રમા એકાદશી વ્રત, તિથિ, શુભ મુહૂર્ત: રમા એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ નથી આવતી અને તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

0

હિંદુ ધર્મ અનુસાર બધા વ્રત માંથી એકાદશીના વ્રત નુ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને રમા એકાદશી ના નામ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એકાદશીના વ્રત માતા લક્ષ્મીજીના એક નામ રમા ના નામ પરથી ઓળખવામાં આવે છે. આ એકાદશી દિવાળીના ચાર દિવસ પહેલા આવે છે..

રમા એકાદશી શુભ મુહૂર્ત

સાલ 2018 માં રમા એકાદશી નું વ્રત રાખવામાં આવે છે.

એકાદશી તિથિ ૩ નવેમ્બર સવારે 5:10 મિનિટથી શરૂ થશે.

એકાદશી તિથિ 4 નવેમ્બર સવારે 3:14 મિનિટ પર સમાપ્ત થશે.

રમા એકાદશી ની પૂજા વિધિ:-

એકાદશી ના વ્રત મા શ્રી હરિવિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે એકાદશી વ્રત ઉપવાસ નો નિયમ દશમ તિથિ થી શરૂ કરવામાં આવે છે.

દશમ તિથિના દિવસથી સાત્વિક ભોજન કરવું જોઈએ.

વ્રતને સવારે બઘુ દૈનિક કાર્યમાં નિવૃત થઈને સ્થાન કર્યા પછી વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ.

પૂજા માં ભગવાન વિષ્ણુને તુલસીના પત્ર અવશ્ય અર્પિત કરવા જોઈએ.

તુલસી ના પત્ર નો ભગવાન વિષ્ણુની પૂજા માં ખૂબ જ વિશેષ મહત્વ બતાવ્યું છે.

માતા લક્ષ્મીજી નો એક નામ રમા છે એટલા માટે રમા એકાદશીના દિવસે વિષ્ણુની સાથે મહાલક્ષ્મી પૂજા પણ અવશ્ય કરવી જોઈએ.

પૂજા પછી બધાને પ્રસાદનું વિતરણ કરવું જોઈએ જો સંભવ હોય તો આ દિવસે ઘરમાં સુંદરકાંડ અથવા ગીતાનો પાઠ અવશ્ય કરવો જોઈએ.

એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દક્ષિણા અને અન્ન આપી વ્રતનુ પારણ વિધિવત કરવાથી શુભ માનવામાં આવે છે.

પુરાણોમાં એવી માન્યતા છે કે રમા એકાદશી નું વ્રત કરવા પર વ્યક્તિને કામધેનુ અને ચિંતામણીના સમાન ફળ પ્રાપ્ત થાય છે.

સાથે વ્રતના પ્રભાવથી વ્યક્તિ દ્વારા કોઈ અંજાણા માં કરેલું કોઈ પાપ નષ્ટ થાય છે. તેમજ વિષ્ણુ ધામની પ્રાપ્તિ થાય છે.

રમા એકાદશી નું વ્રત કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય ધન-ધાન્યની ખોટ નથી આવતી અને તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

જય માં લક્ષ્મી…

ઓમ વિષ્ણવે નમઃ

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here