રીક્ષા ચાલકે એક છોકરીનો જીવ બચાવ્યો હતો, 8 વર્ષ બાદ છોકરીએ આ રીતે રીક્ષા ચાલકનો આભાર માન્યો !

0

એમ તો આખી દુનિયા અવનવી ઘટનાઓથી ભરેલી છે. પણ આજે અમે આપને એવી કહાની જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચીને તમને લાગશે કે આજે પણ દુનિયામાં સારા લોકો છે. આ વાર્તા એક રીક્ષા ચાલક અને એક છોકરીની છે, કિસ્મતથી બન્ને મળ્યા અને એવી ઘટના બની કે આ બન્ને દુનિયા માટે દાખલા રૂપ બની ગયા !

રીક્ષા ચાલકે બચાવ્યો હતો છોકરીનો જીવ !

બબલુ શેખ નામના રીક્ષા ચાલકે આઠ વર્ષ પહેલાં એક છોકરીનો જીવ બચાવ્યો હતો. આ છોકરી આઠ વર્ષ પહેલાં ટ્રેનના આગળ કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને રીક્ષા ચાલકે આ છોકરીનો જીવ બચાવ્યો હતો. એ સમયે છોકરીને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને એ છોકરીએ રીક્ષા ચાલકને કહ્યું હતું કે તમે આજ પછી મને ક્યારેય ન મળતાં. આ વાતને વર્ષો વીતી ગયા એટલે બબલુ શેખ આ વાતને ભૂલી ગયો. આઠ વર્ષ બાદ બબલુ ખૂબ જ બીમાર થઈ ગયો હતો અને હોસ્પિટલમાં હતો. ત્યારે આજ છોકરી એની જિંદગીમાં આવી અને આખી વાર્તા સામે આવી !

આત્મહત્યા કરવા જઈ રહી હતી છોકરી

એક ફેસબુક યુસરે આ સત્ય ઘટના શેર કરી હતી. બબલુ શેખને એક વ્યક્તિએ પોતાની દીકરીને કૉલેજ લઈ જવા અને મુકવા માટે નોકરી પર રાખ્યો હતો. એક દિવસ એ છોકરી બબલુ સાથે જતી હતી ત્યારે અચાનક એ રીક્ષા માથી ઉતરી ગઈ અને દૂર જઈને રડવા લાગી અને થોડીવાર પછી એ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરવા માટે ગઈ.

રીક્ષા ચાલકે બચાવ્યો છોકરીનો જીવ !

છોકરીને રેલવે ટ્રેક તરફ જતાં જોઈને બબલુ રેલવે ટ્રેક તરફ ભાગ્યો અને એ છોકરીનો જીવ બચાવ્યો. બરાબર આઠ વર્ષ પછી બબલુનો એક્સીડેન્ટ થયો અને એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બબલુ જેવો ભાનમાં આવ્યો તો એ છોકરી એના સામે જ હતી અને આ જોઈને બબલુને આશ્ચર્ય થયું. છોકરીએ બબલુને પૂછ્યું કે તમે બીજીવાર ઘરે મળવા ન આવ્યા ? એ છોકરી ડૉક્ટર બની ચૂકી હતી અને બબલુનો ઈલાજ પણ કરી રહી હતી. છોકરીએ કહ્યું કે મારા પપ્પાના સ્પોર્ટથી હું આજે ડૉક્ટર બની ગઈ. આટલું સાંભળીને બબલુએ પોતાની આંખો બંધ કરીને વર્ષો પહેલા કરેલા સાચા કામને યાદ કર્યું.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here