ઋષિ કપૂરની દીકરી ખુબ જ છે ગ્લૈમર અને સ્ટાઈલીશ, રહે છે બોલીવુડની દુનિયાથી દુર, જુઓ PHOTOS….

0

બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર હાલ 65 વર્ષના થઇ ચુક્યા છે. ઘણા વર્ષોના રીલેશન બાદ ઋષિ કપૂરે 1980 માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેનાં લગ્નથી તેઓને બે બાળકો છે એક દીકરો અને એક દીકરી. દીકરા રણબીર કપુરને તો તમે જાણો જ છો, પણ શું તમે તેની દીકરી રીધીમાં કપૂરને જાણો છો? આજે અમે તમને રીધીમાં વિશેની અમુક દિલચસ્પ વાતો કહેવા જઈ રહ્યા છીએ. રીધીમાનો જન્મ 15 સપ્ટેમ્બર 1980 નાં રોજ થયો હતો. કપૂર ખાનદાનની જો કે ઘણી એવી દીકરીઓ બોલીવુડમાં રાજ કરી રહી છે, પણ રીધીમાનું આ બધાથી એકદમ ઉલટું જ ચાલી રહ્યું છે.તે બોલીવુડની દુનિયાથી ખુબ જ દુર રહે છે, રીધીમાં ઉમરમાં કરીના કરતા માત્ર 6 દિવસ મોટી છે. રીધીમાંએ ફેશન ડીઝાઇનિંગ અને ઇંટીરીયર ડીઝાઇનિંગનો કોર્સ કરેલો છે. રીધીમાં ફેશન ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે.

રીધીમાં ને શરૂઆતથી જ બોલીવુડ એક્ટ્રેસ બનાવની કોઈ જ ઈચ્છા ન હતી, અને તેને લીધે તેણે પોતાનું કેરિયર પણ જ્વેલરી ડીઝાઇનિંગમાં જ બનાવાનું નક્કી કર્યું.રીધીમાએ 25 જાન્યુઆરી 2006 નાં રોજ પોતાના જુના દોસ્ત અને દિલ્લીનાં બીઝનેસમૈન ભરત સાહસી સાથે લગ્ન કર્યા હતા.આ બંને ની મુલાકાત 1997 માં લંડનમાં થઇ હતી. તેના બાદ વર્ષ 2001 માં બંને મુંબઈમાં એક લગ્નમાં મળ્યા જ્યાં બંનેની જાન પહેચાન થઇ. પુરા 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનએ લગ્ન કર્યા હતા. 23 માર્ચ 2011 ના રોજ બંને એક દીકરીના માં-બાપ બન્યા. એક દીકરીની માં હોવા છતાં પણ રીધીમાંએ પોતાનો બીઝનેસને ન છોડ્યો અને એક દીકરીને સંભાળવાની સાથે સાથે તે પોતાના બીઝનેસને પણ સંભાળી લેતી હતી.રીધીમાંએ આર જ્વેલરી નામની એક જ્વેલરી બ્રાંડ બનાવી છે અને તેને સારા મુકામ સુધી પણ લઇ ગઈ. આજે તેની ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ છે. જણાવી દઈએ કે હાલમાં જ દિલ્લીમાં રીધીમાંનું નામ ટોપ 25 બીસનેસમૈનમાં શામિલ કરવામાં આવેલું છે. રીધીમાએ પોતાની મહેનત અને પોતાના કામ પ્રતિ લગનથી આજે કરોડોનો બીઝનેસ ઉભો કરી નાખ્યો છે અને તે મોટાભાગે બોલીવુડની પાર્ટીસ અને એવોર્ડ ફંકશનમાં પણ જોવા મળે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!