રોજ નહાવાના પાણીમાં થોડું મીઠું નાખો, પછી જુઓ થશે આવી 10 અસર – ચમત્કારિક ફાયદાઓ જાણો અહીં ક્લિક કરીને

રોજ મીઠાવાળા પાણીથી નહાવાથી મળે છે આ 10 ફાયદા, રોગોમાં થશે ગજબનો લાભ

રસોડામાં આમ તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધી તરીકે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. રસોડામાં રાખેલું મીઠું એક શ્રેષ્ઠ વૈદ્ય છે.

મીઠું છે ઔષધી

શરીરમાં મીઠાંની માત્રા ઓછી થઇ જવાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. સિંધાલૂણ મીઠું શ્રેષ્ઠ ગણાય છે તેમજ ઔષધી તરીકે તે બહુપયોગી છે. આ ઉપરાંત મીઠું ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનને પણ ઠીક કરે છે. મીઠાંનો ઉપયોગ નહાવામાં પણ કરી શકાય છે. મીઠાંના પાણીથી નહાવાના ઘણા ચમત્કારી ફાયદા છે.

મીઠાંના પાણીથી સ્નાન

સામાન્ય રીતે એક ડોલ હૂંફાળા અથવા સામાન્ય પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાંખીને સરખું હલાવી આ પાણીથી સ્નાન કરવું જોઈએ. રોજ આ રીતે જ નિયમિત સ્નાન કરવાથી સ્વાસ્થ્ય અને શરીરને ઘણાં ફાયદા થાય છે. મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઇડ, સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે. આ ત્વચાના પડને સાફ કરી તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જેથી રોજ પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આ સિવાય મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે.

1. હાડકાનો દુ:ખાવો:

મીઠાવાળા પાણીથી નાહવાથી હાડકાનો દુઃખાવો દુર થાય છે. રેગ્યુલર આ પાણીથી નાહવાથી ઓસ્ટીયોઆર્થરાઈટીસ અને ડેંટીનીટીસ જેવી જોઈન્ટ પેઈનની પ્રોબ્લેમ્સ પણ દુર થાય છે.

2. મસલ્સ પેઈન:

મીઠાવાળા પાણીથી નહાવાથી મસલ્સ રિલેક્ષ થાય છે. તેનાથી મસલ્સમા દુઃખાવાની સમસ્યામાં રાહત મળે છે.

3. સ્ટ્રેસ:

મીઠાવાળા પાણીથી નાહવાથી બ્લડ સરક્યુંલેશન સુધરે છે. જેનાથી બ્રેઈન ફંક્શન યોગ્ય રીતે થાય છે અને બ્રેઈન રિલેક્ષ રહે છે. સાથેજ સ્ટ્રેસ દુર થાય છે.

4. ઇન્ફેકશન:

મીઠા વાળા પાણી માં ભરપુર મેગ્નેશિયમ, સોડીયમ અને કેલ્શિયમ જેવા મીનેરલ હોય છે. જે સ્કીન પોર્સમાં જઈને સ્કીનની સફાઈ કરે છે. તેનાથી સ્કીન ઇન્ફેકશનનો ખતરો ટળે છે.

5. મોઇસ્ચરાઈઝર:

મીઠાવાળા પાણીથી નાહવાથી સ્કીન મોઈસ્ચરાઈઝ થાય છે. તેનાથી સ્કીનસેલ્સના ગ્રોથ વધે છે અને સ્કીન હેલ્ધી રહે છે. સાથે ડાઘ અને કરચલીઓ પણ દુર થાય છે.

6. ફેરનેસ:

મીઠાવાળા પાણીથી નાહવાથી સ્કીનના ડેડ સેલ્સ નીકળી જાય છે, સાથે જ સ્કીન સોફ્ટ અને શાઈની રહે છે. રંગ પણ નિખરે છે.

7. ઊંઘ:

મીઠાવાળા પાણીથી નાહવાથી થાક અને સ્ટ્રેસ દુર થાય છે. બ્રેઈન રિલેક્ષ થાય છે. જેનાથી રાતે સારી ઊંઘ આવે છે.

8. ડેનડ્રફ:

મીઠાના પાણીમાં રહેલા તત્વ ફંગલ ઇન્ફેકશનથી બચાવે છે.  મીઠાવાળા પાણીથી નાહવાથી ડેનડ્રફ  થી છુટકારો મળે છે.

9. હેલ્ધી હેયર:

મીઠાવાળા પાણીથી નાહવાથી  બ્લડ સરક્યુંલેશન સારું થાય છે. વાળના બેક્ટેરિયા ખતમ થઈ જાય છે. જેથી વાળ હેલ્ધી અને શાઈની રહે છે.

10. એસીડીટી:

મીઠાવાળા પાણીથી નાહવાથી તે પાણીમાં રહેલા તત્વ બોડીનું એસીડ લેવલ કંટ્રોલ કરે છે. જેનાથી એસીડીટીની પ્રોબ્લેમ્સને દુર કરવામાં મદદ મળે છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!