રોજ કાગળો પર કઈક લખતો રહેતો આ ભિખારી, મહિલાની નજર પડી તો બની ગયો સેલિબ્રિટી, જાણો સમગ્ર કહાની…..

0

બ્રાઝીલ ના ‘સાઓ પાઓલો’ માં એક ભિખારી સ્ટાર બની ગયો. તેની કિસ્મત રસ્તા પર ચાલતી એક મહિલાએ બદલાવી નાખી. બ્રાઝીલ ના ‘રૌમૂંડો અરુડા સોર્બિન્હો’ વર્ષો થી રસ્તા પર ભીખ માંગીને પોતાનો ગુજારો કરતો હતો પણ તેની અંદર એક ટેલેન્ટ ભર્યું પડ્યું હતું અને તેને ‘શાલા મોંટીએરો’ નામની એક મહિલાએ ઓળખી કાઢ્યું. વાસ્તવમાં સડકના કિનારે ભીખ માંગનારો રૈમૂંડો પુરા દિવસ કઈક ને કઈક લખ્યા કરતો હતો. પાસ ના જ એક ઘરમાં રહેતી શાલા મોંટીએરો લગભગ રોજ તેની પાસેથી નીકળતી હતી અને તે નોટિસ કરતી હતી કે આ ભિખારી કાગળ પર કઈક લખતો રહેતો હોય છે. એક દિવસ તેણે પોતાની જિજ્ઞાસા શાંત કરવા માટે પૂછી લીધું કે આખરે તે શું લખી રહ્યો છે.જો કે તેણે કોઈ જ જવાબ ન આપ્યો અને મહિલા ને તે કાગળ પકડાવી લીધો જેના પર તે લખી રહ્યો હતો. તેણે જોયું કે રસ્તા પર ભીખ માંગવા વાળા ભિખારી તો ખુબ જ સુંદર રીતે કવિતા લખે છે. કવિતા વાંચ્યા પછી મહિલાના આશ્ચર્ય નો પાર જ ન રહ્યો. પછી તો તેણે ભિખારીના આ ટેલેન્ટ ને લોકો સુધી પહોંચાડ્યું. મહિલાએ તેની કવિતાને શેયર કરવાનો નિર્ણંય કર્યો.
વર્ષોથી રૈમૂંડો રસ્તા કિનારે બેસીને કવિતાઓ લખી રહ્યો હતો અને શાલા લગાતાર ઘણા દિવસો સુધી તેને મળવા માટે પહોંચી હતી. દરેક વખત તે શાલા ને એક નવી કવિતા લખીને આપતો હતો. શાલાં એ આ કવિતાને ફેસબુક પર શેયર કરી, જેને લોકોએ ખુબ જ પસંદ કર્યું. જયારે લોકોને વિશ્વાસ ન આવ્યો કે એક ભિખારી આવું સરસ લખી શકે છે તો શાલા એ તેનું એક પેજ બનાવીને ફોટોઝ પણ અપલોડ કરવા લાગી. જોત જોતામાં રૈમૂંડો ના ઘણા ફૈન બની ગયા અને લગભગ 1 લાખ લોકોએ આ પેજને ફોલો કર્યું. ફેસબુક પર Raimundo Arrudo Sobrinho નામનું પેજ પર લગભગ 2 લાખ ફોલોઅર્સ થઇ ચુક્યા છે.

કરાવ્યું હતું મેકઓવર:કવિતાઓ ને લીધે રૈમૂંડો ફેમસ બની ગયો તો લોકો તેને મળવા અને તેને જોવા માટે પહોંચવા લાગ્યા. તે ઘણા વર્ષોથી ન્હાયો પણ ન હતો. શાલાએ તેને મેકઓવર નો નિર્ણંય કર્યો, તેના વાળ કપાવ્યા. શેવિંગ અને નવા કપડા પહેર્યા પછી તેને ઓળખવું મુશ્કિલ બની ગયું હતું. રૈમૂંડો એટલું લોકપ્રિય બની ગયો કે કવિતાઓ ને લીધે તેનો 50 વર્ષનો ખોવાયેલો ભાઈ પણ આ દરમિયાન મળી ગયો. જાણ થઇ કે રૈમૂંડો એક વ્યાપારી હતો જે મિલિટ્રીની તાનશાહી ના દરમિયાન ઘરથી વિખૂટો પડી ગયો હતો અને પૈસાના અભાવમાં તેને ભીખ માંગવી પડી રહી હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!