સફેદ અને મજબૂત દાંતો માટે અપનાવો આ 5 આયુર્વેદિક ટિપ્સ…

0

દાંતો ને સફેદ અને મજબૂત બનાવા માટે ઘણી દવાઓ અને લીકવીડ મળે છે, પણ તેના સાઈડ ઇફેક્ટ પણ હોય છે. દાંતો ની ચમક હંમેશા બનાવી રાખવા માટે ઘરેલુ નુસ્ખા ઉપીયોગ માં લઇ શકો છો.  જો કે દાંત કુદરતી રીતે સુંદર અને મજબૂત હોય છે પણ ખોટા ખાનપાન અને યોગ્ય સાફ સફાઈ ન રાખવા પર તે કમજોર બની જાતા હોય છે. જો તમે તમારા દાંતો ને જીવનભર મજબૂત અને પીળાપણા ને દૂર કરવા માગો છો તો આજે અમે તમને અમુક ટિપ્સ જણાવીશું.

1. કેળા: કેળા માં કૈલ્શિયમ ની માત્રા વધુ હોય છે. જે દાંતો ની સમસ્યાઓને દૂર કરવામાં વધુ મદદગાર સાબિત થાય છે. તેના માટે કેળા ની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને રોજ એક મિનિટ સુધી દાંતો પર મસાજ કરો.

2. બેકિંગ સોડા:ચમકદાર દાંતો માટે બેકિંગ સોડા નો પણ પ્રયોગ કરી શકાય છે. સવારે બ્રશ કર્યા પછી થોડા બેકિંગ સોડા લઈને દાંત સાફ કરો. તેનાથી દાંતો પર જામેલી પીળી પરત ધીમે-ધીમે સાફ થઇ જાય છે. ટૂથપેસ્ટ માં બેકિંગ સોડા મિલાવીને બ્રશ કરવાથી પણ દાંત સાફ થઇ જાય છે.

3. સ્ટ્રોબેરી:સ્ટ્રોબેરી માં મળી આવતું મૈલિક એસિડ દાંતો ને સફેદ અને ચમકદાર બનાવે છે. પહેલા સ્ટ્રોબેરી ને પીસી લો. પછી તેના પલ્પ માં થોડું બેકિંગ સોડા મિક્સ કરો. બ્રશ કર્યા પછી આ મિશ્રણ ને આંગળી વડે દાંતો પર લગાવો.

4. લીંબુ:જે દાંત અને પેઢા માટે ખુબ જ કારગર છે. તેના માટે એક લીંબુ ના રસમાં તેટલી માત્રા માં પાણી મિલાવી લો. જમ્યા પછી દરેક વખતે આ પાણીના કોગળા કરવાથી દાંતો માં જામ મેલ અને પીળાશ, અને દુર્ગંધ દૂર થઇ જાય છે.

5. તુલસી:તુલસી માં રોગ પ્રતિરોધક ક્ષમતા ને વધારવાની સાથે જ દાંતો નું પીળાપણું દૂર કરવાની પણ અદ્દભુત ક્ષમતા મળી આવે છે. તુલસી મોં અને દાંત ના રોગો થી પણ બચાવે છે. તેના માટે તુલસી ના પાન ને તડકામાં સુકવી લો, પછી તેના પાઉડર ને ટૂથપેસ્ટ માં મિલાવીને બ્રશ કરો. જલ્દી જ તમારા દાંત ચમકી ઉઠશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here