રોમેંટીક રિલેશનશિપ અપાવે છે , જીવનના બધા જ ક્ષેત્રમાં સફળતા…. આ 5 વાત જાણો જીવનભર ખુશ રહેશો

0

મનોવૈજ્ઞાનિક બહુ પહેલાથી જ તારણ કાઢી ચૂક્યા છે કે જે લોકોની રિલેશનશિપ લાંબી અને હેલ્ધી છે, તે લોકો ની પ્રગતિ – ઉન્નતિ ખૂબ ઝડપથી થાય છે. બંને પાર્ટનરને એકબીજાને સમજવામાં મદદરૂપ થાય છે આ તારણ..
આજે આપણે જોઇશું કે આ તમારો પ્રેમ તમને કેવી રીતે ખુશાલી અને સફળતા અપાવે છે..

ઈમોશનલ સપોર્ટ….
મનોવૈજ્ઞાનિક ના રેકોર્ડ પ્રમાણે જે લોકો લાંબા અને હેલ્ધી રિલેશનશિપ માં હોય છે તે લોકો ડિપ્રેશનનો શિકાર બનતા નથી.. તેનાથી વિરુદ્ધ દુઃખી અને અસફળ સંબંધ ડિપ્રેશનનું કારણ બને છે. ડેટિંગના સમયે અને શરૂઆતના જીવનમાં જ્યારે પાર્ટનર્સ એકબીજાને પોતાના સમસ્યાની એવી જ રીતે કહે છે જેમકે તેઓ મનોવૈજ્ઞાનિક ને કહી રહ્યા હોય.

એકબીજાની સમસ્યા દૂર કરવા માટે એકબીજાને શારીરિક માનસિક આર્થિક કોઈપણ પ્રકારની મદદ કરવા માટે હંમેશા પાર્ટનર્સ તૈયાર રહેતા હોય છે.

જે લોકોના સંબંધ સારા નથી હોતા તેઓ ને ખબર પણ નથી હોતી કે તેઓ ડિપ્રેશનમાં ક્યારે જતા રહ્યા. જ્યારે બીજી બાજુ રોમેન્ટિક કપલ ને ખબર હોય છે અને તેઓ એકબીજાના ગમા-અણગમાથી પરિચિત હોય છે. એટલા માટે પાર્ટનર એ કરેલુ રિએક્શન આરામથી સમજી જાય છે અને તેને ઈમોશનલ સપોર્ટ કરે છે.

આર્થિક ઉન્નતિ..

એક સંશોધન અનુસાર, સફળ રિલેશનશિપ વ્યક્તિની આર્થિક ઉન્નતિ સંબંધોમાં તણાવ હોય તેવા વ્યક્તિ કરતા ખૂબ વધારે હોય છે. કેમકે જ્યારે સંબંધમાં બંને વ્યક્તિ એકબીજા માટે સતત વિચારતા હોય, બંને એકબીજાને આગળ લાવવા માટે પ્રયત્ન કરતાં હોય, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવા માટે પ્રેરણા આપતા હોય , આ બધા જ કારણોને લીધે ખરાબમાં ખરાબ સમયમાં પણ એકબીજાને ખૂબ જ સપોર્ટ કરે છે અને એકબીજા માટે સારામાં સારી જોબ ની તકો પણ શોધી કાઢે છે…

આ સંબંધમાં શારીરિક માનસિક અને આર્થિક સંબંધ બધામાં પ્રગતિ થાય છે. જ્યારે તણાવગ્રસ્ત માણસ પોતાના શરીર ઉપર પોતાના મન ઉપર કે પોતાના કામ ઉપર ફોકસ કરી શકતો નથી કેમકે સંબંધના જ તણાવમાં છે. એટલા માટે રિલેશનશિપ હેલ્ધી હોય , તો પ્રગતિ નક્કી છે.

કોમ્યુનિકેશન અને સહાનુભૂતિ…
બે વ્યક્તિ એક સફળ રિલેશનશિપમાં હોય છે ત્યારે પોતાના વિચારવાને બદલે તે હંમેશા સામેવાળી વ્યક્તિનું વિચારે છે. બંને વચ્ચે ન બોલીને થયેલો કોમ્યુનિકેશન અને બોલ્યા વગર થયેલું કોમ્યુનિકેશન તેમના સંબંધને ખૂબ જ મજબૂત બનાવે છે. એટલા માટે એકબીજા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ હોય છે. હંમેશા તેઓ એકબીજામાં ખોવાઈ જવા માટે રાહ જોતા હોય છે.

જવાબદારી…
એકદમ અનમેચ્યોર વ્યક્તિ પણ સફળ રિલેશનમાં આવતાની સાથે જ એકદમ જવાબદાર વ્યક્તિ બની જાય છે. એ પોતાની જવાબદારી ખૂબ સારી રીતે સમજવા લાગે છે. પોતાની જવાબદારીને ખુબ જ સરસ રીતે નિભાવે છે. જ્યારે સંબંધમાં તણાવ વાળા વ્યક્તિ જવાબદારીના બોજ નીચે દબાઈ જાય છે. અને સફળ રિલેશનશિપ વાળા વ્યક્તિ માટે જવાબદારી એ એકબીજાને સહાનુભૂતિ અને સંતોષ આપવાની તક છે.

ટાઈમ મેનેજમેન્ટ અને વ્યવસ્થિત જીવન…

સફળ રિલેશનશિપ ના વ્યક્તિઓ એક બીજાના સમયનો અને એકબીજાના કામનું ખૂબ વ્યવસ્થિત રીતે ધ્યાન રાખે છે. જીવનમાં દરેક પ્રવૃત્તિનું આયોજન પૂર્વક નિર્માણ કરે છે. અને પોતાના અસ્તિત્વને એકબીજામાં અનુભવે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here