રોટલી બનાવતા પહેલા અને પછી જરૂર કરો આ કામ, જીવનમાં ક્યારેય ગરીબી જોવાનો વારો નહીં આવે….

ભારત વિભિન્ન સંસ્કુતિઓનો દેશ છે. અહીં ઘણા ધર્મ અને જાતિના લોકો રહે છે. ભારત ના અલગ અલગ હિસ્સાઓમાં લોકોની રહેણી કરણી અને ખાન પાન પણ અલગ અલગ હોય છે. એવામાં દરેક જગ્યા પર ઘણા પ્રકારના વ્યંજન પણ બનાવામાં આવે છે. પણ પુરી દુનિયામાં એક એવી ચીજ છે જેને દરેક ઘરોમાં બનાવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ રોટલી ની. તમે અઠવાડિયા માં ગમે તે ચીજો ખાઈ લો પણ જ્યા સુધી બે-ત્રણ વાર રોટલી ન ખાઈ લઈએ ત્યાં સુધી જાણે કે પેટને શાંતિ નથી મળતી. કદાચ આ જ કારણ છે કે ભારતના લગભગ દરેક ઘરોમાં રોટલી જરૂર બનાવામાં આવે છે.
પણ શું તમે જાણો છો કે રોટલી નું સીધું જ કનેક્શન તમારા ઘરની બરકત પરથી પણ હોય છે. દરેક વ્યક્તિ ઇચ્છતા હોય છે કે તે જીવનમાં ક્યારેય પણ ગરીબીનું દુઃખ ન જોવે.પણ ઘણીવાર ખરાબ કિસ્મતના લીધે સારા સારા ધનવાન લોકો પણ રસ્તા પર આવી જાતા હોય છે, એવામાં જો તમે ઈચ્છો કે તમારા ઘર પર સમસ્યા ન આવે તો તમારે રોટલી બનાવતા સમયે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.તેના માટે તમે જયારે પણ તમે ઘરના લોકો માટે રસોડામાં રોટલી બનાવા માટે જાવ ત્યારે પહેલા અને પછી અમુક વિશેસ ચીજોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશેષ કામથી તમારા ઘરમાં બરકત હંમેશા બની રહેશે. આવો તો તમને જણાવીએ આખરે ક્યાં છે તે કામ…

રોટલી બનાવતા પહેલા કરો આ કામ:જયારે પણ તમે રોટલી બનાવાનું શરૂ કરો છો ત્યારે સૌથી પહેલી રોટલી ગાયના નામની બનાવવી જોઈએ. ગાયને હિન્દૂ ધર્મમાં પવિત્ર માનવમાં આવે છે. એવું કહેવામાં આવે છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ હોય છે. એવામાં જયારે પણ આપણે ગાયને રોટલી ખવડાવીએ છીએ તો આપણને આ 33 કરોડ દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.  મોટાભાગે લોકો ગાયને રોટલી તો આપતા હોય છે પણ તે વાસી કે બચેલી રોટલી હોય છે. એવામાં જો તમે સૌથી પહેલા ગાયની એક રોટલી બનાવીને અલગ રાખી દેશો અને પછી તેને આ રોટલી આપશો તો તમને ખુબ જ પુણ્ય મળશે. આવું કરવાથી પરિવારનું ભાગ્ય ચમકે છે અને ઘરમાં ધન અને અન્નની બરકત હંમેશા બની રહે છે. જો તમે ગાયને રોટલી આપીને વધુ ધન કમાવા માંગો છો તો ગુરુવારના દિવસે આ રોટલી માં ઘી લગાવીને સાથે ગોળ પણ લગાવી દો, આવું કરવાથી તમને ખુબ જ ફાયદો મળશે.

રોટલી બનાવ્યા પછી કરો આ કામ:જેવી રીતે તમે પહેલી રોટલી ગાયના નામની બનાવો છો તેવી જ રીતે છેલ્લી રોટલી કુતરાના નામની પણ જરૂર બનાવો. કૂતરાને જયારે તમે આ રોટલી આપો છો તો તમારા ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે, સાથે જ તમારો પરિવાર પણ લોકોની ખરાબ નજરથી બચી જાય છે. જો ઘરના કોઈ વ્યક્તિનો ખરાબ સમય ચાલી રહ્યો છે તો તે શનિવારના દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો. તેનાથી તમારો ખરાબ સમય પણ ચાલ્યો જશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!