35 રૂપિયાની કમાણીથી કરી હતી શરૂઆત..આજે છે અબજોપતિ, વાંચો ક્યારે આવ્યો જીવનમાં ટર્નીંગ પોઈન્ટ…

0

ડાયરેક્ટર રોહિત શેટ્ટીની મુવી સીમ્બા એ ૨૮ તારીખે રીલીઝ થઇ ગઈ. રોહિત શેટ્ટી એ ફેમસ સ્ટંટમેન અને વિલન એમબી શેટ્ટીના દિકરા છે. તેમના પિતાના મૃત્યુ પછી રોહિતને બાળપણમાં બહુ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ સમયે તેઓ ટીનએજ હતા. તેઓ પોતાનું કોલેજનું ભણવાનું પણ પૂરું કરી શક્યા નથી. ફેમિલીને સપોર્ટ કરવા માટે તેમણે પોતાનું ભણવાનું પણ છોડી દીધું હતું. ભણવા માટે તેમની પાસે પૂરતા પૈસા હતા નહિ. તમને જાણીને નવાઈ લાગશે પણ રોહિતની પહેલી કમાણી એ ૩૫ રૂપિયા હતી.

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા રોહિત કહે છે કે જયારે મેં કામ કરવાનું શરુ કર્યું ત્યારે મારી પાસે ઘર ચલાવવા માટેના પૈસા નહોતા. કોલેજ છોડી દીધી. કારણ કે હું જાણતો હતો કે પુસ્તકો અને કપડા માટે પૈસા નહોતા એટલા માટે મારે કોલેજ છોડી દેવી પડી હતી. હું વિચારતો હતો કે આ બધી વસ્તુઓ માટે પૈસા કોણ આપશે અને કોણ સપોર્ટ કરશે. આમ વિચારીને તેમણે કામ કરવાની શરૂઆત કરી અને પૈસા કમાવવાની શરૂઆત કરી. મારી પહેલી કમાઈ ૩૫ રૂપિયા હતી. તેઓ આગળ જણાવે છે કે : હું ભાગ્યશાળી છું એવું મારી બહેન કહેતી હોય છે આવી લાઈફ મળવી એ બહુ દુર્લભ વાત છે. એવું નથી કહી રહ્યો કે હું મહાન છું, મારી ફિલ્મો સારું પ્રદર્શન કરે છે એટલે લોકો મને પસંદ કરે છે એવું નથી. મને આજ સુધી સમજાયું નથી કે લોકો મને કેમ પસંદ કરે છે. આ એક જાદુ જેવું છે, મને મીડિયા અને ફેંસ તરફથી પ્રેમ મળ્યો.

તબ્બુની સાડીઓ કરી છે ઈસ્ત્રી અને કાજોલના સપોર્ટબોય પણ રહેલ છે,

બોલીવુડમાં એક્શન અને કોમેડીને સ્ક્રીન પર એકસાથે બતાવવામાં રોહિત શેટ્ટીનો જોટો જડે એમ નથી. એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે આ જગ્યા સુધી પહોચવા માટે બહુ મહેનત કરવી પડી હતી. તેમણે જણાવ્યું હતું કે ૧૯૯૫માં આવેલ મુવી હકીકત ની અભિનેત્રી તબ્બુની સાડીઓ તેમણે ઈસ્ત્રી કરી હતી. એટલું જ નહિ એક સમયે કાજોલના સપોર્ટબોય પણ તેઓ રહેલ છે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટરથી કરી હતી શરૂઆત,

રોહિતે ૧૭ વર્ષની ઉંમરે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિલ્મ ફૂલ ઓર કાંટે થી પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે ૩૦ વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ જમીન ૨૦૦૩માં ડાયરેક્ટ કરી હતી, પણ એ મુવી બહુ ખાસ ચાલી હતી નહિ. આની પછી તેમની સાથે કામ કરવા માટે કોઈ તૈયાર હતું નહિ. પણ તેઓ હિંમત હાર્યા નહિ, પછી તેઓને અજય દેવગણની મદદ મળી અને તેમની માટે રોહિતે ફિલ્મ બનાવી. એમની ફિલ્મ એ બહુ જલ્દી ૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઇ ગઈ. રોહિતે ૨૦૦૬માં ગોલમાલ : ફન અનલિમિટેડ બનાવી હવે રોહિતની એ મુવીના ૪ ભાગ આવી ગયા છે અને એ ૪ ફિલ્મો એ બોક્સઓફીસમાં સુપર હીટ રહી હતી. રોહિતે અજય દેવગણ સાથે ૧૦ ફિલ્મ બનાવી જેમાં ફૂલ ઓર કાંટે, ગોલમાલ. સંડે, ગોલમાલ રીટર્ન, ઓલ ધ બેસ્ટ, ગોલમાલ-૩, સિંઘમ, બોલ બચ્ચન, સિંઘમ રીટર્ન, ગોલમાલ અગેન, જેવી ફિલ્મો બનાવી હતી. રોહિતની એક ફિલ્મ સીમ્બા હમણાં ૨૮ તારીખે જ આવી છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here