રોજ રાત્રે બળાત્કારી રામરહીમના ચંગુલમાંથી બચવા યુવતીઓ આવા આવા કારણો આપતી, જાણીને હોંશ ઉડી જશે..

પ્રમુખ ગુરમીત બાબા રામ રહીમ ની ધરપકડ બાદ અનેક એવા ચોકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. સાધ્વીઓ નાં યૌન શોષણ ની બાબત થી લઇ ને રામ રહીમ ની ધરપકડ કરવામાં આવી હતી.

હાલ માં જ રામ રહીમ ના ડેરા માં રહી ચુકેલી પંજાબ ની એક સાધ્વી એ રામ રહીમ નાં એક એવા ખાનગી કામ નો ખુલાસો બહાર પાડ્યો છે કે જે તદ્દન કલ્પના ની બહાર છે. પંજાબ ની આ સાધ્વી પોતાનું નામ અને ઓળખ ગુપ્ત રાખેલી છે.આ સાધ્વી એ રામ રહીમ ના અમાન્ય કાર્ય નો ખુલાસો ન્યુઝ 18 ને જણાવ્યો છે. સાધ્વી નાં કહેવા પ્રમાણે રામ રહીમ હર રોજ રાત નાં 11 પછી પોતાના ડેરા(ગુફા) માં બોલાવતો હતો. તેમણે જે સાધ્વી પંસદ હોય તેને ત્યાં મોકલવામાં આવતી હતી.

આ નિયમ રામ રહીમ માટે હર રોજ નો બની ગયો હતો. આ નિયમ અનુસાર એક દિવસ આ સાધ્વી ને પણ તેની ગુફામાં મોકલવામાં આવી હતી. અને કહેવામાં આવ્યું હતું કે તેમને માંફી આપવામાં આવશે. પણ આ સાધ્વી ને એ ક્યા ખબર હતી કે ડેરા માં ભક્તિ નાં નામે કાઈક બીજું જ કામ થઈ રહ્યું હતું.

હર રોજ 11 પછી કોઈક ને કોઈક ને સાધ્વી નું યૌન શોષણ રામ રહીમ દ્વારા થાતું હતું. પણ બહાર આવતા ની સાથે જ ડર અને મજબુરી ને લીધે કોઈ ને કાઈ પણ આ બાબત વિશે કહેવાની હિમ્મત ન હતી.

રામ રહીમ દ્વારા ગુફા માં બોલાવવામાં આવેલી પંજાબ ની આ સાધ્વી એ પણ ગુફા માં પ્રવેશ લીધો હતો. પણ અંદર જતા ની સાથે જ તેમને સમગ્ર બાબત ની જાણ થઈ કે ભક્તિ ભાવ નાં નામે કેવા કેવા કામો થઈ રહ્યા છે, એટલે જ હર રાત કોઈક ને તો આ ગુફામાં બોલાવવામાં આવતી હતી.

પણ આ સાધ્વી એ એવું કાઈક બહાનું કર્યું કે તે રામ રહીમ નાં યૌન શોષણ થી બચવામાં કામયાબ રહી. સાધ્વી એ એવું બહાનું કર્યું કે પોતે આ સમયે માસિક ધર્મ(પીરીયડ્સ) માં છે જેથી પોત્તે એવી સ્થિતિ માં નથી કે રામ રહીમ ની સામે એવા રૂપ માં જઈ શકે.

આ બહાના ની મદદ થી તે ગુફા ની બહાર સહી સલામત નીકળી શકી.

સાથે જ ઘણી વાર ગુફા ની અંદર આવી સાધ્વીઓ ને ડરાવવામાં અને ધમકાવવામાં આવતી હતી કે જો તે રામ રહીમ ની આ વાત નહી માને કે પછી બહાર નીકળી ને આ બાબત ની જાણ અન્ય કોઈ ને કરશે તો તેના ભાઈ, માતા-પિતા કે અન્ય પરિવારજનો ને મારી નાખવામાં આવશે. જેને લીધે મજબુરી થી લાચાર થઈ ને સાધ્વીઓ ને આ પગલું લેવું પડતું હતું. સાથે જ જાણવામાં આવ્યું હતું કે આ વાત નો અસ્વીકાર કરવા બદલ એક સાધ્વી નાં ભાઈ ની હત્યા પણ કરવામાં આવી હતી.

પંજાબ ની આ સાધ્વી નાં આ ઉપાય ને લીધે બીજી અન્ય સાધ્વીઓ પણ પીરીયડ્સ નું બહાનું કરી ને રામ રહીમ ની જાળ માંથી બચી જાતી હતી.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!