રોજ સવારે નરને કોઠે ખાવ 1 સફરજન, એક સાથે 9 સમસ્યાનો કરી દેશે ગાયબ – ખુબ જ ગુણકારી ફાયદાઓ વાંચો આર્ટિકલ માં

0

પોષણતત્વોથી ભરપૂર સફરજન આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક છે. અંગ્રેજીમાં એવું કહેવામાં આવે છે કે “દરરોજ એક સફરજન થી જો દિવસની શરૂયાત્ત થાય તો ક્યારેય ડૉક્ટર ઓસે ન જવું પડે” અથવા જે લોક દરરોજ સફરજન ખાય છે અને તમામ રોગો સહિત તે ડોકટરોથી પણ દૂર રહે છે.સફરજન રોગો સામે લડવા માટે સક્ષમ છે તેમજ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.સફરજન તમારા પાચનતંત્રને સુધારે છે. તે તમને તંદુરસ્ત રાખવા માટે પણ મદદ કરે છે. કેટલાક પ્રમાણિત અભ્યાસ પરથી જાણવા મળ્યું ચ કે, સફરજાન નાની મોટી બીમારીથી લઈને તે ડાયાબિટીસ, હૃદય રોગ અને કેન્સર જેવા રોગોમાં સહાયરૂપ પણ છે. તેથી આજે આપણે તમને સફરજનના કેટલાક ફાયદા વિશે જણાવીશું.

અસ્થમાના દર્દીઓ માટે ઉપયોગી –અસ્થમાનાએટેકથી બચવા માટે સફરજન સહાયરૂપ છે. સફરજનમાં ફ્લેવોનોઇડ્સમાં જોવા મળે છે જે ફેફસાંને મજબૂત બનાવે છે. તે દરરોજ ફેફસાના રોગોથી રાહત મેળવે છે.

વજન ઘટાડે

સફરજનમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે વજન ઘટાડવા માટે મદદરૂપ થાય છે. જાડાપણું ઘણા પ્રકારના ખતરનાક રોગો તરફ દોરી શકે છે. જેમ કે ડાયાબિટીસ, બી.પી., કાર્ડિયોવેસ્ક્યુલર રોગ વગેરે. આ બધા રોગો સામે રક્ષણ કરવામાં તમને સફરજાન મદદરૂપ બનશે. તેમાં મળતા પોષકતત્વ શરીર માટે અત્યંત લાભદાયક અને ફાયદાકારક છે.

પાચનશક્તિમાં વધારો

જો શરીરની પાચકપ્રક્રિયા યોગ્ય નથી, તો તેના કારણે ઘણા પ્રકારના ગંભીર રોગો થવાની શક્યતા છે. સફરજનમાં ખૂબ સારી માત્રામાં ફાઇબર મળી આવે છે. જે પાચક પ્રક્રિયામાં સુધારો કરવામાં મદદરૂપ થાય છે. કબજિયાત દૂર કરવા માટે સફરજન મદદરૂપ થાય છે. જો સફરજન છાલ સાથે ખાવામાં આવે તો તે કબજિયાતની સમસ્યાને પણ દૂર કરી શકે છે.

સુંદરતામાં વધારો કરે છે –સફરજન ખાવાથી શરીરના ખીલ ડાઘ અદૂર થાય છે. અને તમારી સ્કીનને ચમકાવે છે. તે દરરોજ તેના સેવનથી તમારા શરીરમાંથી બિનજરૂરી ચરબીને દૂર કરે છે. જેના કારણે તમારી સુંદરતામાં વધારો જોવા મળે છે.

કોલેસ્ટરોલમાં ઘટાડો –

સફરજનમાં વિપુલ પ્રમાણમાં ફાઇબર હોય છે જે એક પ્રકારનું દ્રાવ્ય છે. આ શરીર કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે મદદરૂપ છે.

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે –

લાલ સફરજનમા કર્કટેટીન નામનું એન્ટિઓક્સિડન્ટ્સ રહેલું હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત થવાની સાથે, જ શરીરના ઘણા રોગોથી તમને રક્ષણ મળી રહે છે.

દાંતને બનાવે સ્વસ્થ –

સફરજનમાં ફાઇબર પુષ્કળ છે. ફાયબર દાંતને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તે દાંતમાં કોઈ પણ પ્રકારનો રોગ થવા દેતું નથી. સફરજનમાં એન્ટિવાયરલ અને એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો છે જે તમારા દાંતને પાયોરિયાથી બચાવી રાખશે.

હાડકાં મજબૂત હોય છે –સફરજનમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે. તેથી, રોજિંદા એક સફરજન ખાવાથી તમારા હાડકાં મજબૂત બનાવે છે. જો હાડકાં મજબૂત હોય તો શરીર પણ શક્તિયુક્ત રહે છે. અને થાકનો અહેસાસ પણ નથી થતો.

અલ્ઝાઇમર્સથી બચવું –

અલ્ઝમેયર એ મેસ્ટાઇટિસથી સંબંધિત ખતરનાક રોગ છે. સફરજનનું સેવન મસ્તિષ્કના કોષોને સુરક્ષિત કરે છે. અલ્ઝમેર જેવા ગંભીર બીમારીઓનો કોઈ ભય રહેતો નથી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here