સંબંધ બાંધવાથી ફેલાય છે આ human papilloma virus, શું છે આ વાઇરસ અને કેવી રીતે બચશો? જરૂરી માહિતી વાંચો

0

હ્યુમન પૈપોલોમાં વાઈરસ એટલે કે એચપીવી ઇન્ફેકશન એક રીતે ખુબ જ સામાન્ય છે અને સંભોગ કરવાથી ઓછામાં ઓછા 50 ફીસદી લોકોને પોતાના જીવનમાં આ સંક્રમણનો સામનો પણ કરવો પડતો હોય છે. ઘણા લોકો મોટાભાગે તેના કોઈ લક્ષણ નજર નથી આવતા અને એચપીવી પોતાની રીતે ચાલ્યું પણ જાય છે. પણ અમુક મામલોમાં એચપીવી સર્વાઈકલ કૈન્સરનું કારણ બની શકે છે. તેની સાથે જ તેમાં ગુદા અને લિંગનું કૈન્સર પણ થઇ શકે છે. આજે અમે તમને આ બાબત વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ, તો ધ્યાનથી જાણજો.

1. ક્યા રહે છે એચપીવી:
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ સંક્રમણ ક્યા રહે છે. આ એચપીવી સંક્રમણ શરીરની ઉપક્લા કોશિકાઓમાં રહે છે. તે ત્વચાની સતહ પર મળી આવતી સપાટ અને પાતળી કોશિકાઓ હોય છે. તેની સાથે જ આ કોશિકાઓ યોની-ગુદા, ગર્ભાશય ગ્રીવા, લિંગ, મો અમે ગ્લાની ત્વચા પર મળે છે.

એચપીવી થવાનો ખતરો ક્યા લોકોમાં વધુ હોય છે:

1. આલ્કોહોલનું અધિક સેવન:એક કૈન્સર સેન્ટરની સ્ટડીના આધારે જે લોકો એક દિવસમાં બે વાર કે તેનાથી વધુ ડ્રીંક કરે છે તેઓને આ વાઇરસ થવાનો ખતરો સૌથી વધુ છે. જે લોકો તેનાથી પણ વધુ અધિક માત્રામાં શરાબનું સેવન કરે છે તેઓને તેનો ખતરો સામાન્યથી 35 ફીસદી વધી જાય છે.

2. ઉમર વધવાની સાથે વધે છે ખતરો:એક સ્ટડી અનુસાર 45 કે તેનાથી વધુ ઉંમરના લોકોને ખુબ જ આસાનીથી આ વાઈરસ લાગુ પડી જાય છે. માટે આ ઉમરના લોકોને તેના સંબંધિત લક્ષણોને ગંભીરતા લેવું જોઈએ.

3. અધિક લોકો સાથે સંબંધ:જે પુરુષ એક કરતા વધુ લોકોની સાથે યૌન સંબંધ બનાવે છે તો તેને આ બીમારી થવાનો ખતરો વધી જાય છે. એવામાં સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. આ બીમારીથી બચવા માટે તમે અધિક લોકો સાથે યૌન સંબંધ બનાવાથી બચો.

4. ઈમ્યુન સીસ્ટમ:જે લોકોની ઈમ્યુન સીસ્ટમ કમજોર હોય તો તેના પર આ વાઈરસનો જલ્દી જ પ્રભાવ પડે છે.

5. ઉમર:બાળકો અને કિશોરો માં કોમન વાર્ટસ અને ફ્લેટ વાર્ટસ વિકસીત હોવામાં સૌથી વધુ જોખમ હોય છે. જેનીટલ એચપીવી ઇન્ફેકશન મોટાભાગે કિશોર અને ત્વચાઓમાં થઇ જાય છે.

6. માં થી બાળક સુધી:આ એક જેનીટલ ઇન્ફેકશન પણ છે. આ તે બીમારીઓમાની એક છે જે માંથી બાળક માં પણ આવી શકે છે. જો માતાને જેનીટલ એચપીવી ઇન્ફેકશન હોય તો પ્રસવના દૌરાન નવજાત પણ આ ઇન્ફેકશનથી પીડિત થઇ શકે છે.

શું કોઈ એચપીવી સંક્રમણનો ઈલાજ છે?:

હ્યુમન પૈપીલોમા વાયરસ એક વાયરલ રોગ છે જેનો કોઈ ઉપચાર નથી, પણ તેને લીધે જે કઈ રોગ કે લક્ષણ થાય છે તનો ઈલાજ ચોક્કસ કરી શકાય છે જેમ કે ગુપ્તાંગ પર થતા મસા genital warts માટે પ્રિસ્ક્રીપ્શન દવાઓ આપવામાં આવે છે. મોટાભાગે આ ઇન્ફેકશન પોતાની જાતે જ એક-બે-વર્ષમાં હટી જાતું હોય છે. શરીરની ઈમ્યુન સીસ્ટમ આ ઇન્ફેકશનને દુર લઇ જાય છે. ઘણી વાર તો ખબર પણ નથી પડતી કે આ એક સંક્રમણ છે. જો ગુપ્તાંગ પર મસા હોય તો તે પણ અમુક મહિનાઓમાં જ સાફ થઇ જાય છે.

શું જનનાંગ એચપીવી સંક્રમણને રોકી શકાય છે?:

તેના પર રોક લાવવા માટે અમુક તરીકાઓનો ઉપીયોગ કરવો જરૂરી છે, જેમ કે, કન્ડોમનો ઉપીયોગ કરવો: સંભોગ દરમિયાન કન્ડોમનો ઉપીયોગ કરવો એચપીવી સંક્રમણને રોકવામાં મદદ કરી શકે છે. પણ કન્ડોમ પૂર્ણ રીતે સુરક્ષા પ્રદાન નથી કરી શકતું કેમ કે એચપીવી જનનાંગો અને ગુદાની આસપાસ ક્ષેત્રમાં મોજુદ બની શકે છે, અને જનનાંગ ક્ષેત્રની ત્વચા થી ત્વચા સંપર્કના માધ્યમથી ફેલાઈ શકે છે.

લેખન સંકલન:  ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