સાલ ભર પણ ન ટકી શક્યા આ 8 સેલીબ્રીટીસ ના લગ્ન, જાણો કોણ કોણ આવે છે લીસ્ટમાં….

0

પ્રેમનો એહસાસ હર કોઈ માટે ખુબ ખાસ હોય છે અને જયારે ઇન્સાન કોઈને પ્રેમ કરે છે તેઓ વિચારતા હોય છે કે હર પલ તે ઇન્સાન તેની પાસે જ  રહે. ત્યારેજ તો મોટા ભાગે પ્રેમ કરનારા વિચારતા હોય છે કે જલ્દી જ તેઓ લગ્ન કરીને પોતાના આ રીશ્તાને મજબુત કરી લે, પણ લગ્ન રિશ્તાને મજબૂતી આપે, હર વખત એ જરૂરી નથી હોતું. ઘણા બોલીવુડ સીતારોને તેનો પ્રેમ તો મળી ગયો, પણ તેઓનો આ રિશ્તો એક વર્ષ પણ ન ટકી શક્યો. અને લગ્નના સાલભરની અંદર જ પાર્ટનરની મૌત થઇ ગઈ, તો કોઈકે તલાક આપી દીધા.

1. રેખા-મુકેશ અગ્રવાલ:

અમિતાબ માટે રેખાનો પ્રેમ જગજાહિર છે, પણ રેખાને જયારે તેમનો પ્રેમ ન મળ્યો, તો 1990 માં તેમણે દિલ્લીના બીઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. જો કે રેખાના નસીબમાં કદાચ પતિનો પ્રેમ ન હતો. લગ્નના અમુક મહિના બાદ તેમના પતિ મુકેશે આત્મહત્યા કરી લીધી હતી.

2. કરન સિંહ ગ્રોવર-શ્રદ્ધા નિગમ:

હાલ તો કરન એક્ટ્રેસ બિપાશા બાસુના પતિ છે. પણ બિપાશા પહેલા તે બે વખત લગ્ન કરી ચુક્યા છે. તેની પત્ની હતી ટીવી એક્ટ્રેસ જેનીફર વિન્ગેટ અને તેના પહેલા તેમણે શ્રદ્ધા નિગમ સાથે લગ્ન કર્યા હતા. કરન પોતાના કેરિયની શરૂઆતમાં જ હતા, તેજ સમયે તેને શ્રદ્ધા સાથે પ્રેમ થઈ ગયો અને 2008 માં બન્નેએ લગ્ન કરી લીધા હતા. જો કે અફસોસ કે 10 મહિના અંદર જ તેમનો પ્રેમ ખત્મ થઇ ગયો અને બન્નેના લગ્ન તૂટી ગયા.

3. મલ્લિકા શૈરાવત-કરન સિંહ ગીલ:

ખુબ ઓછા લોકો જાણે છે કે બોલીવુડની ગ્લેમર અને હોટ મલ્લિકા શૈરાવત લાગ્નશુધા છે. જો કે બોલીવુડમાં આવવાના પહેલા જ તેના લગ્ન થઇ ચુક્યા હતા, પણ તેમણે હંમેશા આ વાતને છુપાવીને રાખી હતી. કહેવામાં આવે છે કે તેના એક્ટ્રેસ બનવાના સપનાને પૂરું કરવા માટે મલ્લિકાએ લગ્નના એક વર્ષ અંદર જ પોતાના પતિને તલાક આપી દીધો હતો.

4. મનીષા કોઈરાલા-સમ્રાટ દહલ:


ઇલુ-ઇલુ ગર્લ મનીષા કોઈરાલાને ઘણા વર્ષો બાદ સમ્રાટ દહલના રૂપમાં પોતાનો પ્રેમ મળ્યો. નેપાળના સમ્રાટ દહલ બીઝનેસમૈન છે અને 2010 માં તેમના અને મનીષાના લગ્ન થયા હતા, પણ સાત જન્મોના બંધનને આ કપલ અમુક મહિના સુધી જ મુશ્કિલથી નિભાવી શક્યા અને લગ્નના અમુક સમય બાદ જ અલગ-અલગ રહેવા લાગ્યા. જો કે બન્નેનો તલાક લગ્નના બે વર્ષ બાદ થયો હતો.

5. સાજીદ નડીયાદવાલા-દિવ્યા ભારતી:


બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાની એક દિવ્યા ભારતીને ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ ના સેટ પર ફિલ્મમેકર સાજીદ સાથે પ્રેમ થઇ ગયો હતો અને એક-બીજાના પ્રેમમાં ડૂબીને આ કપલને 1992 માં લગ્ન કરી લીધા હતા. કહેવામાં આવે છે કે બંન્ને એક-બીજાને ખુબ પ્રેમ કરતા હતા, પણ નસીબ કઈક અલગ જ હતું. લગ્નના પહેલા જ વર્ષગાંઠ ઉજવ્યા બાદ જ દિવ્યા ભારતી ની મૌત થઇ ગઈ હતી. દિવ્યાએ પોતાના ઘરની છત પરથી કુદીને આત્મહત્યા કરી હતી.

6. પુલકિત સમ્રાટ-શ્વેતા રોહીરા:

ઘણા વર્ષો સુધી ડેટિંગ બાદ શ્વેતા રોહીરાએ 2014 માં પુલકિત સમ્રાટ સાથે લગ્ન તો કરી લીધા પણ, તેમનો આ રિશ્તો મુશ્કિલથી અમુક મહિના જ ચાલ્યો હતો. લગ્નના 11 મહિના બાદ જ બન્નેન અલગ થઈ ગયા હતા. કહેવામાં આવે છે કે પુલીકત સમ્રાટના એક્ટ્રેસ યામિ ગૌતમ સાથે વધતી નજીકતા ના લીધે તેમના લગ્ન તૂટી ગયા હતા.
7. સમીર સોની-રાજલક્ષ્મી:

ફેમસ મોડેલ અન ટીવી એક્ટર સમીર સોનીની લવ લાઈફ પણ સારી સાબિત થઇ ન હતી. સમીરે મોડેલ રાજલક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા અને તમને જાણીને હેરાની લાગશે કે લગ્નના 5 મહિના બાદ જ બન્નેનો રિશ્તો તૂટી ગયો હતો. લગ્ન તૂટ્યા બાદ ઘણા વર્ષો સુધી સમીર એકલો જ રહેતો હતો, પણ પછી નીલમના રૂપમાં તેને એક સારો એવો જીવનસાથી મળ્યો અને આજે તે પોતાના લગ્નજીવનમાં ખુબ ખુશ છે.

8. હિતેન તેજવાની:

હિતેન તેજવાનીને તમે ગૌરી પ્રધાનના રૂપમાં જાણતા હશો, પણ કહેવામાં આવે છે કે ગૌરીના લગ્ન પહેલા હિતેનની જીંદગીમાં કોઈ બીજી યુવતી હતી. હિતેને તેની સાથેલ લગ્ન તો કર્યા પણ તેમનો રિશ્તો ટકી ન શક્યો. જો કે હિતેન પોતાના લગ્ન વિશે કાઈ પણ ખુલાસો કર્યો નથી, પણ તેના પહેલા લગ્ન 11 મહિના માજ તૂટી ગયા હતા.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.