52 વર્ષના કુંવારા સલમાનની મમ્મી ઈચ્છે છે કે આ સુંદર અભિનેત્રી બને એના ઘરની વહુ, આખરે કર્યો ખુલાસો

0

બોલીવૂડના દબંગ અને ટાઇગર કહેવાતા અભિનેતા સલમાન ખાનનો 52 વર્ષની ઉંમરમાં પણ ભલે લગ્નનો કોઈ જ પ્લાન ન હોય, પરંતુ તેમની માતાને એક અભિનેત્રી ગમી ગઈ છે. સલમાનની માતા આ અભિનેત્રીને વહુ બનાવવા માંગે છે. આ અભિનેત્રી એટલે બીજી કોઈ નહિ પરંતુ કેટરીના કૈફ જ છે. આ વાતનો ખુલાસો હાલમાં જ થયો છે. સલમાનની મા અને કેટરીના એકબીજાથી ખૂબ જ નજીક છે. બંનેની તસવીરો પણ અવારનવાર સામે આવતી રહે છે.
થોડાક સમય પહેલા એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કેટરીના કૈફે આ વાતની જાણકારી આપી હતી. થોડા સમય પહેલા ફિલ્મ ભારતની શૂટિંગ દરમ્યાન સલમાન ખાનની મા અને કેટરીનાની તસવીરો સામે આવી હતી જેમાં બંને એકબીજાને ગળે લાગ્યા હતા.

જણાવી દઈએ કે સલમાન ખાનના લગ્નની ચર્ચાઓ દરેક વખતે થાય છે. ચાહકો તેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભાઈના ચાહકો જાણવા માંગે છે કે તેઓ લગ્ન ક્યારે કરશે પરંતુ સલમાન ક્યારેય પણ આ વિશે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતા. સલમાન ખાનને ઘણી વાર આ સવાલ પૂછવામાં આવ્યો છે પરંતુ દરેક વખતે તેઓ લગ્નના સવાલના ગોળગોળ જવાબ આપીને નીકળી જાય છે. થોડા વખત પહેલા તો તેમને લગ્નને પૈસાનો વ્યય કહ્યો હતો.સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે. એમનું અફેર એશ્વર્યા રાય, યુલિયા વંતૂર, કેટરીના કૈફ જેવી અભિનેત્રીઓ સાથે રહ્યું છે પરંતુ તેઓએ ક્યારેય પણ પોતાના અફેરની પુષ્ટિ નથી કરી. કામ વિશે વાત કરીએ તો સલમાન ખાન પોતાની આવનારી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેઓ કેટરીના કૈફ સાથે જોવા મળશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here