સામાન્ય માણસો જ નહીં આ સુપરસ્ટાર્સ પણ Toiletને કારણે મૂકાયા છે Awkward સ્થિતિમાં – વાંચો અનુભવ..

અનેકવાર એવી ઓકવર્ડ પરિસ્થિતિ થઇ જાય છે જ્યારે ઇમર્જન્સીમાં બાથરૂમ જવું હોય છે પરંતુ જઇ નથી શકતાં. આવું માત્ર સામાન્ય વ્યક્તિઓ સાથે જ નથી થતું બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ આવું થાય છે. જ્યારે તેઓ પોતાની પ્રોફેશનલ લાઇફમાં હોય છે અને તેમને બાથરૂમ કંટ્રોલ કરવો મુશ્કેલ થઇ જાય છે. આવા જ અનેક સ્ટાર્સ સાથે divyabhaskar.comએ વાત કરીને જાણવાની કોશિશ કરી કે આવી સ્થિતિમાં તેઓ શું કરે છે.

1. પ્રિયંકા ચોપરા:

‘બાજીરાવ મસ્તાની’ના શૂટિંગ દરમિયાન ‘પિંગા પિંગા’ ગીતમાં અમે મરાઠી સ્ટાઇલની સાડી પહેરી હતી. આ સાડી પહેરવામાં ખૂબ સમય લાગતો હતો. જે સ્થળ પર શૂટિંગ ચાલી રહ્યું હતું તે સ્થળથી બાથરૂમ ખૂબ દૂર હતું. એકવાર મને ખૂબ બાથરૂમ લાગી હતી પરંતુ શોટની વચ્ચે જવાનું મને પસંદ નહોતું. પરંતુ થોડા સમય પછી મને લાગ્યું કે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઇ રહી છે ત્યારે હું સેટ છોડીને પોતાની વેનિટી વેનમાં ઘૂસી ગઇ હતી. ભલે તે સમયે મારા કારણે થોડા સમય માટે શૂટિંગ રોકવું પડ્યું હતું પરંતુ મને રાહત મળી હતી. તે સમયે મને અનુભવ થયો હતો કે બાથરૂમને કંટ્રોલ કરવું એ કેટલું મુશ્કેલ છે.

2. કંગના રનૌત”

અનેકવાર એવી પરિસ્થિતિ સામે આવી જાય છે કે આપણને એકદમ ખરાબ પોઝિશનમાં બાથરૂમ જવું પડે છે. આવી જ હાલત મારી થઇ હતી જ્યારે અમે અરૂણાચલ પ્રદેશમાં ફિલ્મ ‘રંગૂન’ના આઉટડોર શૂટિંગમાં બિઝી હતાં. તે સમયે અમે જે લોકેશનમાં હતાં ત્યાં બાથરૂમ પણ નહોતું અને ઠંડીના કારણે વારંવાર બાથરૂમ આવી રહી હતી. આથી અમારે નાની નાની ચટ્ટાનો પાછળ બેસીને બાથરૂમ કરવું પડતું હતું. તે સમયે સિચ્યુએશન ખૂબ ઓડ હતી પરંતુ આવી વસ્તુઓ કંટ્રોલ બહાર હોય છે.

3. મલ્લિકા શેરાવત:

હા, એકવાર હું પણ મારી જાતને કંટ્રોલ કરવાના ચક્કરમાં ખૂબ ખરાબ રીતે ફસાઇ ગઇ હતી. થયું એવું કે હું ‘હિસ્સ્સ..’નું શૂટિંગ કરી રહી હતી. આ ફિલ્મમાં મારે નાગિનનો કોસ્ચ્યૂમ પહેરવાનો હતો. આ ડ્રેસને પહેરવામાં અને ઉતારવામાં ચાર કલાક જેટલો સમય લાગતો હતો. આથી એકવાર ડ્રેસ પહેર્યો પછી જ્યાં સુધી શૂટિંગ પૂરું ના થાય ત્યાં સુધી તેને ઉતારવો શક્ય નહોતો. આથી એકવાર શૂટિંગ દરમિયાન મારાથી બાથરૂમ કંટ્રોલ ના થયું. પરંતુ જેમતેમ કરીને મેં બાથરૂમ કંટ્રોલ કર્યું હતું કારણકે એ પછી ડ્રેસિંગમાં જ ચાર પાંચ કલાક લાગી જાત. મેં આખો દિવસ મારૂ બાથરૂમ કંટ્રોલ કર્યું. જ્યારે શૂટિંગ પૂરું થયું ત્યારે હું વોશરૂમ ગયો હતો.

