સ્પેશિયાલિસ્ટ રૂજુતા દિવેકર જેને કરીના થી લઈને મોટી મોટી હિરોઈનના વજન ઉતારવામાં ટિપ્સ આપી, જાણો કે સાંજ ના નાશ્તા માં શું ખાવું જોઈએ…

0

સામાન્ય રીતે નાશ્તાનો સમય 4 થી 6 સુધીનો માનવામાં આવે છે, જેમાં તમે અનહેલ્દી સ્ટ્રીટ ફૂડ નો આનંદ લઇ શકો છો. તેનું કારણ છે કે સાંજના 4 થી 6 ની વચ્ચે તેમ મોટાભાગે કોલેજમાં કે ઓફિસમાં કાર્યશીલ હોવ છો જેને લીધે તમે ઘરના નાશ્તા સુધી પહોંચી નથી શકતા.  ઘણા લોકોનું કહેવું છે કે જો તમે દિવસમાં હેલ્દી ખોરાક લો છો સાંજ ના નાશ્તા માં થોડી ઘણી છેતરપિંડી લઇ લેવી જોઈએ. પણ શું તમે જાણો છો કે રસ્તા પર જે સ્ટ્રીટ ફૂડ મળે છે તેમાં કેટલી માત્રા માં કેલરીઝ હોય છે? જો તમે સાંજ ના નાશ્તા માં સમોસા, વડા પાઉં, બિસ્કિટ વગેરે લો છો, તો તમારે એ જાણવું જરૂરી છે કે કરિના કપૂરની ડાયટિશિયન રૂજુતા દિવેકર આ બાબત વિશે શું કહે છે.

તે કહે છે કે સાંજે 4 થી 6 ની વચ્ચે તમારી પાસે એક પૌષ્ટિક ભોજન હોવું જોઈએ. આવો તો જાણીએ કે સાંજના નાશ્તા માં તમારે શું લેવું જોઈએ.

1. મુઠ્ઠી ભર મગફળી કે ચણા:
જે ભૂખને નિયંત્રિત કરે છે, રાતે ખાવાથી બ્લોટિંગ ને રોકે છે. જો તમે રાતનું ભોજન 8 વાગ્યા ના પહેલા લો છો તો તમારે આ નાશ્તો જરૂર ખાવો જોઈએ. આ નાશ્તો ડાયાબિટીસ ના રોગીઓ માટે ખુબ યોગ્ય છે.

2. ઘી-ગોળ અને રોટલી:જો તમે સક્રિય રહો છો, કે પછી ઘરથી દૂર રહીને કામ કરો છો અને 9 વાગે રાતનું ભોજન લો છો તો પછી આ નાશ્તો તમારા માટે એકદમ યોગ્ય છે. આ સિવાય તમને રાતે ઊંઘ સારી નથી આવતી કે પછી કબજિયાત ની સમસ્યા રહે છે તો તમે તેને ચોક્કસ ખાઓ. આ નાશ્તો હિમોગ્લોબીન નું સ્તર વધારવા માટે પણ ખુબ સહાયક છે.

3. પૌઆ, ઉપમા, ઢોસા, ઘરના ખાખરા કે મઠરી, બેસનના લાડુ:જો સાંજ પછી તમારા કામનો બોજ વધે છે કે પછી સાંજે તમારે પાર્ટીમાં જાવાનું હોય કે પછી લગાતાર માથાના દુખાવો કે પછી ઇમ્યુનીટી ના શિકાર છો તો ઉપરની કોઈપણ ચીજો તમે સાંજના સમયે ખાઈ શકો છો, અને જો આમાંની કોઈ જ ચીજ ઉપલબ્ધ નથી તો તમે ગ્રિલ્ડ સબ્જી કે પનીર સેન્ડવીચ પણ ખાઈ શકો છો.

4. ચાટ,સમોસા,સ્ટ્રીટ ફૂડ:તમે આ ચીજો નો આનંદ લઇ શકો છો પણ યાદ રાખો કે તેને અઠવાડિયા માં માત્ર એક જ વાર ખાવાનું રહેશે. જણાવી દઈએ કે સ્ટ્રીટ ફૂડ ખાવાનો સૌથી ખરાબ સમય રાતનો માનવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here