નવા વર્ષ ના મોકા પર સાનિયા મિર્ઝા એ શેર કરી દીકરા ની તસ્વીર, જુવો તમે પણ સાથે સાથે પહેલીવાર દીકરા વિશે કહ્યું કે…

0

નવા વર્ષના આગમન પર પુરા દેશમાં સમારોહ નો માહોલ બનેલો છે. લોકો એક બીજાને શુભકામનાઓ આપતા થાકતા નથી. આ મૌકા પર લોકોની ખુશીઓ અનેક ગણી વધી જાતિ હોય છે, એવામાં આ ખુશીના માહોલમાં ભારતીય મહિલા ટેનિસ સ્ટાર ખિલાડી સાનિયા મિર્જા એ પોતાના લાડલા દીકરા ઈજહાન ની વર્ષ 2019 ની પહેલી તસ્વીર પોસ્ટ કરીને પોતાના ફેન્સની ખુશીઓને વધારી દીધી છે. સાનિયા દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીર માં પતિ શોએબ બાજુમાં સુતેલા દેખાઈ રહ્યા છે. તેના પર એક કૈપ્શનની સાથે સાનિયા એ લખ્યું કે,”આગળના વર્ષે મળેલી સૌથી સુંદર ભેંટ ઈજહાન માટે હું આભારી છું. આવનારા નવા વર્ષમાં હું એક બાળક ની જેમ ઊંઘવા નથી માગતી, બસ  @realshoaibmalik  ની જેમ ઊંઘવા માગું છું”.

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ના ક્રિકેટર શોએબ મલિક અને સાનિયા ના ઘરે 30 ઓક્ટોબર ના રોજ દીકરાનો જન્મ થયો હતો. હાલમાં જ ડિસેમ્બર ના મહિનામાં સ્ટાર ટેનિસ ખિલાડી એ દીકરા ઈજહાન ની તસ્વીર શેયર કરી છે, આ જોડી એ પોતાના લાડલા દીકરા નું નામ ‘ઈજહાન મલિક’ રાખ્યું છે. ખાસ વાત એ છે કે સાનિયા એ પોતાના દીકરા ના નામની આગળ બે-બે સરનેમ લગાડી છે. જો કે 31 વર્ષની સાનિયા એ પહેલા જ સ્પષ્ટ કરી દીધુ હતું કે તેના આવનારા બાળકના નામની પાછળ પોતાની અને તેના પતિ શોએબ ની એમ બંનેની સરનેમ લગાવામાં આવશે.

જણાવી દઈએ કે સાનિયા એ વર્ષ 2010 માં પાકિસ્તાની ખિલાડી શોએબ મલિક સાથે લગ્ન કર્યા છે, શોએબ ની સાથે લગ્ન કરવાને લીધે સાનિયા ને ઘણી એવી આલોચનાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જો કે દીકરાનો જન્મ થતા જ તેને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ મળવા લાગી હતી. એવામાં તેમણે હાલમાંજ પોતાના દીકરાની તસ્વીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here