સલમાન ખાન એ આ એક્ટ્રેસની જાન બચાવી,મૃત્યુના મુખમાંથી બહાર આવીને આ વાત કહી, અહેવાલ વાંચો

અંદાજે પાંચ મહિના સુધી ટીબીથી જંગ લડતી સલમાન ખાનની કો-સ્ટાર પૂજા ડડવાલ હવે મૃત્યુના મુખમાંથી બહાર છે. સલમાન ખાનની સાથે કામ કરી ચૂકી આ એક્ટ્રેસ હવે પહેલેથી ઘણી સારી હાલતમાં છે. જેનો પૂરો ક્રેડિટ સલમાન ખાનને જાય છે. ખુદ પૂજાએ સલમાન ખાનને થેન્ક્યુ કહ્યું છે અને એ માન્યું છે કે સલમાન ની મદદ ને લીધે તેને પાછી જિંદગી મળી છે. પૂજા એ સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતી’ માં કામ કર્યું હતું, તે ફિલ્મમાં સલમાન એ જીજા અતુલ અગ્નિહોત્રી ના અપોઝિટ જોઈ હતી.

સલમાન ને આવી રીતે કહ્યું ધન્યવાદ

પૂજા ડડવાલ એ સલમાન ખાનને ધન્યવાદ કરતા કહ્યું કે “હું સલમાન ખાનની ખૂબ આભારી છું કે તેમણે મારી મદદ કરી કપડા, સાબુ, ડાયપર્સ, જમવાનું, દવાઓ, તેમના ફાઉન્ડેશન ને બધી રીતે મદદ કરી. હું જો આજે તમારી સામે જીવતી ઉભી છું તો એ બધી સલમાનની દેન છે.” ડોક્ટર લલિત આનંદ એ કહ્યું કે “પૂજાએ આ ઘાતક બિમારી થી જંગ જીતી છે તો એ એમનો વિલપાવર જ છે. જ્યારે હું પહેલીવાર પૂજાથી વોર્ડ માં મળ્યો હતો તો તેમણે કહ્યું હતું કે મારે ફરીથી ચાલવું છે, કૃપા કરો કંઈક જેથી હું મારા પગ પર ઊભી થઈ શકું અને ફરીથી ચાલી શકુ.”

બીમારીમાં પરિવારે છોડી દીધો હતો સાથ

હોસ્પિટલ થી રજા મળ્યા પછી તેમણે એક ન્યૂઝ પેપર થી વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું કહી નથી શકતી કે હું કેવો અનુભવ કરું છું. જ્યારે હું 2 માર્ચ એ હોસ્પિટલ માં એડમિટ થઈ હતી, એ સમયે મને લાગ્યું હતું કે હુ મરી જઈશ. હું એક રૂમ ના ખૂણા માં બેસી રહેતી અને ઘણી ડિપ્રેશનમાં હતી. મારા પરિવારે મને છોડી દીધી હતી. મે જીવવાની બધી આશા મૂકી દીધી હતી જ્યારે ડોક્ટર એ મને કહ્યું કે આપના લંગ્સ પૂરી રીતે ટીબીથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. મારા જેવા કેટલાય લોકો મારા વોર્ડમાં એવાજ હતા પરંતુ મે આ રોગ સામે લડવાની કસમ ખાધી અને અંતમાં હું આ લડાઈ જીતી ગઈ છું.’

બીમારી પર સલમાન એ કહી હતી આ વાત

માર્ચ 2018 એ આ ખબર સામે આવી કે પૂજા ડડવાલ ટ્યુબરકલોસિસ થી પીડિત છે. રિપોર્ટમાં બતાવાયું કે પૂજા ની પાસે ઈલાજ કરાવવા માટે પૈસા ન હતા અને તેમણે બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી મદદ માંગી છે. ત્યાર પછી સલમાન ખાન પૂજા ડડવાલ ની મદદ માટે આગળ આવ્યા અને તેમનો ઈલાજ કરાવવા નો બધો ખર્ચ ઉઠાવ્યો. સલમાન ખાન એ સમયે એક ઇવેન્ટ પર મીડિયા ને કહ્યુ હતુ કે ‘આ ખૂબ દુઃખદ છે. મને આના વિશે જાણકારી ન હતી. તેમ છતાં હવે અમારી ટીમ પૂજા ની પાસે પહોંચી ગઈ છે અને તેની મદદ કરવામાં આવી છે. તે ખૂબ જલ્દી જ ઠીક થઈ જશે.’ એ જણાવી દઈએ કે મંગળવાર એ પૂજન હોસ્પિટલ થી રજા આપવામાં આવી છે અને હવે તેમની સ્થિતિમાં સુધાર પણ આવી રહ્યો છે. મુંબઈથી પૂજા ગોવા જઇ ચૂકી છે. ડોક્ટર્સ એ તેમને એક મહિના સુધી દવા લેવાની સલાહ આપી છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!