સલમાન ખાન એ રેમો ડિસોઝા ને અડધી રાત્રે 3 વાગે બોલાવ્યો ઘરે….શું છે બબાલ? જાણો પૂરો મામલો

0

બોલિવૂડમાં સલમાન ખાન સાથે પંગો લેવો એટલે પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર કરવો જેવું માનવામાં આવે છે. બધા જ લોકો સલમાન સાથે પોતાના સંબંધો સારા રાખવા માંગે છે. થોડા સમય પહેલા ફિલ્મ રેસ 3 દરમ્યાન સલમાન ખાન અને ડિરેક્ટર રેમો ડિસુઝા વચ્ચે ખટાશ આવી ગઈ હતી. એવું કહેવામાં આવે છે કે સલમાન અને રેમો વચ્ચે ફિલ્મના કેટલાક સીન્સને લઈને મતભેદ થયો હતો. એ પછી ફિલ્મ રેસ 3 જયારે બોક્સઓફિસ પર ધાર્યા પ્રમાણે ચાલ્યું નહિ તો બંને વચ્ચે અનબન થઇ ગઈ.

હવે જે રીતે સલમાન ખાન પ્રતિ રેમો પોતાની દીવાનગી દેખાડી રહયા છે, તેનાથી લાગે છે કે તેમના સંબંધો પહેલા જેવા થઇ શકે છે. ખરેખર તો આ સમયે સલમાન ખાન તેની આવનારી ફિલ્મ ‘ભારત’ અને રેમો ડિસુઝા ‘સ્ટ્રીટ ડાન્સર’ ના મુંબઈના સેટ પર વ્યસ્ત છે. મીડિયાના અહેવાલો અનુસાર, રેમો ડિસુઝા તાજેતરમાં જ પોતાની ફિલ્મના શૂટિંગમાંથી સમય કાઢીને ‘ભારત’ના સેટ પર ગયા હતા. પરંતુ સલમાન ખાન એક સીનમાં વ્યસ્ત હતા. જેના કારણે તેઓ રેમોને મળી શક્યા ન હતા. જો કે સલમાને રેમોને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

પછી શું હતું? રેમો રાતે સાડા ત્રણ વાગે સલમાનના ઘરે પહોંચી ગયો. એવું માનવામાં આવે છે કે રેમો જૂની વાતોને ભૂલીને સલમાન ખાનને મનાવવાની કોશિશ કરી રહયા છે. રેમો ઈચ્છે છે કે રેસ 3ને કારણે જે સંબંધો બગાડયા હતા, તેને હવે સુધારી લેવામાં આવે.

સલમાન અને રેમોએ ક્યા વિષય પર વાત કરી એ નથી જાણવા મળ્યું. હાલ સલમાન પોતાનો બધી જ સમય ભારતને આપી રહયા છે. હોદા સમય પહેલા જ ફિલ્મ ભારતનું ટીઝર રિલીઝ થયું હતું. આ દરમ્યાન ચાહકોને ફિલ્મના સલમાનના અલગ-અલગ લૂક પણ જોવા મળ્યા હતા. ટિઝરને જોયા પછી લોકોના મનમાં ફિલ્મ માટે ઉત્સુકતા વધી ગઈ છે. ફિલ્મમાં ઘણા બધા ગીતો પણ છે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. સૂત્રોની માનીએ તો ફિલ્મના એક ગીતનું શૂટિંગ થવાનું છે જેમાં કેટરીના અને સલમાન ખાન જોવા મળશે. આ ગીતમાં લગ્નના સીન જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here