રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ

0

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળની પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઇ ગઈ છે, જેના માટે ફોર્મ ભરવાની તારીખો 5 એપ્રિલથી 15 એપ્રિલ છે. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માગતાં અને 1 જૂન 2019 સુધીમાં પાંચ વર્ષ પૂરાં કરી ચૂકેલાં ગરીબ અને વં‌ચિત જૂથનાં બાળકો માટે શાળામાં પ્રવેશ માટે ઓનલાઇન એડ‌િમશન ફોર્મ ભરી દસ્તાવેજી પુરાવા સાથે સ્વીકાર કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે.

પ્રવેશ મેળવવા ઇચ્છતાં બાળકોના વાલીઓએ પહેલાં www.rtegujarat.org વેબ પોર્ટલ પર પ્રવેશફોર્મ ભરવું પડશે. આ વેબસાઇટ પર જ અરજી સાથે સાથે ક્યાં પુરાવાઓ રજુ કરવાના છે એ વિષેની માહિતી પણ મળી જશે. ઓનલાઇન પ્રવેશફોર્મ 5 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં ભરી શકાશે. વેબસાઈટ પર આ ઓનલાઇન ફોર્મમાં બધી જ વિગતો ભરવાની રહેશે. અને અંતે આપણી સ્ક્રીન પર જોવા મળતા એપ્લિકેશનનો નંબર પણ નોંધી લેવો જથી આ નંબર કોઈ પણ બદલાવ માટે કામ લાગે. ઓનલાઇન ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢીને તેની સાથે જરૂરી આધાર- પુરાવા જોડીને નજીકના સ્વીકાર કેન્દ્ર પર કામકાજના સમયગાળામાં જમા કરાવવાના રહેશે.

Image Source

તમે www.rtegujarat.org પર જઈને રીસીવિંગ સેન્ટર પર જઈને તમારી નજીકના સ્વીકાર કેન્દ્ર વિશેની માહિતી જાણી શકો છો. આ સાથે જ તેમાં શાળાનું નામ, અધિકારીનું નામ, શિક્ષકનું નામ, મોબાઈલ નંબર વગેરે જાણકારી પણ આપવામાં આવી છે, જેથી કોઈ પણ વાલી મદદ માટે જે-તે વિસ્તારના સ્વીકાર કેન્દ્રના અધિકારીનો સંપર્ક કરી શકે. સ્વીકાર કેન્દ્રનો સમય સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીનો હોય છે.

ફોર્મ ભરવાની સમય મર્યાદા દરમ્યાન જેટલા પણ ફોર્મસ આવ્યા હશે એમાંથી પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવશે. RTE એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પણ ગરીબ અને વં‌ચિત જૂથનાં બાળકો માટે 25 ટકા જગ્યા અનામત રાખવામાં આવે છે. આ એક્ટ અંતર્ગત ગરીબ અને વં‌ચિત જૂથનાં બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1થી 8 સુધીનું ભણતર મફતમાં મળે છે.

Image Source

ઓનલાઇન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો: http://www.rtegujarat.org/

વધુ માહિતી માટે ક્લિક કરો: http://www.rtegujarat.org/assets/client/pdf/instruction.pdf

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here