4. આમિર ખાન:

બોલિવૂડ સ્ટાર્સ જ નહીં દરેક લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જ્યારે તેઓ કોઇ એવી જગ્યા પર હોય જ્યાં તેમને જાહેરમાં ઓકવર્ડ સ્થિતિમાં મૂકાવું પડે. આવું જ મારી સાથે થયું હતું જ્યારે હું એક ટીવી ન્યૂઝ ચેનલને ફિલ્મ પ્રમોશન દરમિયાન ઇન્ટરવ્યૂ આપી રહ્યો હતો. તે ઇન્ટરવ્યૂ કોઇ જ બ્રેક વગર ચાલ્યો હતો અને ખૂબ રસપ્રદ પણ હતો. આ દરમિયાન મને બાથરૂમ જવાની તક જ ના મળી. તેમનું સેટઅપ જ એવું હતું કે વચમાં સમય જ ના મળ્યો. આથી જ્યાં સુધી ઇન્ટરવ્યૂ પૂરો ના થયો ત્યાં સુધી મારે ખૂબ કંટ્રોલ રાખવો પડ્યો હતો.

5. જેકી શ્રોફ:

એક વાર હું પાર્ટીમાં ગયો હતો. ત્યાં મને બાથરૂમ જવાની ઇચ્છા થઇ હતી. જેવો હું વોશરૂમ તરફ જવા લાગ્યો ત્યારે એક સીનિયર એક્ટર જેનો હું મોટો ફેન છું. તેણે મને રોક્યો હતો. તે સીનિયર એક્ટર પણ પાર્ટીમાં આવ્યો હતો. તેઓ મને જોઇને એટલા ખુશ થયા કે મારો હાથ પકડીને મારી સાથે વાત કરવા લાગ્યા. આથી હું તેમને કશું જ કહી શકતો પણ નહોતો. આથી થોડો સમય તો મેં કંટ્રોલ કર્યું પરંતુ હદ તો ત્યારે થઇ જ્યારે તેમની વાતો પૂરી જ થતી નહોતી. હું મનમાંને મનમાં જ વિચારતો હતો કે આ ક્યારે જાય અને હું બાથરૂમની તરફ ભાગું. ફાઇનલી તે સીનિયર એક્ટરને વધુ એક દોસ્ત મળી ગયા. જેવા એ સીનિયર એક્ટર ફર્યા કે હું એસ્ક્યૂઝમી કહીને ત્યાંથી નીકળી ગયો હતો.

6. શાહરૂખ ખાન:

હા, એકવાર હું પણ બાથરૂમ સમસ્યામાં ફસાઇ ગયો હતો. થયું એવું કે હું ‘રા.વન’નું શૂટિંગ કરી રહ્યો હતો. જેમાં મારે સુપરહિરોનો ડ્રેસ પહેરવાનો હતો. જે ઉપરથી નીચે સુધી કવર થઇ ગયેલું હતું. જેમાં ચેઇન કે કશું જ નહોતું. સુપરહિરોના ગેટઅપ માટે મારે ચારથી પાંચ કલાક થઇ જતાં હતાં. એકવાર હું સુપરહિરોના ગેટઅપમાં આવી ગયો એ પછી હું કશું જ કરી શકું નહીં. આથી મને ખૂબ મુશ્કેલી થતી હતી. હું પણ શાણો છું. જો હું બાથરૂમ ના જઇ શકું તો બીજા કોઇને પણ જવા દેતો નહોતો. મજાક કરૂં છું. અમારે એક્ટર્સને અનેક મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ તો ખૂબ નાની સમસ્યા છે.

7. કિરણ ખેર:

જે રીતે હાસ્ય, ખુશી અને ઉધરસ રોકી શકતા નથી. તે જ રીતે બાથરૂમ જ્યારે પણ આવવાની નીશાની આવે છે.તો બધું જ તમારે છોડવું પડે છે. આવું જ મારી સાથે પણ થયું હતું. જ્યારે હું ટીવી શો ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ને જજ કરી રહી હતી. તે દરમિયાન શૂટિંગ ચાલી રહ્યું હતું અને મારે અર્જન્ટ બાથરૂમ જવું હતું. તે શોનું શૂટિંગ કન્ટિન્યૂ ચાલી રહ્યું હતું. પ્રતિયોગી ડાન્સ પર્ફોર્મ કરી રહ્યાં હતાં. આથી હું શૂટિંગ છોડીને જઇ શકતી નહોતી. આથી કોઇ રીતે પેટ દબાવીને ચહેરા પર હાસ્ય રાખીને મેં શૂટિંગ કર્યું હતું. પછી જેવું શૂટિંગ પૂરું થયું કે તરત જ બાથરૂમ તરફ દોડી હતી. જેવી રીતે મારે રનિંગ રેસમાં ભાગ લેવાનો હોય. ફાઇનલી જ્યારે હું બાથરૂમ ગઇ ત્યારે મને લાગ્યું કે મેં કોઇ જંગ જીતી લીધી હોય.

