રોજ કરશો આમાંથી કોઈપણ 1 મંત્રનો જાપ તો જીવન ભર આવશે ઘરમાં પૈસા, ક્યારેય કમી નહિ થાય…

1

શ્રીકૃષ્ણના મંત્ર – જો તમે જલ્દી જ અમીર બનવા માંગો છો તો મહેનત તો તમારે કરવી જ પડશે કારણ કે મહેનત વગર વ્યક્તિને કશું જ મળતું નથી. પણ મહેનતની સાથે સાથે તમારે બીજું એક કામ કરવાનું છે અને એ કામ છે શ્રીકૃષ્ણના કેટલાક મંત્રોના જાપ. આ મંત્ર એ તમને જલ્દી થી જલ્દી અમીર બનાવી શકે છે કારણકે હિંદુ માન્યતાઓ અનુસાર સાચા ઉચ્ચારણ કરેલ મંત્રથી જ તમને તેનું યોગ્ય ફળ મળશે. મંત્રનો ખોટો ઉચ્ચારણ એ ક્યારેક વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓ સર્જી શકે છે. એ ક્યારેક સારું ફળ આપવાની જગ્યાએ તેનાથી વિરુદ્ધ પણ ફળ આપી શકે છે. તો આવો તમને જણાવી દઈએ શ્રીકૃષ્ણ મંત્ર જે તમારું જીવન બદલી નાખશે.

૧. “कृं कृष्णाय नमः” આ શ્રીકૃષ્ણએ જણાવેલ બહુ મુલ્યવાન મંત્ર છે, આના પ્રયોગથી વ્યક્તિના અટકી પડેલ દરેક કામ પૂર્ણ થઇ જશે અને તેમને અઢળક ધનની પ્રાપ્તિ થશે. આ સિવાય આ મંત્ર જાપ કરવાથી ઘર પરિવારમાં સુખની વર્ષા થશે. ધાર્મિક ઉદેશ્યો અનુસાર જો તમે આ મંત્રથી ફાયદો મેળવવા માંગો છો તો સવારે સ્નાન પછી ૧૦૮ વાર આ મંત્રનો જાપ કરો.

૨. “ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा” આ કોઈ સામાન્ય મંત્ર નથી પણ શ્રીકૃષ્ણનું સપ્તદશાક્ષર મહામંત્ર છે. અન્ય મંત્ર શાસ્ત્રીય માન્યતા પ્રમાણે ૧૦૮ વાર જપવાથી સિદ્ધ થઇ જાય છે પણ આ મહામંત્રનો પાંચ લાખ વાર જાપ કરવાથી સિદ્ધ થાય છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિને આ મંત્ર ફળે છે એને કરોડપતિ બનતા કોઈ રોકી શકતો નથી.

૩. “गोवल्लभाय स्वाहा” જોવામાં આ ફક્ત સામાન્ય બે શબ્દ લાગશે પણ આ ધાર્મિક સંદર્ભથી જોવામાં આવે તો આ શબ્દ બનાવવા માટે આવેલ સાત અક્ષર બહુ મહત્વપૂર્ણ છે. જો ઉચ્ચારણ કરતા સમયે એકપણ અક્ષર જો આઘોપાછો થાય તો આ મંત્રની અસર સમાપ્ત થઇ જાય છે. આ સાત અક્ષરવાળા શ્રીકૃષ્ણ મંત્રથી અપાર ધનની પ્રાપ્તિ થશે. તો જો તમે જલ્દીથી જલ્દી બહુ જ પૈસા કમાવવા માંગો છો તો જયારે પણ સમય મળે આ મંત્રનો જાપ કરો, ઉઠતા બેસતા, ચાલતા ગમે ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો. બસ ફક્ત એક ધ્યાન રાખજો કે ઉચ્ચારણમાં કોઈ તકલીફ ના થાય.

૪. “गोकुल नाथाय नमः” આ આઠ અક્ષરવાળો શ્રીકૃષ્ણમંત્રનો જે પણ સાધક જાપ કરશે તેની દરેક ઈચ્છા પૂર્ણ થઇ જશે. હા આ ઈચ્છા એ ધન સંબંધિત હોય તો પણ, ભૌતિક સુખ સાથે જોડાયેલ હોય તો પણ કે પછી કોઈપણ કામ પૂર્ણ કરવું હોય, આ મંત્રના સાચા ઉચ્ચારણ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે.

૫. “क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः” આર્થિક સ્થિતિ સુધારવા માટે આ મંત્રનો પ્રયોગ જે પણ વ્યક્તિ કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે આ મંત્ર ફક્ત આર્થિક સ્થિતિ જ સુધારે છે એવું નથી પણ એ તમારી આર્થિક સ્થિતિ એ બહુ જલ્દી સારી કરે છે.

૬.“ॐ श्रीं ह्रीं क्लीं श्रीकृष्णाय गोविंदाय गोपीजन वल्लभाय श्रीं श्रीं श्री” આ ૨૩ અક્ષરવાળો શ્રીકૃષ્ણ મંત્ર છે જે જીવનમાં કોઈપણ પ્રકારની બાધાને દુર કરવામાં મદદરૂપ છે. એવી માન્યતા છે કે જે પણ વ્યક્તિ આ ૨૩ અક્ષરના મંત્રનો જાપ કરે છે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી થતી નથી.

આ એવા શ્રીકૃષ્ણ મંત્ર છે જે તમને અમીર બનાવવામાં મદદ કરશે – તો જો તમે પણ જીવનમાં આગળ આવવા માંગો છો તો કામની સાથે સાથે તમે રોજ આ મંત્રના જાપ કરવાનું શરુ કરી દો. તમારા બીજા મિત્રો સાથે પણ આ માહિતી અચૂક શેર કરજો. ટેગ કરો તમારા જરૂરિયાત હોય એવા મિત્રોને.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

1 COMMENT

  1. गोवल्लभाय स्वाहा” જોવામાં આ ફક્ત સામાન્ય બે શબ્દ લાગશે પણ આ ધાર્મિક સંદર્ભથી જોવામાં આવે તો આ શબ્દ બનાવવા માટે આવેલ સાત અક્ષર બહુ મહત્વપૂર્ણ છે. જો ઉચ્ચારણ કરતા સમયે એકપણ અક્ષર જો આઘોપાછો થાય તો આ મંત્રની અસર સમાપ્ત થઇ જાય છે. આ સાત અક્ષરવાળા શ્રીકૃષ્ણ મંત્રથી અપાર ધનની પ્રાપ્તિ થશે. તો જો તમે જલ્દીથી જલ્દી બહુ જ પૈસા કમાવવા માંગો છો તો જયારે પણ સમય મળે આ મંત્રનો જાપ કરો, ઉઠતા બેસતા, ચાલતા ગમે ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો. બસ ફક્ત એક ધ્યાન રાખજો કે ઉચ્ચારણમાં કોઈ તકલીફ ના થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here