મુંબઈ થી દુબઇ ની વચ્ચે સમુદ્ર ની અંદર ચાલશે હાઈસ્પીડ ટ્રેન, અમુક જ કલાકો માં પહોંચી જાશો UAE…

0

જલ્દી જ તમે ભારતથી દુબઇ ની સફર ફ્લાઇટ ના બદલે ટ્રેન દ્વારા કરી શકશો. હાઇપરલુપ અને ડ્રાઇવર વગર ના ફ્લાઈંગ કાર પછી સંયુક્ત અરબ અમીરાત(યુએઈ) એક અન્ય ડ્રિમ પ્રોજેક્ટ પર વિચાર કરી રહ્યા છે. તે છે દુબઇ થી મુંબઈ ની વચ્ચે પાણી ની અંદર રેલ નેટવર્ક. સાંભળવા માં તે અટપટું લાગી શકે છે પણ જો કે અસંભવ પણ નથી.
યુએઈ ના રિપોર્ટ અનુસાર યુએઈ, ફુજૈરાહ બંદરગાહ થી મુંબઈ ની વચ્ચે રેલનેટવર્ક વિકસિત કરશે. આ પૂરું નેટવર્ક લગભગ 2000 કિમિ થી પણ ઓછું હશે. જો કે આ પ્રોજેક્ટ ની આ ટેક્નિક પર વિચારો ચાલી રહ્યા છે. સૌથી પહેલા આ પ્રોજેક્ટ ની વ્યવહાર્યતા નું પરીક્ષણ કરવામાં આવશે જેમાં જોવામાં આવશે કે શું આવું કોઈ રેલ નેટવર્ક સંભવ પણ છે કે નહીં.રિપોર્ટ અનુસાર અબુ ધાબી માં યુએઈ-ઇન્ડિયા કૉનફ્લેવ ના દરમિયાન નેશનલ એડવાઈઝર બ્યુરો લિમિટેડ ના મૈનેજીંગ ડાયરેક્ટર અને ચીફ કન્સલટેન્ટ અબ્દુલ્લા અલશેહી એ આ વાતનો ખુલાસો કર્યો છે. અલશેહી કન્સલ્ટન્ટ ફર્મ નેશનલ એડવાઈઝર બ્યુરો લિમિટેડ ના ફાઉન્ડર છે. તેઓનું કહેવું છે કે આ પરિયોજના થી ભારત અને યુએઈ ના સિવાય અન્ય ઘણા દેશોના લોકોને પણ ફાયદો થઇ શકશે. રેલ લાઇન નો ઉપીયોગ યાત્રીઓ ના સિવાય તેલ અને અન્ય ઘણા પ્રકારના ખનીજો ના આયાત નિકાસ માં પણ થઇ શકે તેમ છે.

દ્વીપક્ષીય વ્યાપાર વધશે:

આ રેલનેટવર્ક થી બંને દેશો ની વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર વધશે. રિપોર્ટ માં એ પણ કહેવામાં આવ્યું છે કે રેલ નેટવર્ક ના સિવાય, બંને દેશો ની વચ્ચે અમુક વસ્તુઓની આયાત-નિકાસ માં પણ વધારો થાશે. યુએઈ પાઈપલાઈન ના દ્વારા ભારત ના તેલ ની અપૂર્તિ કરશે. મહારાષ્ટ્ર ના રત્નાગીરી માં સાઉદી અરબ, યુએઈ અને ભારત મળીને તેલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ નું નિર્માણ કરવાના છે.

ઘણા દેશો કરી રહ્યા છે અંડરવોટર રેલ નેટવર્ક નું કામ:

જો કે હાલના સમયમાં ઘણા દેશો અંડરવોટર રેલ નેટવર્ક પર કામ કરી રહ્યા છે. જેમાં ચીન, રુસ, કેનેડા અને અમેરિકા નું નામ પણ શામિલ છે, યુએઈ જ નહીં મુંબઈ ને 2022 સુધી અમદાવાદ થી પણ અંડરવોટર ટ્રેન સાથે જોડવાની યોજના છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here