આખરે આવી જ ગયો આંકડો, આટલો ખર્ચો ગયો રોયલ લગ્નમાં, રણવીર કે દીપિકામાં કોણ છે વધુ પૈસાદાર? વાંચો રસપ્રદ

0

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એ કોંકણી અને સિંધી રીતિરિવાજ થી લગ્ન કરીને હંમેશા માટે એકબીજાના થઇ ગયા છે. બંને ના લગ્ન વિશે સોશિયલ મીડિયા અને TV માં ખુબ તહેલકો મચાવ્યો.આજે 18 નવેમ્બર દીપિકા અને રણવીર ઇટલી થી મુંબઈ પહોંચ્યા. મીડિયા અને ફેન્સ એ બંને નું ભવ્ય સ્વાગત કર્યું.

દીપિકા અને રણવીર એ એક જેવા જ કપડાં પહેર્યા હતા. દીપિકા ના માથામાં સિંદૂર, મંગળસૂત્ર અને હાથમાં બંગડી પહેરેલી નઝર આવી.. આ બંને નો સમય અત્યારે સૌથી સારો છે, ચારે બાજુ એમની જ વાતો થઇ રહી છે. રણવીર ના એક ફિલ્મ કરવામાં 8 કરોડ રૂપિયા લે છે જયારે દીપિકા એક ફિલ્મ કરવાના 9 કરોડ રૂપિયા ફી લે છે.

બંને એ પોતના લગ્ન પર કરોડોનો ખર્ચો કર્યો. ચાલો તમને જણાવી દઈએ કે બંને પાસે કુલ કેટલી સંપત્તિ છે. સૌથી પહેલા વાત કરીએ દીપિકા ની….. દીપિકા બોલીવુડની ટોપ નંબરની હિરોઈન છે. દીપિકા એ સંજય લીલા ભણસાલી ફલ્મ પદ્માવત માટે 12 કરોડ ફી લીધી હતી.

ફિલ્મ પદ્માવત માં દીપિકા ની ફી રણવીર અને શાહિદ કપૂર કરતા પણ વધુ હતી. ફોર્બ્સ ના 2017 માં સૌથી આમિર 100 સેલિબ્રિટી નું લિસ્ટ બહાર પડ્યું હતું. એમાં દીપિકા પાદુકોણ 11 માં નંબર પર હતી. એની કુલ સંપત્તિ 59.5 કરોડ રૂપિયા જણાવી હતી. દીપિકા બ્યુટી બ્રાન્ડ, Goibibo, Axis બેન્ક, એશિયન પેન્ટ્સ જેવી બ્રાન્ડ્સ ની એડ્સ કરે છે.

આ કારણે દીપિકા એક ફિલ્મ નો 5 થી 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલીવુડમાં રણવીર કપૂર 10 માં નંબર પર છે. એની કુલ સંપત્તિ 62.6 કરોડ રૂપિયા છે. રણવીર સિંહ ટુરિઝમ, ચિંગ સિક્રેટ, જેક એન્ડ જોન્સ, રૂપ જેવા બ્રાન્ડ ને પ્રોમોટ કરે છે.

આ માહિતી પ્રમાણે સૌથી વધુ કમાઈ કરવામાં રણવીર દીપિકા થી વધુ અમીર છે. બંનેના લગ્નમાં આશરે 17 કરોડ રૂપિયા ખર્ચો થયો હતો. દીપિકા એ લગ્નમાં 1.5 કરોડનો લહેંગો પહેર્યો હતો. એન્ગેજમેન્ટ ની રિંગ 3 કરોડ ની હતી. સાથે જ દીપિકા ના મંગળસૂત્રની કિંમત 20 લાખ રૂપિયા જાણવામાં આવે છે .

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here