ કરીને પોતાના વતનમાં મોકલવાની સંભાવના છે. અમૃતસરથી લગભગ 30 કિલોમીટર દૂર અટારીમાં લોકોનું સવારના 6 વાગ્યાથી જ આવવાનું શરૂ થઇ ગયું છે. તેઓની સંખ્યા સવારના 9 વાગ્યે ખુબ વધી ગઈ છે. અમૃતસરના રહેનારા જીતેન્દ્ર એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે,”અમે અમારા દેશના નાયકનું સ્વાગત કરવા માટે અહીં આવ્યા છીએ. અમે તેનું ભવ્ય સ્વાગત કરશું. તેમણે હવાઈ લડાઈમાં ખુબ બહાદુરી દેખાડી છે અને પાકિસ્તાનીઓના કબ્જામાં હોવા છતાં પણ તેની બહાદુરી ઓછી નથી થઇ”.અટારીમાં સેના હાઇએલર્ટ પર:
અભિનંદનના માતા-પિતા, એયર માર્શલ એસ.વર્થમાન(સેનાનિવૃત) અને માં શોભા વર્થમાન(ડોક્ટર)ને ગુરુવારની સાંજે ચેન્નાઇથી નવી દિલ્લી માટે ઉડાણ ભરવાના દરમિયાન યાત્રીઓ દ્વારા ખુબ અભિનંદન આપવામાં આવ્યા હતા. તે પણ જલ્દી જ પોતાના દીકરાને લેવા માટે અટારીમાં પહોંચવાના જ છે. રિપોર્ટનું કહેવું છે કે પાઇલોટને પાકિસ્તાની અધિકારીઓ દ્વારા રાવલપિંડીથી લાહોર લઇ જવા આવશે અને જેસીપીમાં લાવતા પહેલા તેને જેનેવા કન્વેનશનના નિયમોના ચાલતા રેડ ક્રોસ(આઈસીઆરસી)ની આંતરરાષ્ટ્રીય સમિતિને શુક્રવાર બપોરે સોંપી દેવામાં આવશે. અહીં આઈસીઆરસી અભિનંદનનું મેડિકલ ચેકઅપ અને ઇન્ટરવ્યૂ કરશે અને દરેક પ્રકારની જાંચ કર્યા પછી તે ભારતીય અધિકારીઓને સોંપી દેશે. સીમા સુરક્ષા બળ (BSF) જેસીપી માં હાઈ એલર્ટ પર છે, તેના સિવાય પંજાબ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શુક્રવારથી અન્ય વધારે કર્મીઓને કાર્યરત કર્યા છે. અમૃતસર હવાઈ મથકથી નવી દિલ્લી લઇ જાતા પહેલા, અભિનંદન પાસેથી તેના પાછા આવ્યા પછી રક્ષા અને સુરક્ષા અધિકારીઓ દ્વારા પૂછતાછ અને મેડિકલ જાંચ કરવામાં આવશે.

બુધવારના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા:
જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા(એલઓસી)ની પાસે પાકિસ્તાની વાયુસેનાના જેટ વિમાનોને મારી પાડ્યા પછી બુધવારના રોજ 35 વર્ષીય વિંગ કમાન્ડરને પાકિસ્તાને પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા. જેના પછી પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરુવારના રોજ સંસદમાં તે શાંતિપૂર્ણ અભિનંદનને શુક્રવારના રોજ એટલે કે આજે સાંજ સુધીમાં છોડી દેશે.

Author: GujjuRocks Team(વિનંતી પંડ્યા)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here