સલમાન ખાનની આ 10 ફિલ્મો ન પહોંચી શકી સિલ્વર સ્ક્રીન સુધી, શું તમે તેને જોવું પસંદ કરત?…જાણો આ ફિલ્મો વિશે

0

સલમાન ખાન પોતાનામાં ખુદ એક ઇન્ડસ્ટ્રી છે. આગળના ઘણા વર્ષોમાં તેણે આ બાબત હાંસિલ કરી છે. તેનું કારણ એ પણ છે કે તેની કોઈંપણ ફિલ્મો 100 કરોડ કરતા ઓછી કમાણી નથી કરતી. તેના માટે એ કહેવું ગલત નહી હોય કે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સલમાન ખાન ખુદ એક ઇન્ડસ્ટ્રી છે. જો કે, પહેલા તેવું ન હતું. સલમાન ખાનની ઘણી એવી ફિલ્મોનો ડબ્બો બંધ થઇ ચુકી હતી. સલમાને અમુક એવી ફિલ્મો સાઈન કરી હતી, જે સિલ્વર સ્ક્રીન સુધી પહોંચી શકી ન હતી. અમે એવી જ અમુક 10 ફિલ્મો લઈને આવ્યા છીએ.

1. નો એન્ટ્રી માં એન્ટ્રી:આ ફિલ્મ લોકપ્રિય ફિલ્મ નોં એન્ટ્રીનાં સિકવલમાં રૂપમાં બનાવામાં આવવાની હતી. આ ફિલ્મમાં સલમાનને ડબલ રોલ કરવાનો હતો, જો કે આ ફિલ્મ અજ્ઞાત કારણોને લીધે રીલીઝ થઇ ચુકી ન હતી.

2. ઘેરાવ:રાજકુમાર સંતોષીની આ ફિલ્મમાં સલમાન ખાનની ઓપોઝીટ હતી મનીષા કોઈલારા. આ ફિલ્મની શુટિંગ શરુ થઇ તેના બાદ શું થયું તે કોઈ જ નથી જાણતું.

3. દસ:વર્ષ 1997 માં આ ફિલ્મ ખુબ જ ચર્ચામાં આવી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે રવિના ટંડન, શિલ્પા શેટ્ટી અને સંજય દત્ત પણ હતા. નિર્દેશક મુકુલ આનંદનાં નિધન બાદ આ ફિલ્મને રોકી લેવામાં આવી હતી.

4. રણ ક્ષેત્ર:આ ફિલ્મમાં મૈને પ્યાર કિયાની જોડી સલમાન-ભાગ્યશ્રી ને ફરીથી રીપીટ કરવાની હતી. જો કે, ભાગ્ય શ્રી નાં લગ્ન થઇ ગયા અને આ ફિલ્મ બંધ કરવામાં આવી હતી.

5. દિલ હૈ તુમ્હારા:સલમાન ખાન સિવાય સન્ની દેઓલ અને મીનાક્ષી શેષાદ્રી પણ આ ફિલ્મનો હિસ્સો બનવાના હતા. જો કે, રાજકુમાર સંતોષી કોઈ અન્ય પ્રોજેક્ટ માં વ્યસ્ત હોવાને લીધે આ ફિલ્મ ચાલી ન શકી.

6. રાજુ રાજા રામ:ડેવિડ ધવનના નિર્દેશન માં બનનારી આ ફિલ્મમાં સલમાન ખાન, ગોવિન્દા અને જેકી શ્રોફ કામ કરવાના હતા. કહેવામાં આવે છે કે કોઈ કારણોસર આ ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.

7. જલવા:આ ફિલ્મમાં સલમાન ખાન સિવાય સંજય દત્ત અને અરમાન કોહલી કામ કરવાના હતા. આ ફિલ્મને કેતન ધવન નિર્દેશિત કરવાના હતા. પણ કોઈ કારણોને લીધે આ ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.

8. એ મેરે દોસ્ત:આ ફિલ્મમાં સલમાન સિવાય અરબાજ ખાન, દિવ્યા ભારતી, કરીશ્માં કપૂર, કામ કરવાના હતા. આ ફિલ્મના એક ગીતની શુટિંગ પણ થઈ ગઈ હતી પણ કોઈ અજ્ઞાત કારણોસર ફિલ્મ બંધ કરી દેવામાં આવી હતી.

9. ચોરી મેરા નામ:આ ફિલ્મ બનાવની ખુબ જ ચર્ચા થઇ હતી. તેમાં સુનીલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી અને કાજોલ પણ કામ કરવાના હતા.

10. બુલંદ:સલમાન ખાન અને સોમી અલીને લઈને બનનારી આ ફિલ્મ પણ અજ્ઞાત કારણોને લીધે બંધ થઇ ગઈ હતી.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!