રૂડી-રૂપાળી છોકરી શોધી રહ્યા છો? તો મળો આ કામિયાબ 11 મહિલાઓને, જેઓ રંગ રૂપથી સાવલી છે….વાંચો આર્ટીકલ તમે ભેદભાવ ભૂલી જશો

0

હાલ માં જ એક આર્ટીકલમાં કઈક એવી હેડલાઈન હતી કે, ‘चुटकीभर नमक में मिलाएं ये 2 चीज़ें और सिर्फ़ 15 मिनट में पाएं सांवले रंग से निजात.’ આ ખબર ને એક ભણેલ-ગણેલ વ્યક્તિ દ્વારા શેઈર કરવામાં આવ્યું હતું બાદમાં આ પ્રકારની માનસિકતા પર ચર્ચા થવા લાગી. કોઈ તેને ‘હર ઇન્સાનના દિલની ઈચ્છા બતાવી રહ્યા છે’, તો અમુક એવા પણ હતા, જેઓ સીધા જ આ ખબરનો વિરોધ કરી રહ્યા છે. જો કે આવી વાતો હંમેશા થી જ ચાલતી આવી છે. અસલ મુદ્દા પર આવીએ તો રંગભેદની નીતિ માટે નેલ્સન મંડેલા થી લઈને માર્ટીન લુથર કિંગ સુધીનાં લોકો લડ્યા હતા, પણ રંગભેદની નીતિને ખત્મ કરી શક્યા ન હતા.

અન્ય દેશોને બાદ કરતા હિંદુસ્તાનની વાત કરીએ તો આપણે ખુદને રંગભેદની નીતિના શિકાર થતા જોઈએ છીએ. કાલુ, કાળા જેવા શબ્દો ભલે આપણને સામાન્ય લાગતા હોય, પણ અસલમાં આ રંગોને અમુક ખાસ લોકો માટે ઉપીયોગમાં લેવામાં આવ્યા છે. હિંદુસ્તાનમાં કદાચ કોઈ જ એવો છોકરો હશે જેમના સપનામાં આવતી પરી કાળા રંગની હોય. બચપનથી જ તેઓ એવી છોકરીના સપનાઓ જોતા હોય છે, જે દૂધ કરતા પણ ગોરી હોય. પણ શું કોઈનો રંગ જ તેમની કિસ્મત અને અને તેના સપનાઓનો નિર્ધારણ કરતો હોય છે?

આજે આ સવાલનો જવાબ અમે અમુક એવી વ્યક્તિઓ વચ્ચે શોધવાની કોશીસ કરીશું, જેઓ રંગના મામલામાં ખુબ જ સાવલા હોય પણ બુલંદીયોના મામલામાં આગળ હોય.

1. સેરેના વિલિયમ્સ:

સેરેના લોન ટેનીસ ની દુનિયામાં એક જાણીતું નામ છે, જેની એક જલક પામવા માટે દર્શકોની લાંબી લાઈનો લાગેલી હોય છે. વીમેન ટેનીસ એસોસિએશનની રૈકિંગમાં સેરેના 2002 થી લઈને આજ નાં 2017 સુધી પહેલા સ્થાન પર છે.

2. નંદિતા દાસ:

નંદિતાનું નામ બોલીવુડની તે એક્ટ્રેસેસમાં શામિલ છે, જે પોતાની મેથ્સ એક્ટિંગના દમ પર ફિલ્મોની રંગીન દુનિયા માં પોતાની જગ્યા બનાવી ચુકી છે. નંદિતા ‘હજાર ચૌરાસી કી માં’, ‘Earth’, ‘ફાયર’ જેવી બેમિસાલ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવી ચુકી છે.

3. Halle Berry:

‘જેમ્સ બોન્ડ’ અને ‘એક્સ મેં’ જેવી ફિલ્મોને લઈને લોકોનાં દિલોમાં પોતાની જગ્યા બનાવી ચુકેલી હોલીવુડ અભિનેત્રી  Halle Berry તે લોકોમાંની એક છે, જેઓએ પોતાના સપનાઓ આગળ પોતાના સાવલા રંગને આવવા ન દીધો. તેની કાબિલિયતનો અંદાજો એ જ વાત પરથી લગાવી શકાય છે કે તે હોલીવુડની સૌથી વધુ સેલેરી મેળવનારી એક્ટ્રેસ છે. સાથે જ તે પોતાની ફિલ્મ ‘Monster’s Ball’ માટે ઓસ્કર એવોર્ડ પણ જીતી ચુકી છે.

