સલમાન ખાન પાસે છે 9 બહુ જ મોંઘી વસ્તુઓ, કિમત જાણીને લાગશે આંચકો

0

શાહરૂખ ખાન ભલે બોલીવુડનો કિંગ કહેવતો હોય પણ બોક્સઓફિસનો અસલી કિંગ તો સલમાન ખાન જ છે. એટલે જ તો સલમાનની ફ્લોપ મુવી પણ આરામથી ૧૦૦ કરોડ રૂપિયા કમાઈ લે છે. સલમાન એ બોલીવુડના અમીર અભિનેતાઓમાંથી એક છે. એક રીપોર્ટ પ્રમાણે ૨૦૧૭માં સલમાન ખાને ૨૩૨ કરોડ રૂપિયા કમાયા હતા અને આજે પણ એ કમાણી આગળ ને આગળ વધતી જ રહે છે.

તમને જણાવી દઈએ કે સલમાન ખાન જેટલી કમાણી કરે છે એમ તે ખર્ચ કરવામાં પણ પાછું વળીને જોતો નથી. તેમની પાસે એવી એવી વસ્તુઓ છે જેની કીમત જાણીને તમે ચોંકી જશો.

સાઇકલ

સલમાન ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સાઇકલ ચલાવતો નજરે જોવા મળે છે.શું તમે જાણો છો કે સલમાન ખાનની આ સાઈકલની કિમત કેટલી છે ? તમે વિચારતા હશો કે ૨૫ કે ૫૦ હજારની હોય એનાથી વધુ મોંઘી થોડી હોય પણ ના એવું નથી તમને જણાવી દઈએ કે સલમાન ખાનની આ સાઇકલની કિમત ૪ લાખ ૩૨ હજાર રૂપિયા છે. સામાન્ય વ્યક્તિ તો આટલા પૈસામાં ગાડી લઈને ફરે.

બાઈક

બાઈકનો શોખ ફક્ત જોહન અબ્રાહિમ અને મહેન્દ્રસિંહ ધોની ને જ છે એવું નથી, સલમાનને પણ બાઈકથી બહુ પ્રેમ છે. સલમાન પાસે ૪ બાઈક છે જેમની કિમત ૧૫ થી ૧૬ લાખની આસપાસ છે.

ગાડી

સાઇકલ અને બાઈક પછી વારો આવે છે ગાડીનો.તો તમને જણાવી દઈએ કે દબંગ ખાન સલમાન પાસે લકજરી ગાડીઓની ફોજ છે. તેની કારની ફોજમાં ૯ ગાડીઓ સામેલ છે જેમાં મર્સિડીઝથી લઈને લેંડ ક્રુઝરનો, ઔડી, રેંજ રોવર જેવી બધી જ ગાડીઓ સામેલ છે. તેની ગાડીની કિમત ૧ કરોડથી લઈને ૨.૩૨ કરોડ સુધીની છે.

પ્રાઇવેટ યોર્ટ

સલામ ખાને પોતાના ૫૦માં જન્મદિવસના દિવસે એક યોર્ટ ખરીદી હતી જેની કિમત ૩ કરોડ રૂપિયા છે. સલમાન પોતના પરિવાર અને મિત્રો સાથે ઘણીવાર અહિયાં જ પાર્ટી કરતો જોવા મળે છે.

ગેલેક્સી એપાર્ટમેન્ટ (ઘર)

શાહરૂખ ખાનના બંગલા મન્નતની જેમ સલમાન ખાનનું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહુ ફેમસ છે. ઘણીવાર તેના ફેન્સની ભીડ ત્યાં ઘરની બહાર જ નજરે જોઈ શકાય છે. આજની તારીખમાં પણ એ ઘરની કીમત ૧૬ કરોડ રૂપિયા છે.

ત્રીપ્લેક્સ ફ્લેટ

સલમાન ખાને બાંદ્ર એરિયામાં જ ઉબર લકઝરી એપાર્ટમેન્ટનો ૧૧મો માળ ખરીદી લીધો છે. આની કીમત ૩૦ કરોડથી પણ વધુ છે. સંભાળવામાં આવ્યું છે કે આ ફ્લેટનું કામ પૂર્ણ થયા પછી સલમાન પોતાના પુરા પરિવાર સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને અહિયાં રહેવા આવી જશે.

પનવેલ ફાર્મહાઉસ

પનવેલમાં ૧૫૦ એકરમાં સલમાનનું ફાર્મહાઉસ આવેલું છે જેમાં ૩ બંગલા પણ છે. આ સિવાય અહિયાં જીમ, પુલ, ઘણા બધા પ્રાણીઓ જેમાં ૫ ઘોડા પણ છે. કામનો થાક દુર કરવા માટે સલમાન અને તેનો પરિવાર આરામ કરવા માટે અહિયાં આવતા હોય છે. આ ફાર્મહાઉસની કિમત ૮૦ કરોડ છે.

ગોરાઈ બીચવાળું ઘર

સલમાને પોતાના ૫૧માં જન્મદિવસ પર ગોરાઈ બીચ પર એક ૫ BHK ફાર્મહાઉસ ખરીદ્યું હતું જેમાં જીમ સ્વીમીંગ પુલ અને થીએટર હોલ બધું જ છે. સલમાનની આ પ્રોપર્ટી લગભગ ૧૦૦ કરોડની આસપાસની છે.

ક્લોથીંગ બ્રાંડ

સલમાનના બીઈંગ હ્યુમન નામની જે કપડાની બ્રાંડ છે જે યુવાનોમાં ખુબ લોકપ્રિય છે. તેની માર્કેટ વેલ્યુ ૨૩૫ કરોડ રૂપિયા છે. આમાંથી થતી કમાણીના ૮ થી ૧૦ ટકા સલમાન દાન કરી દે છે.

તો તમારા ગ્રુપમાં જે પણ સલમાનના ફેન હોય તેઓને જરૂર ટેગ કરજો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here