સંભાજી ભીડે એક એવી વ્યક્તિ જેનો ઓર્ડર મોદીજી સહીત બીજા ઘણા રાજનેતા માને છે.. વાંચો તેમના જીવન વિષેની ખાસ વાતો.

1

પુણે પાસે આવેલ ભીમા કોરેગાવને ૧લી જાન્યુઆરી ૨૦૧૮ પહેલા કોઈ જાણતું હતું નહિ. પણ આ જગ્યાએ આ દિવસે એક પ્રસંગમાં પથ્થરબાજી કરવામાં આવી હતી, આ પ્રસંગમાં મહાર રેજીમેન્ટ દ્વારા પેશ્વાની સેનાને હરાવવા માટેની ૨૦૦મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી હતી. ત્યારબાદ પુણે અને મુંબઈના ઘણા બધા એરિયામાં દલિતો અને મરાઠા પ્રદર્શનકારીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ ઘણા લોકો વચ્ચે ઝઘડા અને અનેક પ્રકારનું તોડફોડ કરવામાં આવી હતી. એક માસુમ વ્યક્તિની મૃત્યુ પણ થઇ ગયું હતું. આ જે વ્યક્તિનું મૃત્યુ થયું એની માટે આજે બે વ્યક્તિઓને જવાબદાર ગણવામાં આવે છે. એક મિલિન્દ એકબોટે અને સંભાજી ભીડે.

આ ફોટોમાં તમે જે વ્યક્તિને જોઈ રહ્યા છો એ છે સંભાજી ભીડે. આવો તમને જણાવીએ કોણ છે આ વ્યક્તિ અને શું છે તેનું સ્થાન નરેન્દ્ર મોદીના જીવનમાં. તમને જાણીને નવાઈ લાગશે પણ પણ પ્રધાનમંત્રીથી લઈને મહારાષ્ટ્રના સીએમ પણ તેમનું કહેવું માને છે. આ વ્યક્તિ એ મહારાષ્ટ્રના સાંગલી ગામમાંથી આવે છે.

પુણે યુનિવર્સીટીથી ન્યુક્લિયર ફીઝીક્સમાં ગોલ્ડ મેડાલીસ્ટ અને ફગ્યુસન કોલેજમાં પ્રોફેસર રહેલ સંભાજી ભીડે એ જો રસ્તા પર તમારી બાજુ માંથી પસાર થઇ જાય તો પણ તમને ખબર પડશે નહિ. તમે તેમની તરફ જોવો પણ નહિ એવો દેખાવ છે એમનો. તેઓ હંમેશા સફેદ ધોતી પાયજામાંમાં જોવા મળશે અને માથે ટોપી પહેરે છે. એટલે સુધી કે તેઓ ચપ્પલ પણ પહેરતા નથી. તેઓ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. તમને જોઇને બહુ દુબળા અને એવા લાગશે આ વ્યક્તિ પણ સાતારા, સાંગલી અને કોલ્હાપુરના શક્કર બેલ્ટ પર તેઓનો રોફ બહુ છે. ખાસ કરીને યુવાન મિત્રો તેમના બહુ મોટા ફેન છે. ૮૫ વર્ષની ઉંમરના આ સંભાજીના ફેસબુક પર ૪૭ હજારથી પણ વધુ ફોલોઅર છે. બધા આમને ગુરુજીના નામે પણ ઓળખે છે.

એક સમયે સંભાજી ભીડે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા. પછી ૧૯૮૦ના દશક દરમિયાન તેમણે આ સંઘ છોડીને શિવ પ્રતિષ્ટાન હિન્દુસ્તાન નામનું એક સંગઠન બનાવે છે. સંગઠન નવું હતું પણ ભીડેની વિચારધારામાં કોઈ ફર્ક આવ્યો નહોતો. આ સંગઠન એ એક હિંદુ દક્ષીણપંથી સંગઠન હતું. આ સંગઠન એ લોકો સામે ત્યારે આવ્યું જયારે ૨૦૦૮માં આવેલ ફિલ્મ જોધા અકબરનો વિરોધ આ સંગઠન દ્વારા કરવામાં આવ્યો. ત્યારે આ સંગઠનના લોકોએ ફિલ્મને રોકવા માટે થીએટરમાં તોડફોડ કરી હતી.

શિવાજી મહારાજને પોતાના આદર્શ માનવાવાળા સંભાજી ગુરુજીને મહારાષ્ટ્રમાં લોકોનું બહુ સમર્થન મળે છે. લોકસભાની ચુંટણી દરમિયાન જયારે મોદીજી એ આ ગામ સાંગલી આવ્યા હતા ત્યારે સિક્યુરિટી તોડીને ભીડે ગુરુજી એ તેમને મળ્યા હતા. એટલું જ નહિ મોદીઈ એ રેલીના ભાષણ દરમિયાન બોલ્યા હતા કે ભીડે ગુરુજીના બોલાવવા પર અહિયાં નથી આવ્યો, હું તો તેમનો ઓર્ડર માનીને અહિયાં આવ્યો છું.

શિવ પ્રતિષ્ઠાન સંસ્થા ચલાવવાવાળા ભીડે ગુરુજીનું માન એ ફક્ત મોદીજી નહિ પણ એકવાર તો મહારાષ્ટ્રના સીએમ દેવન્દ્ર ફડણવીસે પણ તેમને મળવા માટે અહિયાં પ્લેન રોક્યું હતું.

સાયકલ ચલાવવાવાળા ભીડે ગુરુજીની ઉંમર એ ૮૫ વર્ષથી પણ વધુ છે પણ આજે પણ તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત છે. તેમના વિષે કહેવામાં આવે છે કે તેઓ આજ સુધી ચપ્પલ પહેરતા નથી.

કહેવાય છે કે ગુરુજીએ આજસુધી ચુંટણીમાં જે પણ નેતાનું સમર્થન આપ્યું છે તેમની જીત થઇ છે. પણ આજ સુધી તેઓ કોઈપણ રાજનીતિ પાર્ટી સાથે જોડાયા નથી. સૌથી મોટી વાત તો એ છે કે નેતાઓ વચ્ચે આજે પણ તેમનો દબદબો હોવા છતાં પણ તેમનું પોતાનું ઘર નથી અને નથી તેમની પાસે કોઈપણ પ્રકારની સંપત્તિ.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here