3. Oprah Winfrey:

યુરોપ અને અમેરિકામાં Oprah Winfrey પહેલાથી જ એક જાણીતું નામ છે. હિંદુસ્તાનમાં આ નામ પર ચર્ચા તે સમયે શરુ થઇ હતી જ્યારે Oprah Winfrey તાજમહેલ જોવા માટે આગ્રા પહોંચી હતી. Oprah નો ટેલીવિઝન શો ‘The Oprah Winfrey Show’ અમેરિકાનો Highest-Rated ટેલીવિઝન પ્રોગ્રામ હતો, જેણે દરેક રેકોર્ડને તોડીને એક નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

4. રિહાના:

પોતાની ગાઇકીને લીધે હોલીવુંડમાં પોતાની જગ્યા બનાવનારી રિહાના આજ એક સફળ અભીનેત્રી અને લેખકના રૂપમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. રીહાનાની કામિયાબીનો અંદાજો તે વાત પરથી લગાવી શકાય છે કે તેનું નામ 8 Grammy Award, 12 બિલબોર્ડ મ્યુઝીક એવોર્ડ, 12 અમેરિકન મ્યુઝીક એવોર્ડ અને 8 People’s Choice Award છે.

5. સ્મિતા પાટીલ:

સ્મિતા પાટીલ તે અભિનેત્રીઓ માની એક છે, જેમણે સાવલા રંગની સાથે બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી, પણ પોતાના અભિનયની ભ્રાંતિઓને તોડી નાખ્યું. સ્મિતા એ 80 થી વધુ હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું છે અને બે નેશનલ સહિત અન્ય એવોર્ડ પણ જીત્યા હતા.

6. પ્રિયંકા ચોપડા:

વર્ષ 2000 માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ચર્ચામાં આવેલી પ્રિયંકા ચોપડા આજે કોઈ ઓળખાળ ની મોમતાજ નથી રહી. પ્રિયંકા બોલીવુડનાં તે કલાકારોમાં ની એક છે, જેઓએ હોલીવુંડમાં પણ પોતાની એક્ટિંગની અદા દેખાડી હતી.

7. રાની મુખર્જી:

સામાન્યથી નૈન-નક્શ લઈને જ્યારે રાની મુખર્જીએ બોલીવુડમાં કદમ રાખ્યો, તો કોઈએ વિચાર્યું પણ નહી હોય કે એક દિવસ આ યુવતી બોલીવુડમાં એક્ટ્રેસ હોવાનો માપદંડો તોડીને એક નવો જ કીર્તિમાન લખશે.

8. Janet Jackson:

જૈક્સન પરિવારની સૌથી નાની સદસ્ય  Janet Jackson પણ પોતાના પરિવારની પરંપરાને નિભાવતા સિંગિંગની દુનિયામાં આવી હતી. આગળના 30 વર્ષ દૌરાન  Janet એ પોતાની પહેચાન પોપ્યુલર કલ્ચરના આઈડલના રુપમાં સ્થાપિત કરી છે.

9. કર્ણમ મલ્લેશ્વરી:

વર્ષ 2000 ના સિડની ઓલોમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ ભારત માટે વેટ લીફટીંગમાં કાંસ્ય પદક જીત્યું, તેની પેલા ભારત આ પ્રતિયોગીતાની શરૂઆત માં જ બહાર થઇ જતું હતું.

10. પી વી સિંધુ:

પી વી સિંધુ નું નામ હિંદુસ્તાનની તે દીકરીઓમાંનું એક છે, જેઓએ વિશ્વ પટલ પર દેશનું નામ રોશન કર્યું. બેડમીંટન પ્લેયર માં દેશ માટે પહેલુ મેડલ લાવનારી સિંધુ ઇન્ટરનેશનલ રેન્કમાં 3 નંબર પર છે.

11. કવિતા કૃષ્ણન:

ઓલ ઇન્ડીયા પ્રોગ્રેસીવ વીમેન એસીસીએશનના સેક્રેટરીના પદ પર તૈનાત કવિતા તે મહિલાઓમાંની એક હતી, જે પુરષ પ્રધાન સમાજની સંકીર્ણ સોચને તોડવાનું કામ કરી રહી હતી. પછી કોઈ મહિલા અધિકાર સાથે જોડાયેલો કોઈ મુદ્દો હોય કે કોઈ અલ્પસંખ્યકના અધિકારોનો મામલો હોય, કવિતા મોટાભાગે આવા મામલાને  ઉઠાવતી જોવા મળી છે.

અન્ય પણ એવી ઘણી મહિલાઓ છે, જે હર દિન રંગભેદની દીવાલ તોડીને કામીયાબીની નવી કહાની લખી રહી છે. આ મહિલાઓની કામિયાબી કહે છે, ‘તમે તમારા વિચારો બદલો કે ન બદલો, અમે તો બદલી ગયા છીએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.