રોજ દારુ પી ને સ્કુલે જતી હતી આ મહિલા ટીચર, સામે આવી ચોંકાવનારી વાત…અમે અહી તમને એક એવી ઘટના વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેને સાંભળતા જ તમે  હેરાન જ રહી જાશો.

0

તમે અત્યાર સુધીમાં ઘણા વીડીયો કે પોસ્ટ્સ જોયા હશે. જેમાં ઘણી વાર યુવતીઓએ શરાબ પી ને ધમાલ કરી તો ઘણી વાર બોલ્ડ ડાંસ કર્યો. પણ અમે અહી તમને એક એવી ઘટના વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેને સાંભળતા જ તમે  હેરાન જ રહી જાશો.

છત્તીસગઢનાં વિશે લોકોનું કહેવું છે કે ત્યાના લોકો સાંજ થતા જ શરાબ પીવાનું શરુ કરી દે છે. 2.5 કરોડની આબાદી વાળા છત્તીસગઢના આબકારી વિભાગે એ દાવો કર્યો છે કે આગળના 8 મહીનાના સમયે અહીના લોકોએ 500 કરોડ રૂપિયાનો દારૂ પીધેલો છે. તેનાથી લાગે છે કે શરાબ હવે છત્તીસગઢનાં લોકોની સંસ્કુતિનો એક હિસ્સો છે, કે પછી એવું કહીએ કે તેઓ માટે તે એક જરૂરી વસ્તુ બની ચુકી છે. સાથે જ જાણવામાં આવ્યું છે કે ત્યાની એક સ્કુલની ટીચર રોજ દારૂ પી ને જ બાળકોને ભણાવા માટે જાય છે.

અહી નો છે મામલો:

આ મામલો બસ્તરના દરભા ઇલાકાના એક શાસકીય ઉચ્ચતર માધ્યમિક સ્કૂલનો છે. જ્યાં 3 જાન્યુઆરીએ ઇલાકાના એસડીએમ, તહસીલદાર અને અધિકારીઓ ની ટીમ સ્કુલમાં જાંચ કરવા માટે પહોંચ્યા હતા. આ મીટીંગમાં દરેક ટીચર્સ ઉપસ્થિત હતા. આ મીટીંગના સમયે અધિકારીઓને અચાનક જ શરાબની બદબૂ આવા લાગી હતી. તેઓના પૂછવા પર જાણવા મળ્યું કે ફૂલેશ્વરી નામની ટીચર આ મીટીંગમાં શરાબ પી ને બેઠી હતી. તેના બાદ અધિકારીઓએ થાના માંથી મહિલા પોલીસને બોલાવી અને આ ટીચરને મેડીકલ ટેસ્ટ માટે મોકલવામાં આવી.

જાંચ માં આ વાત આવી સામે:

જ્યારે તે મહિલા ટીચરની મેડીકલ જાંચની રીપોર્ટ સામે આવી તો રીપોર્ટમાં પણ તે સાબિત થઇ ગયું કે મહિલાએ દારુ પી રાખ્યો છે.

શરૂ થયો સવાલોનો સિલસિલો:

મેડીકલ રીપોર્ટ આવ્યા બાદ અધિકારીઓએ ફૂલેશ્વરીને પૂછ્યું તો, ટીચરે જવાબ આપતા કહ્યું કે, શરાબ પીવું તે અમારી સંસ્કુતિ છે. છત્તીસગઢ સરકારે પણ આદિવાસીઓને 5 લીટર સુધી શરાબ પોતાના ઘરમાં બનાવાની છૂટ આપેલી છે. ટીચરના આ જવાબને સાંભળીને અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા.

કોઈને શરાબ પીવાથી રોકી તો નથી શકાતા પણ માત્ર તેને સમજાવી જ શકાય છે. અધિકારીઓએ પણ આવુજ કર્યું. તેમણે ટીચરને કહ્યું કે તેણે સ્કુલમાં તો શરાબ પી ને ન આવવું જોઈએ. છતાં પણ તે પોતાની વાત પર જ કાયમ રહી.

અધિકારીઓએ જ્યારે ત્યાં ઉપસ્થિત શીક્ષકો અને બાળકોને પૂછ્યું તો દરેકે એ વાતનો ખુલાસો કર્યો કે ફૂલેશ્વરી રોજ સ્કુલે દારુ પી ને આવે છે. ત્યાના સ્ટાફના લોકોએ એ પણ જણાવ્યું કે તેણે દારૂ પી ને ક્યારેય પણ સ્કુલમાં મિસ બિહેવ કર્યું નથી. તેને લીધે કોઈને પણ કઈ તકલીફ થતી ન હતી. જો કે અધિકારીઓએ બસ્તર કલેકટર પાસે મહિલા ટીચર ફૂલેશ્વરીને સસ્પેન્ડ કરવાની મંજુરી માંગી છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.