સાઈના નેહવાલ ના લગ્ન હતા સામાન્ય, પણ રૉયલ રહ્યું રીશેપ્શન, સબ્યસાચી ના લહેંગામાં દીપિકા ને પણ છોડી દીધી પાછળ….

1

બેડમિન્ટન ખિલાડી સાઈના નેહવાલ એ 14 ડિસેમ્બર ના રોજ પરુવલ્લી કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન ખુબ જ સામાન્ય રીતે થયા હતા. લગ્ન નો ખુલાસો ત્યારે થયો જયારે તેઓના લગ્ન ની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી.સાઈના ના લગ્ન ભલે સાદગી ભરેલા થયા હોય પણ રીશેપ્શન પાર્ટી ખુબ જ રૉયલ હતી. સાઈના એ હૈદરાબાદ ના 5 સ્ટાર હોટેલ નોવોલેટ માં રીશેપ્શન પાર્ટી આપી. આ પાર્ટી માં સાઉથ ના સુપરસ્ટાર નાગાર્જુન અને અભિનેત્રી રકૂલ પ્રીત પણ પહોંચ્યા હતા.
આ ખાસ મૌકા પર સાઈના નેહવાલ અને તેના પતિ પરુવલ્લી સબ્યસાચી ના ડિઝાઇન કરેલા આઉટફિટ માં નજરમાં આવ્યા હતા. સાઈના બ્લુ કલર ના લહેંગા માં ખુબ જ સુંદર લાગી રહી હતી. તેની સાથે જ તેમણે બ્લુ કલર નો ડાયમંડ નેકલેસ પણ પહેરી રાખ્યો હતો. આ સિવાય તેના પતિ પણ બ્લુ કલર ની શેરવાની માં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા, સાથે તેમણે મોતીઓ ની માળા પહેરી રાખી હતી. રીશેપ્શન માં આ નવી જોળી એ કેક પણ કાપી હતી. નાગાર્જુન અને રકુલપ્રીત ના સિવાય રીશેપ્શન પાર્ટી માં સાઈના અને પરુવલ્લી ના નજીના મિત્રો થતા પરિવાર ના લોકો હાજર રહ્યા હતા.પોતાના રીશેપ્શન ને રૉયલ બનાવામાં સાઈના એ કઈ બાકી નથી રાખ્યું. આગળના દિવસોમાં લગ્ન પછી સાઈના અને પરુવલ્લી ઈશા અંબાણી ના રીશેપ્શન માં પણ નજરમાં આવ્યા હતા. આ દરમિયાન સાઈના એ ડાર્ક ગ્રીન કલરનું ગાઉન પહેર્યો હતો. રૉયલ રીશેપ્શન ના મામલામાં સાઈના એ દીપિકા અને રણવીર સિંહ ને પણ ટક્કર આપી દીધી છે. જણાવી દઈએ કે સાઈના અને પરુવલ્લી બંને જ હૈદરાબાદ ના રહેનારા છે અને આગળના 10 વર્ષ થી બંને રિલેશનશિપ માં છે.બંને ની મુલાકાત 2005 માં ત્યારે થઇ હતી જયારે તેમણે પુલેલાગોપીચંદ્ર થી ટ્રેનિંગ લેવાની શરૂ કરી હતી. સાઈના 20 મોટા ટાઇટલ જીતીને જ્યાં ભારતીય બેડમિન્ટન ની સુપરસ્ટાર બની ચુકી છે, જયારે પરુવલ્લી કશ્યપ પણ પુરુષો ની પ્રતિસ્પર્ધા માં સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. જો કે ખેલ જગત માં સાઈના અને કશ્યપ ના અફેયર ના ચર્ચા સમય-સમય પર ઉઠતી રહી છે. જો કે બંને એ ક્યારેય પોતાના રિલેશન નો સ્વીકાર મીડિયા સામે કર્યો ન હતો.પરુવલ્લી કશ્યપ ઘણીવાર એ કહેતા નજરમાં આવ્યા છે કે તેઓ માત્ર સારા મિત્રો જ છે.રિપોર્ટ અનુસાર 28 વર્ષ ની સાઈના ના 16 ડિસેમ્બર ના રોજ લગ્ન અને 21 ડિસેમ્બર ના રોજ રીશેપ્શન પાર્ટી હોવાની ચર્ચા હતી પણ સાઈના એ નક્કી કરેલી તારીખ ના બે દિવસ પહેલા જ ખુબ સાદગી થી લગ્ન કરી લીધા હતા. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here