રોહિત શેટ્ટી એ ‘સિમ્બા’ માં જાહેર કરી દીધુ આગળની 5 ફિલ્મોનું એલાન, આ છે ફિલ્મોની લિસ્ટ….

0

રણવીર સિંહ અને રોહિત શેટ્ટી ની જોડી પહેલી વાર માં જ દર્શકોના દિલો પર રાજ કરી રહી છે. એવામાં શુક્રવાર ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ સિમ્બા એ શરૂઆત માં જ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. એવામાં રોહિત શેટ્ટી એ આ ફિલ્મમાં આગળની 5 ફિલ્મોની પણ ઘોષણા કરી દીધી છે.

સિમ્બા ફિલ્મ જોઈને પણ તમને એ વાતનો અંદાજો લાગી શકશે કે રોહિત શેટ્ટી ની આગળની ફિલ્મો કઈ છે. જો કે રોહિત શેટ્ટી એ ફિલ્મોને ઓફિસીયલી તો જાહેર નથી કર્યું પણ તેના સંકેતો કઈકે એવા જ બતાવે છે કે તેઓ આ ફિલ્મો બનાવી શકે તેમ છે.
1. સિમ્બા-2:ફિલ્મ સિમ્બા ની જોરદાર રિલીઝ ના પહેલા જ નિર્માતા કરન જૌહર અને ડાયરેક્ટર રોહિત શેટ્ટી મીડિયા ની સામે કહી ચુક્યા છે કે તેઓ આ ફિલ્મનો આગળનો ભાગ ચોક્કસ બનાવશે. એવામાં સિમ્બા ફિલ્મ ને ધમાકેદાર ઓપનિંગ મળી છે, તો તે નક્કી છે કે તેનો આગળનો ભાગ ચોક્કસ આવી શકે તેમ છે.
2. સૂર્યવંશી:સિમ્બા ના અંત માં અક્ષય કુમાર પોલીસ ના કપડામાં નજરમાં આવે છે, તેનું નામ સૂર્યવંશી દેખાડવામાં આવ્યું છે અને તે રોહિત ની આગળની ફિલ્મ પણ છે. અમુક સમય પહેલા જ રોહિતે પોતાના ઇન્ટરવ્યૂ માં બૉલીવુડ ખિલાડી ની સાથે કામ કરવાની વાત કહી હતી.
3. સિંઘમ-3:ફિલ્મના અંત માં રોહિત એ બૉલીવુડ ના સિંઘમ અજય દેવગન ને પણ દેખાડ્યા છે, અજય અને રોહિત શેટ્ટી ફિલ્મ ના ગીત ‘મેરા વાલા ડાન્સ’ માં એકસાથે નજરમાં આવી રહ્યા છે. તેની સાથે જ રોહિત નો તે સંકેત છે કે તે અજય દેવગન ની સાથે સિંઘમ-3 જલ્દી જ શરૂ કરી શકે તેમ છે.
4. ગોલમાલ-5:ફિલ્મના સુપરહિટ ગીત ‘આંખ મારે…’ ની વચ્ચે તમને ગોલમાલ ફિલ્મની ટિમ પણ જોવા મળે છે. જે એ વાત તરફ સંકેત કરે છે કે તેઓ જલ્દી જ ગોલમાલ નો પાંચમો ભાગ બનાવી શકે તેમ છે.

5. સિમ્બા-સિંઘમ-સૂર્યવંશી કોપ કોમ્બો:
આ ફિલ્મમાં જે અંદાજ થી રોહિત શેટ્ટી એ સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશી ને દેખાડ્યું છે,  તેનાથી તે સ્પષ્ટ છે કે આ ત્રણે એકબીજાને ઓળખે જ છે. એવામાં આ મુલાકાત પણ કોઈ એવી ફિલ્મના તરફ ઈશારો કરી રહી છે કે જેમાં આ ત્રણે કોમ્બો સિમ્બા-સિંઘમ-સૂર્યવંશી કોઈ વિલેન ને હરાવવા માટે સાથે આવી શકે. હોલીવુડમાં આવા પ્રયોગો ઘણીવાર સફળ થઇ ચુક્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here