સફેદ દાગના ઉપાય સંભવ છે, જાણો આયુર્વેદિક ઉપાય – શેર કરો માહિતી જેથી બીજાને લાભ મળે

0

સફેદ દાગ એટલે કે વિટીલાઈગોને લઈને ઘણા બધા ભ્રમ છે. લોકો આને ઈલાજ ન થઈ શકે એવી બીમારી માને છે અને ડોકટરના પ્રમાણે આ એક કોસ્મેટિક પ્રોબ્લેમ છે અને આનો ઈલાજ શક્ય છે.

આ બીમારીમાં બોડીમાં કોઈ ખાસ ભાગ પર પીગમેન્ટેશન થાય છે અને ધીમે ધીમે બોડીનો ઓરીજીનલ કલર ગાયબ થવા લાગે છે અને એ ભાગ પર વાઈટ પેચીસ ઉભરી આવે છે. વિટીલાઈગો એટલે કે સફેદ દાગ કોઈપણને થઈ શકે છે.

કોઈ આને છુત બીમારી માને છે, પણ આ એક કોસ્મેટિક પ્રોબ્લેમ છે અને આનો ઈલાજ શક્ય છે.

વિટીલાઈગોના કારણ શું છે ?

વિટીલાઈગોના કારણ જાણવા મુશ્કેલ છે, કારણ કે વિટીલાઈગો એ એક ઓટોઇમ્યુન બીમારી છે. આ રોગ ત્યારે જ થાય છે જ્યારે તમારા શરીરમાં ઇમ્યુન સિસ્ટમમાં કંઈક ખરાબી આવે અને શરીરનો કોઈ ભાગ આના કારણે પ્રભાવિત થાય. વિટીલાઈગો રોગ ત્વચામાં મેલેનોસાઇટ્સ ખતમ કરી નાંખે છે, જેના કારણે સફેદ પેચ ઉભરી આવે છે. કેટલાક શોધકર્તાઓનું માનવું છે કે વિટીલાઈગો થવાનું કારણ શરીરમાં મેલેનોસાઇટ્સનું આપોઆપ નષ્ટ થઈ જવું છે.

વિટીલાઈગોના લક્ષણો

શરીર પર વ્હાઇટ પેચ એ વિટીલાઈગોનું મુખ્ય લક્ષણ છે. શરીરના એ ભાગોમાં સફેદ દાગ વધારે દેખાય છે જ્યાં સૂર્યના કિરણો પડતા હોય, જેમ કે હાથ, પગ, ચહેરા પર અને હોઠ પર. અન્ય લક્ષણોમાં બગલના આસપાસ, મોઢા આસપાસ, નાભિ પર, ગુપ્તાંગના ભાગ પર સફેદ દાગ જોવા મળે છે. માથાના વાળ સમય પહેલા જ ભૂરા થવા જેવા લક્ષણો જોવા મળે છે.

આ છે કારણો

– પારિવારિક એટલે કે જો પિતાને હોય તો પુત્રને પણ આ રોગ થઈ શકે છે. એટલે કે વારસાગત લક્ષણ જોવા મળી શકે છે.

– એલોપેશીયા એરિયાટા એટલે કે એ બીમારી કે જેમાં નાના નાના ગોળ આકાર સ્વરૂપમાં શરીરમાંથી વાળ ગાયબ થવા લાગે છે.

– બર્થ માર્ક કે મસાના કારણે. મસા કે બર્થ માર્ક મોટા થવા લાગે અને એના આજુબાજુની ચામડીનો રંગ બદલાવા લાગે.

– કેમિકલ લ્યુકોર્ડમા એટલે કે ખરાબ ક્વોલિટી વાળો ચાંદલો કે ચપ્પલ વાપરવાથી.

– વધારે કેમિકલ એક્સપ્લોઝર એટલે કે કેમિકલ કે પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરનાર લોકો પર આનો ખતરો વધારે રહે છે. કિમો થેરાપીથી પણ થઈ શકે છે.

– થાઇરોઇડ સંબંધી બીમારી માટે
તાંબાના વાસણમાં પાણી પીવું જોઈએ. તાંબુ મેલેલીન બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. આ માટે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરી રાખો અને સવારે પીવો. આ વર્ષો પહેલાનો મેલેલીન નિર્માણ કરવાનો તરીકો છે.

નારિયેળ તેલ

આ ત્વચાને પુનઃ વર્ણકતા પ્રદાન કરવામાં સહાયક છે અને સાથે ત્વચા માટે ઉપયોગી પણ છે. નારિયેળના તેલમાં જીવાણુવિરોધી અને સંક્રમણ વિરોધી ગુણ પણ હોય છે. પ્રભાવિત ત્વચા પર બે ત્રણ વાર તેલની માલિશ કરવી ફાયદાકારક છે.

બાથુઆના પાન

આપ પાનનો ઉપયોગ સફેદ દાગના ઉપચાર માટે થાય છે. ભોજન બનાવવાથી લઈને આની પત્તીઓનો રસ લગાવવામાં કામ આવે છે.

હળદર

સરસ્યું તેલ અને હળદર મિક્સ કરીને એ લેપ લગાવવો ફાયદાકારક છે. આ માટે એક કપ સરસ્યું તેલ અને પાંચ મોટી ચમચી હળદરને મિક્સ કરીને લેપ બનાવો અને પ્રભાવિત ત્વચા પર દિવસમાં બે વાર લેપ લગાવો. આ પ્રયોગ એક વર્ષ સુધી કરો.

લીમડો

લીમડો એક ઉત્તમ રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર આયુર્વેદિક ઔષધિ છે. લીમડાના પાનને છાસ સાથે મિક્સ કરીને લેપ બનાવો અને ત્વચા પર લગાવો, હવે આ લેપ જ્યારે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. તમે લીમડાના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ સિવાય જ્યુસનું પણ સેવન કરી શકો છો.

આ ચીજોનું રાખો ધ્યાન

  • – વધારે પડતા મીઠાનું સેવન ન કરો
  • – દુધથી બનેલી ચીજોનું સેવન ઓછું કરો અને માછલી અને દૂધ ક્યારેય એક સાથે ન લો.
  • – કડવા શાકભાજીનું સેવન વધારે કરો
  • – ખાટા ફળો, માંસાહારી અને વાસી ખોરાકના ભોજનના સેવનથી બચો.
  • – યોગ અને ધ્યાનથી તણાવને ઓછો કરો.
  • – ખદીરા, બાકુચી, ભલ્લાટક, મુલાકા, દરુહરિદ્ર, અરાગઢ, હરિતકી જેવી દવાઓ વિષાણુઓના ઉપચાર માટે વપરાય છે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here