સલમાને દગો દીધો પછી આ હીરોઇને છોડ્યું હતું બૉલીવુડ, 42 ની વર્ષે પણ નથી કર્યા લગ્ન અને કરી રહી છે કઈક આવા કામ….

0

સલમાન ખાને જ્યારથી પોતાના કેરિયરની શરૂઆત કરી ત્યારથી તેના જીવનમાં ઘણી હિરોઈનો તેનો પ્રેમ બનીને આવી છે. ઓફિશિયલી સલમાન ખાનની પહેલી ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાનીને માનવામાં આવે છે, જે 1980 માં મિસ ઇન્ડિયા બની હતી. કહેવામાં આવે છે કે સંગીતા અને સલમાનના લગ્ન પણ નક્કી થઇ ગયા હતા. પણ કોઈ કારણોને લીધે તેનો રિશ્તો તૂટી ગયો હતો. કહેવાય છે કે સંગીતા આજે પણ સલમાન અને તેના પરિવારની ખુબ જ નજીક છે.
સલમાનની બીજી ગર્લફ્રેન્ડની વાત કરીયે તો સોમી અલી નું નામ આવે છે. સોમી જો કે પાકિસ્તાનની રહેવાસી છે પણ તેની ઓળખ એક બૉલીવુડ એક્ટ્રેસ અને મોડલના રૂપમાં થઇ હતી. સોમી ની માં ઈરાકી અને પિતા પાકિસ્તાની હતા. 12 વર્ષની ઉંમર સુધી સોમીએ પાકિસ્તાનમાં અભ્યાસ કર્યો અને પછી પોતાના પેરેન્ટ્સ સાથે ફ્લોરિડા માં શિફ્ટ થઇ ગઈ.
સોમીને શરૂઆત થી જ બોલીવુડમાં ખુબ જ દિલચસ્પી હતી. ખાસ વાત એ છે કે બોલીવુડમાં આવતા પહેલા સોમીને સલમાન પર ખુબ જ ક્રશ હતો. સોમીએ જે રાતે ‘મૈને પ્યાર કિયા’ ફિલ્મ જોઈ હતી ત્યારથી વિચારી લીધું હતું કે પોતે સલમાનની સાથે લગ્ન કરશે. બોલીવુડમાં દિલચસ્પી હોવાને લીધે તે મુંબઈ આવી ગઈ ત્યારે તેની ઉમર માત્ર 16 વર્ષની હતી.
મુંબઈ આવીને સોમીએ મોડેલિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી, સાથે ફિલ્મોમા ટ્રાઈ પણ કરી રહી હતી. સોમી જાણતી હતી કે તેના દ્વારા તે સલમાનને મળી શકશે. આખરે તેને સલમાનને મળવાનો મૌકો મળી ગયો.
સોમીએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ”મને બાળપણથી જ સલમાન પર ક્રશ હતો માટે જ હું ફ્લોરિડાથી મુંબઈ આવી હતી”. ”સલમાન મારા પહેલા બોયફ્રેન્ડ રહ્યા છે”.”સલમાન અને તેના પરિવાર પાસેથી મેં ઘણી શીખ્યું છે. આજે હું જે કઈ પણ છું તેઓને લીધે જ છું” જણાવી દઈએ કે સલમાન અને સોમીએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કરી હતી. સોમી સલમાન સાથે લગ્ન પણ કરવા માગતી હતી. તે સમયે આ ખબર આવી હતી કે સલમાને સોમીના માથા પાર બોટલ ફોડી નાખી હતી.સોમીએ 1991 થી 1997 સુધી ફિલ્મોમાં કામ પણ કર્યું પણ એ સફળ ન થઇ શકી. 1999 માં સલમાન અને સોમીનું બ્રેકઅપ થઇ ગયું. જ્યારે સોમીને પૂછવામાં આવ્યું કે તેના બ્રેકઅપ નું શું કારણ છે તો તેણે જણાવ્યું હતું કે, ઐશ્વર્યા રાઈ”.સોમી જણાવે છે કે, ”હું છેલ્લી વાર 2011 માં સલમાનને મળી હતી. હું એક વિમેન્સ રાઈટ કોન્ફ્રેંસ માટે બેન્કોક ગઈ હતી. સલમાન પણ તે અમયે શૂટિંગ માટે બેન્કોક આવેલા હતા. ત્યારે અમે બંને મળ્યા અને એકબીજાના વખાણ કર્યા હતા”.
બ્રેકઅપ પછી સોમી પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે ફરીથી ફ્લોરિડા ચાલી ગઈ હતી. ત્યાં જઈને તેમણે સાઇકોલોજીનો અભ્યાસ કર્યો હતો. તેના પછી સોમીએ મિયામી યુનિવર્સીટી થી જર્નલિજ્મ નો અભ્યાસ કર્યો. આ કોર્સ કરતા-કરતા સોમીને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવામાં ઇંટ્રેસ્ટ આવ્યો. તેના પછી સોમીએ ન્યુયોર્ક ફિલ્મ એકેડમી જોઈન કરી લીધું.ગ્રેજ્યુએશન કર્યા પછી સોમીએ અમુક શોર્ટ ફિલ્મો બનાવી જેમાં તેણે મહિલાઓની સ્થિતિ ને દેખાળવાની કોશિશ કરી હતી. સેમીની ફિલ્મો અબોર્શન, ટીનએજ, સુસાઇડ અને ઘરેલુ હિંસા જેવા વિષયો પર આધારિત રહેતી હતી. સોમીએ 2006 આ મહિલાઓના અધિકારો પર કામ કરનારી સંસ્થા ખોલી, જેનું નામ No More Tears રાખ્યું હતું.
હાલ સોમી દેશ-દુનિયામાં મહિલાઓના અધિકાર માટે લગાતાર કામ કરી રહી છે. સોમીની આ સંસ્થા સાથે હજારો લોકો જોડાયેલા છે. 42 વર્ષની સોમીએ ક્યારેક 9 વર્ષ મોટા સલમાન સાથે પ્રેમ કર્યો હતો પણ તેણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી. તે હવે એવા લોકો માટે જીવી રહી છે જેઓ સમાજ દ્વારા પ્રતાડિત હોય. સોમીના આ કામને જોઈને સલમાન જ નહિ પણ પુરા બૉલીવુડને તેના પર ગર્વ થશે.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!