એક રીક્ષા ચાલક પિતાને દિકરાએ પહોચાડી દીધા કરોડોના ઘરમાં, તેમની પાસે છે 2 લકઝરી ગાડી

0

આપણો દેશના દરેક યુવાન પાસે કોઈને કોઈ પ્રકારનું ટેલેન્ટ હોય છે. આપણા દેશમાં આજે ઘણાબધા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે પણ તે પરિવારના બાળકોમાં પણ કોઈ ને કોઈ તાકાત હોય જ છે જેનાથી તેઓ પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરી શકે. તમે પણ માર્ક કર્યું હશે જે બાળકને જન્મતા જ બધી સુખ સુવિધા મળી જતી હોય છે મતલબ કે જે બાળકો અમીર અને પૈસાવાળા લોકોના ઘરે જન્મ લે છે તેઓ મોટા થઈને પણ પોતાની જાત મહેનતથી કશું કરી શકતા નથી. જયારે બીજી બાજુ ગરીબ અને માધ્યમ વર્ગમાં જન્મેલું બાળક નાનપણથી જ મહેનતી હોય છે અને તેઓ દુનિયાને પોતાની મહેનતથી કઈક કરી બતાવવા માંગતા હોય છે. આપણા દેશના જેટલા પણ IPS કે પછી IAS ઓફિસર બન્યા હશે તે લગભગ ગરીબી રેખા નીચે આવતા હશે એવા પરિવારના બાળકો હશે.

પણ કહેવાય છે ને ભગવાન દરેકને પોતાની કરેલી મહેનતનું ફળ વહેલા કે મોડા આપતા જ હોય છે. જયારે કુદરત એ આપણા પણ ખુશ થાય છે ત્યારે ચારે તરફથી પૈસાનો વરસાદ વર્ષે છે જે તે વ્યક્તિની દરેક મુશ્કેલી દુર થઇ જાય છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાના છે જે પોતાની ગરીબીનો સામનો કરીને પોતાની મુશ્કેલ પરિસ્થિતિ સામે બાથ ભીડીને આગળ આવ્યા છે. આ યુવાન એ બીજું કોઈ નહિ પણ એક ડાન્સર છે. તમે પણ જોતા જ હશો કે ટીવીમાં હમણાં કેટલા બધા રીયાલીટી શો આવતા હોય છે. જેમાંથી ઘણાબધા શો એ ડાન્સ શો હોય છે. આવ શોમાં ભાગ લેવા માટે ગરીબ થી લઈને અમીર લોકો પણ ભાગ લેતા હોય છે અને પોતાનું ડાન્સનું ટેલેન્ટ લોકો સામે રજુ કરતા હોય છે.

આ યુવાનનું નામ છે ફૈઝલ તેમણે એક ડાન્સ રીયાલીટી શો જીતી લીધો હતો અને અત્યારે તેઓ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવી રહ્યા છે. તમને જણાવીએ કે આ છોકરોની ઉંમર અત્યારે ૨૦ વર્ષની આસપાસ છે. તે ખુબ સાધારણ પરિવારમાંથી આવે છે. આજે તે બહુ ઊંચા સ્થાન પર બિરાજમાન છે. જયારે આ યુવાન ફૈઝલની ઉંમર ૧૪ વર્ષની હતી ત્યારે તેણે ડાન્સ રીયાલીટી શો ડાન્સ ઇન્ડિયા ડાન્સ લીલ માસ્તર ૨ જીતી હતી. આ શો જીતી ગયા પછી આ યુવાનનું આખું જીવન બદલાઈ ગયું હતું.

ફૈઝલે બહુ પ્રખ્યાત ઐતિહાસિક સીરીયલ “ભારત કા વીર પુત્ર : મહારાણા પ્રતાપ(૨૦૧૩-૨૦૧૪)” માં મહારાણા પ્રતાપનું મેઈન પાત્ર ભજવ્યું હતું. લોકોએ તેના આ પાત્રને ખુબ પસંદ કર્યું હતું. આટલું જ નહિ ફૈઝલ એ સ્ટાર પ્લસનો બહુ પ્રખ્યાત ડાન્સ રીયાલીટી શો “ઝલક દિખલા જા સીજન ૭” ના પણ વિનર બન્યા હતા. તમને અત્યારે જણાવી દઈએ કે ફૈઝલના પિતા એ મુંબઈમાં ઓટો રીક્ષા ચલાવવાનું કામ કરે છે. પણ આજે પોતાના દિકરાના ટેલેન્ટના કારણે તેઓ પાસે આજે ૨ લકઝરી ગાડી અને એક લકઝરી બાઈક છે. આટલું જ નહિ મુંબઈમાં ફૈઝલનો પોતાનો કરોડોનો ફ્લેટ પણ છે. આ ફ્લેટમાં તે પોતાના પરિવાર સાથે રહે છે.

ફૈઝલનો આ ફ્લેટ ૧BHKનો છે. આ મુંબઈના ફેમસ પોશ એરિયામાં છે. આટલા પૈસા કમાઈ લીધા હોવા છતાં ફૈઝલ એ જરા પણ અભિમાની નથી તે હજી પણ જમીન સાથે જોડાયેલો જ રહે છે. તે આજે પણ પોતાના પિતા સાથે રીક્ષામાં બેસવાનું પસંદ કરે છે. તેના માતા પિતાને તેના પર ગર્વ છે. આ તો થઇ ફક્ત એક ફૈઝલની વાત આવા બીજા ઘણાં લોકો છે જે પોતાના ટેલેન્ટથી દુનિયાને દિવાની કરવા માંગે છે પણ તેઓને યોગ્ય વ્યક્તિનો સાથ અને યોગ્ય જગ્યા મળતી નથી. આ જ કારણે તેઓ આજે પણ પોતાનું લક્ષ શોધી રહ્યા છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!