8. સલમાન ખાન:

હા, અનેકવાર એવી સ્થિતિ થઇ જાય છે જ્યારે બધુ આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે. આવું મારી સાથે અનેકવાર થયું છે. જ્યારે પ્રોફેશનલ રીતે કામ કરવાના કારણે પોતાને કંટ્રોલમાં રાખવું પડે છે. પરંતુ જ્યારે બાથરૂમ આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે ત્યારે શરમાયા વગર તે જગ્યાએથી નીકળી જવામાં જ ભલાઇ હોય છે. આવું મારી સાથે ત્યારે થયું હતું જ્યારે હું એક ટીવી શોમાં ગેસ્ટ તરીકે ગયો હતો. હું તે શોનું નામ નહીં લઉં પરંતુ તે શોનું શૂટિંગ બે કલાક સુધી એકધારૂ ચાલ્યું હતું. તે શોમાં હું ચીફ ગેસ્ટ તરીકે હતો અને ત્યાંથી હલી પણ શકું તેમ નહોતો. થોડા સમય પછી મને બાથરૂમ આવવા લાગી. જે એક કલાકથી હું કંટ્રોલ કરી રહ્યો હતો. છતાં હું શો છોડીને ગયો નહોતો. કારણકે તેમાં પર્ફોર્મ કરનાર લોકો વિકલાંગ હતાં. આથી શો છોડીને જવું ખરાબ લાગ્યું હોત. આથી ગમેતેમ રીતે શૂટિંગ પૂરું થાય ત્યાં સુધી મેનેજ કર્યું. પછી જેવા કેમેરા ઓફ થયાં કે હું ત્યાંથી એવો ભાગ્યો છું કે મારી પાછળ કોઇ ભૂત પડ્યું હોય.

9. અમિતાભ બચ્ચન:

અનેકવાર એવી સ્થિતિ થઇ જાય છે કે આપણને બાથરૂમ જવું જરૂરી હોય છે અને સામે મુશ્કેલીઓ આવી જાય છે. આથી અમારે કોઇને કોઇ રસ્તો કાઢીને બાથરૂમ માટે જવું જ પડે છે. એકવાર આવી જ રીતે હું ફિલ્મ માટે મીડિયા સાથે ઇન્ટરવ્યૂ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ મને બાથરૂમ આવી હતી. પ્રોફેશનલ હોવાના કારણે વચમાં જ ઇન્ટરવ્યૂ છોડીને બાથરૂમ જવું સારૂ ના લાગ્યું. પરંતુ મારી પાસે કોઇ જ ઓપ્શન નહોતો. હાલત એવી હતી કે બધું આઉટ ઓફ કંટ્રોલ જ હતું. મારા પીઆરને બોલાવીને હું ઇન્ટરવ્યૂની વચ્ચે બાથરૂમ જઇને આવ્યો ત્યારે મને રાહત થઇ હતી.

10. રણવિર સિંહ:

અનેકવાર એવી સ્થિતિ થઇ છે કે બાથરૂમ કંટ્રોલ થતી નથી. એવું લાગે છે કે તમે એ જ જગ્યાએ કરી પડશો. એકવાર મારી સાથે પણ આવું થયું હતું. જ્યારે હું ‘બાજીરાવ-મસ્તાની’નું શૂટિંગ કરી રહ્યો હતો. હું શોટ આપી રહ્યો હતો કે અચાનક જ મને જોરથી બાથરૂમ લાગી હતી. મેં ભણશાળી સાહેબને કહ્યું કે,’હું જરા બાથરૂમ જઇને આવું છું. જ્યાં સુધી હું બાથરૂમ પાસે પહોંચું ત્યાં સુધીમાં તો હાલત ખૂબ ખરાબ થઇ ગઇ હતી. ઉપરથી મેં જે ધોતી પહેરી હતી તે ખુલી રહેતી નહોતી. અંતે કંટ્રોલ ના થતાં મેં ધોતી ફાડી નાખી હતી અને બાથરૂમમાં ઘૂસી ગયો હતો. આ પછી જે ફેશન ડિઝાઇનરે મારી ધોતી ડિઝાઇન કરી હતી તે મારી સામે એવી રીતે જોતો હતો જાણે કે હું પાગલ હોય.’

Source: DivyaBhaskar

આ લેખ વિષે તમારી ટિપ્પણી આપજો અને બીજા મિત્રોના મંતવ્યો અને ટિપ્પણીઓ જરૂર વાંચો

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!