સલમાનની વેનીટી વેનની આગળ ઝાંખો પડે છે શાહરુખનો બંગલો મન્નત, જુઓ 5 ફોટા દંગ રહી જશો !!

0

બૉલીવુડમાં સિતારાઓની કોઈ કમી નથી. તેમાંથી કેટલાય સ્ટાર્સની બોલબાલા તો હજી પહેલા જેવી જ અકબંધ છે. જેમ કે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન. આ બોલીવુડના એવા ખાન છે જેમનું નામ સાંભળતા જ મૂવી જોવા થિયેટરોમાં પ્રેક્ષકોની લાઈનો લાગી જાય છે. આજના આ લેખમાં આપણે વાત કરીશું બૉલીવુડના દબંગ ખાન એટ્લે કે સલમાન ખાન વિશે. કેટલાક કારણોસર મીડિયાની હેડલાઇન્સમાં રહેતા એવા સલમાન એકમાત્ર બોલિવૂડ સ્ટાર્સ છે. આપણે બધા જાણીએ છીએ કે સલમાન ખૂબ ગુસ્સે થાય છે, તેમાંના મોટાભાગના કેસમાં તે તેના ગુસ્સાને કારણે જ મીડિયા હેડલાઇન્સમાં હાઇલાઇટ થયો છે. તેમનો ગુસ્સો કોઈનાથી છુપાવેલો નથી. સલમાનના ગુસ્સાની દરેકને ખબર છે. સલમાનનો ગુસ્સો ક્યારે કોની પર ઉતરે એનું કોઈ નક્કી હોતું નથી. સલમાન ખાનેના ગુસ્સાનો શિકાર બોલીવુડના જાણીતા ચહેરાઑ બની ચૂક્યા છે. જેમકે અનુરાગ કશ્યપ, અરજીત સિંહ, વિવેક ઓબેરોય, ઋષિ કપૂર અને રેણુકા શાહેન જેવા અનેક. પરંતુ એ વાત પણ નકારી શકાય નહી કે બોલીવુડના તે એકમાત્ર એવા સ્ટાર્સ છે જે ગમે ત્યારે લોકોની મદદે પહોંચી જાય છે. તેઓ હંમેશાં જરૂરિયાતમંદોને મદદ કરે છે.

રાજા મહારાજાઓવાળી લાઈફ સ્ટાઈલ જીવે છે સલમાન

સલમાનનો બેડરૂમ

હવે, સલમાન બૉલીવુડનો સુપરસ્ટાર છે. એટ્લે સ્વાભાવિક છે કે તેની જીવનશૈલી પણ રાજા-મહારાજા જેવી જ રોયલ હોય. તમને જાણવી દઈએ કે, સલમાન મુંબઈના ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’, બેન્ડસ્ટેન્ડમાં પોતાના પરિવાર સાથે રહે છે. સલમાનનું આ ઘર એક મહેલ કરતા ઓછું નથી. પરંતુ તમને આશ્ચર્ય થશે કે સલમાનની વેનીટી વેન પણ એક આલીશાન મહેલ જેવી છે. તેની વેનીટી વાનમાં ઉપલબ્ધ દરેક વેનીટી સુવિધા લક્ઝરી બંગલોમાં હોય તેવી જ છે. આજની પોસ્ટમાં અમે તમને વૈભવી વેનિટી વેન ઓફ સલમાન ખાન વિષે બતાવવા જઈ રહ્યા છીએ, જે આજના સમયમાં ઉપયોગમાં આવતી દરેક આધુનિક સુવિધાથી સજ્જ છે. તેમની વેનીટી વેન જોઈને તમે કે તમારી આંખોમાં વિશ્વાસ નહી કરી શકે એવી જોરદાર સગવડતાથી સજ્જ છે.

તેની આ વેનીટી વેન એટલી બધી સુંદર અને આકર્ષક છે કે તમે એને જોઈને જ કહેશો કે, વાહ, આટલી સુંદર ફેસીલીટી કારમાં જ છે. તો મકાન લેવાની શું જરૂર. તમને એ પણ જણાવી દઈએ કે, સલમાનની વેનીટી વેન મારફેસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. વાનની અંદર સલમાનની ઘણી તસવીરો છે. માત્ર એટલું જ નહીં, આ કારમાં કાર પાર્કિંગ પણ વ્યવસ્થા છે.

મિટિંગ રૂમ, લિવિંગ રૂમ

મીડિયા અહેવાલો અનુસાર, આ વેનિટી વેનની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. અમને વિશ્વાસ છે કે, તમે જ્યારે આ વેનની તસવીરો જોશો તો જોતાં જ રહી જશો. તો ચાલો જોઈએ સલમાનની વેનીટી વેન અંદરથી કેવી છે તે પણ..
બાથરૂમ

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here