સ્મિત કરી રહી હતી પ્રિયંકા અચાનક જ રોઈ પડ્યા નિક જૉનસ, જાણો એવું તે શું બન્યું…

0

દીપ-વીર ના લગ્ન પછી લોકો ને નિક-પ્રિયંકા અને ના લગ્ન ની વાટ હતી. ફિલ્મોમાં અનેક વાર દુલ્હન બનેલી પ્રિયંકા પોતાના અસલ જીવનમાં જયારે દુલ્હન બનશે ત્યારે તે કેવી લાગશે તે જાણવા માટે ફેન્સ ખુબ જ ઉત્સુક રહ્યા હતા. સાથે જ લોકો ને એ પણ જોવામાં ઉત્સુકતા હતી કે આખરે આ વિદેશી વરરાજો શેરવાની માં કેવો લાગશે. જો કે પેહલા બંને ના ક્રિશ્ચન રિવાજોથી અને પછી હિન્દૂ રિવાજો થી લગ્ન થયા હતા. આ વચ્ચે એક સુંદર ક્ષણ પણ સામે આવી છે. આ તે ક્ષણ હતી જયારે પ્રિયંકા સફેદ ગાઉન પહેરીને નિક ની પાસે આવી રહી હતી અને લગ્ન માટે તૈયાર નિક ની આંખો માં આંસુ આવી ગયા.

બંને ના લગ્ન નો એક વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ખુબ જ સુંદર રીતે સફેદ ગાઉન માં પ્રિયંકા પોતાના હાથ માં ફૂલો નો ગુલગસ્તો લઈને નિક ના તરફ આવી રહી છે.

જયારે રોઈ પડ્યા નિક:પ્રિયંકા એ રાલ્ફ લૉરેન ગાઉન પહેરી રાખ્યું હતું. આ ગાઉન ખુબ જ સુંદર હતું અને આ ગાઉન માં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી હતી. પ્રિયંકા ના પિતા આ સુંદર નજારો જોવા માટે જીવિત ન હતા, પણ તેની માં એ પોતાની દીકરી માટે આ સમય ખુબ જ ખાસ બનાવ્યો હતો.પરીઓની કહાની જેવા હતા પ્રિયંકા ના લગ્ન:
પ્રિયંકા-નિક ના લગ્ન એકદમ તેવી જ રીતે હતા જેવી બાળપણ માં આપણે પરીઓની વાર્તાઓ સાંભળતા હતા. પ્રિયંકા એક રાજ કુમારી લાગી રહી હતી અને નિક એક રાજકુમાર. પ્રિયંકા ને પોતાના તરફ આવતી જોઈને નિક ની આંખો માં આંસુ આવી ગયા હતા.જયારે પ્રિયંકા ના ચેહરા પર એક સ્મિત દેખાઈ રહ્યું હતું. બંને એ એકબીજા ને પોતાની વીંટી ની અદલાબદલી કર્યા પછી એકબીજા ને કિસ કરી હતી. બંને ના લગ્ન પછી કૉકટેલ પાર્ટી પણ હતી જેમાં દરેકે ખુબ મસ્તી પણ કરી હતી.
જો કે એક એવો પણ નજારો તેઓના લગ્ન માં થયો જયારે પ્રિયંકા અને નિક ના લગ્ન ના રિવાજો થઈ રહ્યા હતા ત્યારે પ્રિયંકા રોવા લાગી હતી. તેમણે એકબીજાને તે સમયે વચન આપ્યું કે હંમેશા એકબીજા ને આવો જ પ્રેમ કરતા રહેશે અને પોતાના વચનો ને ક્યારેય પણ ભૂલશે નહિ.

પીએમ પણ રહ્યા હાજર:જો કે આ બધાથી ખાસ તેઓના રીશેપ્શન માં પીએમ મોદી તેઓને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે પ્રિયંકા એ ખાસ પીએમ મોદી જી ને આમંત્રિત કર્યા હતા. બને ના લગ્ન માં એક તરફ જ્યાં પશ્ચિમી સંસ્કૃતિ જોવા મળી તો બીજી તરફ દેશી રંગ માં બંને ની જોડી ખુબ જ સુંદર લાગી હતી. પ્રિયંકા અને નિક ને આપણા ભારતીય દેશી રિવાજો અનુસાર વરમાળા પહેરાવવાના સમયે ઉઠાવી લીધા હતા, પ્રિયંકા નું કન્યાદાન પરિનીતી ચોપરા ના માતા-પિતા એ કર્યું હતું.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here