સલમાન અને ઐશ્વર્યા ની ફિલ્મ ને લઇને શું બોલી ગયો અભિષેક બચ્ચન, જાણો વિગતે….

0

લાંબા સમય પછી અભિષેક અને ઐશ્વર્યા ફિલ્મ ગુલાબજામુન માં સાથે નજરમાં આવવાના છે. તેની પહેલા ગુરુ અને રાવણ માં બંને એકસાથે કામ કરી ચુક્યા છે અને દર્શકો ને તેની જોડી ફિલ્મોની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખુબ જ પસંદ માં આવી રહી છે. ઐશ-અભી બોલીવુડના પરફેક્ટ કપલમાના એક છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ માં અભિષેકે એક એવી વાત કહી હતી જેનાથી તે સાબીત થઇ ગયું હતું કે તે એક સારા પતિ જ નથી પણ સારા વ્યક્તિ પણ છે અને પોતાના કામને લઈને એકદમ પ્રોફેશનલ છે. હાલમાં જ એક ચેટ શો માં અભિષેક થી જયારે તેની ફેવરિટ ફિલ્મ વિશે પૂછવામા આવ્યું તો અભિષેકે જરા પણ અચકાયા વગર સલમાન-ઐશ ની સુપરહિટ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ નું નામ લીધું. જેને સાંભળીને દરેક કોઈ હેરાન જ રહી ગયા હતા. 1999 માં આવેલી આ ફિલ્મ ને સંજય લીલા ભંસાલી એ ડાયરેક્ટ કરી હતી અને ફિલ્મ માં સલમાન-ઐશ ની કેમેસ્ટ્રી દર્શકો ને ખુબ જ પસદં માં આવી હતી.આ ફિલ્મની સાથે જ તેઓની લવ સ્ટોરી ની શરૂઆત થઇ હતી. આ બધું જાણતા હોવા છતાં પણ અભિષેકે આ ફિલ્મનું નામ લીધું હતું. તેનાથી તે સ્પષ્ટ છે કે તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને અલગ રાખે છે અને તેને પોતાની પત્નીના ગયેલા સમય થી કોઈ જ ફર્ક નથી પડતો. અભિષેકે આ ફિલ્મ માટે સંજય લીલા ના ખુબ જ વખાણ પણ કર્યા હતા.એવામાં સલમાન સાથેની વાત કરીયે તો સલમાન-અભિષેક ક્યારેય પણ એકબીજાની સામે નથી આવ્યા. કે પછી એવું પણ કહી શકાય કે તેઓ હંમેશા આ સિચ્યુએશન થી બચે છે. અભિષેકે ક્યારેય પણ મીડિયાની સામે સલમાન વિશે ખોટી વાતો કહી નથી અને બ્રેકઅપ પછી પણ ઐશ્વર્યા એ પણ ક્યારેય સલમાન સાથે કામ કર્યું નથી.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here