સેફ-અમૃતા ના જયારે લગ્ન થયા ત્યારે કરીના ની ઉંમર જાણીને લાગશે તમને આઘાત

0

પોતાના બે-બે લગ્ન ને લઈને સૈફ અલી ખાન મોટભાગે ચર્ચામાં રહ્યા છે. જયારે સૈફ ના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા ત્યારે સૈફ ના ઘરના લોકો નારાજ હતા. કેમ કે અમૃતા સૈફ કરતા 12 વર્ષ મોટી હતી. પણ કહેવાય છે ને કે પ્રેમ હંમેશા આંધળો હોય છે અને પ્રેમ ની કોઈ ઉમર નથી હોતી. આવું જ કઈક સૈફ-અમૃતા સાથે પણ થયું હતું.
ઓક્ટોબર 1991 મા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના લવ મેરેજ એ દરેક ને ચોંકાવી દીધા હતા. આવી રીતે સૈફ એ પોતાનાથી 12 વર્ષ મોટી અમૃતા સાથે લગ્ન કરીને તેને પોતાની બેગમ બનાવી લીધી હતી. તેઓના લગ્ન માં ઘણા દિગ્ગજ લોકો શામિલ થયા હતા.
સૈફ-અમૃતા એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને તેઓ એ રીતે પોતાની દીવાનગી માં ખોવાઈ ગયા કે તેઓને કઈ બીજું નજર માં જ ના આવ્યું. જયારે તેઓના રિલેશન ની વાત તેઓના ઘરના લોકોને જાણ થઇ ત્યારે તેઓએ લગ્ન માટે ના કહી દીધી હતી. તે સમયે સૈફ પોતાનું કેરિયર બનાવા માટે મહેનત કરી રહ્યા હતા. જયારે બોલિવુડ ની ટોપ એક્ટ્રેસ તે સમયે અમૃતા સિંહ માનવામાં આવતી હતી.
તમને એ જાણીને હેરાની લાગશે કે જયારે તેઓના લગ્ન થયા ત્યારે સૈફ ની હાલની પત્ની કરીના ની ઉમર માત્ર 10 જ વર્ષ ની હતી. જયારે તેઓના લગ્ન થયા ત્યારે કરીના પણ ત્યાં મેહનામ બનીને પહોંચી હતી.    આ સિવાય કરીના એ સૈફ ને શુભકામનાઓ પણ આપી હતી. કરીના એ સૈફ ને કહ્યું કે ”મુબારક સૈફ અંકલ”. ત્યારે સૈફે પણ કરીના ને જવાબ માં કહ્યું કે, ”થેંક્યુ બેટા”. અને મજેદાર વાત એ છે કે જે સૈફ ને કરીના એ અંકલ કહીને બોલાવ્યા હતા આજે તે જ અંકલ તેના પતિ છે.રિપોર્ટ અનુસાર સૈફ સાથે ચાલી રહેલા એફેયર ને લીધે અમૃતા એ વર્ષ 2004 માં છૂટાછેડા લીધા હતા. વર્ષ 2012 માં સૈફ એ કરીના સાથે બીજા લગ્ન કર્યા હતા.
જયારે 2005 માં થેયલા એક ઇન્ટરવ્યૂ માં સૈફ એ કહ્યું કે,”અમૃતા મારી સાથે ખુબ ખરાબ વ્યવહાર કરતી હતી. તે હંમેશા મને ખરી ખોટી સંભળાવતી હતી. જો કે મેં તેનો આવો વર્તાવ ઘણા દિસવો સુધી સહન પણ કર્યો હતો પણ જયારે હદ પર થઇ ગઈ તો મેં અમૃતા ને છોડવાનો નિર્ણય લીધો હતો”.
છૂટાછેડા પછી અમૃતા એ સૈફ પર એલિમની ન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેના પર સૈફે કહ્યું, ”મારે અમૃતા ને 5 કરોડ રૂપિયા આપવાના હતા, હું 2.5 કરોડ આપી ચુક્યો છું. 1 લાખ રૂપિયા મહિનામાં અલગ થી આપી રહ્યો છું. ત્યાં સુધી આપીશ જ્યાં સુધી મારો દીકરો 18 વર્ષ નો ના થઇ જાય”.
”પણ મારી પાસે એટલા પૈસા નથી”. સૈફ ને એ વાત નું ખુબ દુઃખ હતું કે તેઓના બાળકો અમૃતા ના માતા-પિતા સાથે રહી રહ્યા હતા કેમ કે અમૃતા તે સમયે ટીવી સિરિયલો કરવામાં વ્યસ્ત હતી.
Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here