કરીના આ વ્યક્તિ માટે સૈફ અલી ખાન ને અવગણી (IGNORE) રહી હતી, સૈફ એ વર્ણવ્યું પોતાનું દર્દ….

0

સૈફ અલી ખાન અને કરીના કપૂર જો કે મોટાભાગે ચર્ચા માં બનેલા રહે છે. પણ હાલના દિવસોમાં તેઓના કરતા પણ વધારે ચર્ચામાં તેઓનો દીકરો તૈમુર અલી ખાન રહે છે. જેવું કે આપણે બધા જાણીએ છીએ કે તૈમુર બૉલીવુડ ના સૌથી લોકપ્રિય સ્ટાર કિડ્સ છે, જેના પર દરેક સમય મીડિયા ની નજરો બની રહે છે, અને તેની દરેક પ્રિતક્રિયાઓ કેમેરામાં નજરમાં આવે છે. તૈમુર ના જન્મ પછી કરીના ખુબ જ વ્યસ્ત રહેવા લાગી છે. જો કે પોતાની ફિલ્મો ની સાથે સાથે તે તૈમુર નું પણ ધ્યાન રાખી રહી છે.એવામાં એક એવા વ્યક્તિ પણ છે જેને કરીના કપૂર નો બધો જ સમય તૈમુર ને આપવો પસંદ નથી. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના જ પતિ સૈફ અલી ખાન છે. અને આ વાતનો ખુલાસો સૈફ એ રેડિયો શો માં કર્યો છે.
હાલના દિવસોમા કરીના રેડિયો શો ‘વોટ વુમેન વોન્ટ’ કરી રહી છે. અને આ જ રેડિયો શો ના દરમિયાન સૈફ એ તેને આ સવાલ પૂછ્યો હતો. રેડિયો શો પર સૈફ એ કહ્યું કે,”hi કરીના,તારા રેડિયો શો માટે તને આ સવાલ પૂછવો સારો વિચાર છે”.સૈફ એ કહ્યું કે,”એક વાર જો બાળક થઈ જાય તો લોકો કહે છે કે સંબંધ અને ચીજો બદલાઈ જાય છે. કેમ કે પત્નીઓ પોતાના બાળકો ની સાથે વ્યસ્ત થઇ જાય છે અને સંબંધ ધીમે ધીમે બદલવા લાગે છે, અને તે તમને એટલો સમય નથી આપી શક્તિ જેટલો પહેલા આપ્યા કરતી હતી. તો મારો સવાલ એ છે કે શું એવો કોઈ ઉપાય છે જેનાથી પતિ ને બાળક ના જન્મ પછી પણ વધારે સમય મળી શકે અને પતિ પોતાની પત્ની ને ખુશ રાખી શકે?”
સવાલ ના જવાબમાં કરીના એ કહ્યું,”આ ખુબ જ નટખટ વાત છે સૈફુ કે તે નેશનલ રેડિયો પર આ સવાલ પૂછ્યો છે, પણ મારે સવાલ નો જવાબ ન આપવો જોઈએ. મને લાગે છે કે પતિ એ હંમેશા પત્ની નો સાથ આપવો જોઈએ. બાળક નો અર્થ એ છે કે અઢળક જવાબદારીઓ અને તું પણ આ જવાબદારીઓને શેયર કરીશ તો પત્ની પોતાનામાં જ ખુશ થઇ જશે. જ્યાં સુધી મારા એટેંશન ની વાત છે…. તો એક સુંદર લોકેશન પર પોતાની પત્ની માટે એક રોમેન્ટિક ડેટ પ્લાન કરો જ્યાં તમારો દીકરો ના હોય અને પછી જુઓ કમાલ”.
કરીના એ કહ્યું,”જો તમારી પત્ની તમને એ કહે કે તે પોતાના બાળક ની સાથે સમય વિતાવવા માગે છે તો તમે ખોટું ના લગાડતા. તેનો અર્થ એ નથી કે તમને પ્રેમ નથી કરતી. તેનો અર્થ બસ એ જ છે કે તેનો વ્યુ પોઇન્ટ અમુક સમય માટે બદલાઈ ગયો છે. હાલ તો હું તમારી પાસેથી એક રોમેન્ટિક ડેટ ની ઉમ્મીદ કરું છું, ખુબ જ જલ્દી”.
સૈફ એ કરીના ને જે સવાલ કર્યો હતો તે દરેક કોઈ વ્યક્તિ ના મનમાં રહે છે, પણ કરીના એ જે જવાબ આપ્યો છે તેને પણ સાંભળવો કે સમજવો જોઈએ કે કોઈપણ પત્ની પોતાના પતિ ને પ્રેમ કરવાનું ઓછું નથી કરતી પણ બસ બાળક થયા પછી વધારે સમય અને ધ્યાન બાળકને મળતું હોય છે.Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here