રોજ સવારે ઉઠીને પહેલા કરો આ 5 કામ, ઘટવા લાગશે તમારું વજન જાદુઈ રીતે…

0

આધુનિક જીવનશૈલીને કારણે ઘણા લોકો સ્થૂળતા(જાડાંપણુ) ના રોગથી પીડાઈ રહ્યા છે. વજન ઓછું કરવાના ઘણા પ્રયત્ન છતાં વજન ઓછું થતું જ નથી. ભલે તે ૫ કિલો હોય કે ૧૫ કિલો ઘણા લોકો માટે ખૂબ અઘરું હોય છે. જ્યારે ઘણી વખત જમવામાં પરેજી અને કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું નથી. આજે અમે તમને એવી ૫ વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે તમે સવારે ઉઠીને કરશો તો તમારું વજન ચોક્કસ ઓછું થઈ જશે.

વજન ઓછું કરવા માટે સવારે કરો આ ૫ કામ :

રાત્રે સુઈ ગયા પછી પાણી પીવું નહીં અને જમવામાં ગેપ પડવાને કારણે શરીરમાં પાણીની કમી ઉભી થાય એટલે સવારે ઉઠીને ઓછા માં ઓછું ૨ ગ્લાસ હુંફાળું કે તાજું પાણી પીવું જોઈએ.સવારે ખાલી પેટ પાણી પીવાના ઘણા ફાયદા છે. આ રીતે પાણી પીવાથી શરીરના વિષાણુ બહાર નીકળી જાય છે અને શરીરનું મેટાબોલિજમ પણ મજબૂત થાય છે.

સ્વાસ્થ્ય નિષ્ણાત મુજબ મેટાબોલિઝમ જેટલી સારી રીતે કામ કરે છે, તેટલી જ જલ્દી વજન ઘટે છે. ગરમ પાણીમાં લીંબુ, મધ અને એક ચપટી તજનો ભૂકો ભેળવીને પીવાથી તેના કરતાં પણ વધારે ફાયદા થાય છે. તેમાં પ્રચુર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરનું મેટાબોલિઝમને મજબૂત બનાવે છે.

પાણીમાં મીઠાલીમડાના પાન પણ ઉકાળી ને પીવાય છે. તમારી ઈચ્છા મુજબ મીઠા લીમડાના પાન ચાવતા ચાવતા પણ હુંફાળું પાણી પી શકાય છે. તેનાથી શરીરના વિષાણુ નીકળી જાય છે. બ્લડસુગર પણ ઘટી જાય છે અને ઓછા સમયમાં વજન પણ ઘટવા લાગે છે.

જીરુંને પાણીમાં ઉકાળીને અને તેમાં લીંબુ નો રસ ભેળવીને અથવા રાત્રે જીરાને પાણીમાં પલાળીને સવારે તે ગાળીને પીવું. આમ કરવાથી જીરામાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ મેટાબોલિજમ માટે ફાયદાકારક છે.

તાણમુક્ત રહેવા પ્રયત્ન કરવા તાણમુક્ત રહેવા માટે મેડિટેશન પણ કરી શકો છો. મેડિટેશન કરવાથી તણાવ થી દુર થાય છે. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછી ૧૦ મિનિટ મેડિટેશન કરવું. કારણકે મેડિટેશન તાણ મુક્ત રહેવા અને વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પે

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here