સાનિયાએ બાળકને લઈને કર્યો મોટો ખુલાસો ….સાનિયાએ ગોવમાં કહ્યું, અમારું બાળક

0

ગોવા ફેસ્ટ 2018 માં લૈંગિક પક્ષપાત પર વાતચીતના દૌરાન ટેનીસ સ્ટાર સાનિયા મિર્જાએ કહ્યું કે તે પોતાના બાળકનાં નામની સરનેમ ‘મિર્જા મલિક’ જ રાખશે. તેણે પોતાની આ ભાવના વ્યક્ત કરી છે કે તે પોતાના પરિવારના નામને આગળ વધારવા માગે છે. સાનિયાએ પોતાના આ બયાનમાં કહ્યું કે તેના પતી પાકિસ્તાની શોએબ મલિક એક દીકરી ઈચ્છે છે. સાનિયાએ કહ્યું કે ,”હું તમને એક રાજની વાત કહેવા માગું છું. મારા પતિ અને મેં તેના પર વાત કરી છે અને અમે નક્કી કર્યું છે કે જ્યારે પણ અમારું બાળક થશે ત્યારે તેની સરનેમ મિર્જા મલિક હશે. તે પણ એક દીકરી ઈચ્છે છે”.        વુમન્સ ડબલ વર્લ્ડ નંબર 1 રહી ચુકેલી સાનિયાએ જણાવ્યું કે કેવી રીતે તેણે લૈંગિક પક્ષપાત અનુભવ કર્યો છે. સાનિયાએ જણાવ્યું કે તેના અમુક રિશ્તેદારો તેના પિતાને કહેતા હતા કે તેને છોકરો હોવો જોઈએ જેથી ખાનદાનનું નામ આગળ વધી શકે. તેના બાદ સાનિયાએ જણાવ્યું કે, ‘અમે બે બહેનો છીએ અને અમને ક્યારેય પણ એવું નથી લાગ્યું કે અમને એક ભાઈ પણ હોવો જોઈએ’. અમારા રિશ્તેદારો મારા પિતાને કહેતા કે તેને એક છોકરો પણ હોવો જોઈએ ત્યારે અમે તેની સાથે લડી પણ લેતા હતા. મેં લગ્ન બાદ પણ મારી સમનેમ ન બદલી અને હંમેશા તે ‘સાનિયા મિર્જા’ જ રહેશે.  તેણે લગ્ન બાદ પોતાની સરનેમ ન બદલવા પર પણ કહ્યું કે, ”મારી સરનેમ બદલી નથી મારું નામ આજે પણ સાનિયા મિર્જા જ છે. મારા પરિવારનું  નામ આગળ વધી રહ્યું છે’. સાનિયાએ મહિલા અને પુરુષ ખેલાડીની વચ્ચે સમાનતાને લઈને કહ્યું કે,’પુરુષ અને મહિલા ખીલાડીઓની વચ્ચે સમાનતા લાવવા માટે એક જ ઉપાય છે કે બંને મહિલા અને પુરુષ ખેલાડીઓની સેલેરીમાં પણ સમાનતા હોવી જોઈએ અને મહિલા ખેલાડીઓના પ્રતિ વિચારો બદલી નાખવા જોઈએ’. 

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.