બેંગ્લોર સ્થિત ઓન્કોલોજિસ્ટ ડૉ. વિશાલ રાવે એક વૉઇસ પ્રોથેસીસ વિકસાવી છે જે ગળાના કેન્સરના દર્દીઓને ઓપરેશન પછી બોલવામાં મદદ કરી શકે છે. જે આજે બજારમાં ઉપલબ્ધ અત્યંત ખર્ચાળ મશીનથી એકદમ વિપરીત આ ડિવાઇસ ફક્ત 50 રૂપિયામાં જ ઉપલબ્ધ છે.
બેંગ્લોર સ્થિત હેલ્થકેર ગ્લોબલ કેન્સર સેન્ટરના ઓન્કોલોજિસ્ટ ડૉ. વિશાલ રાવ માથા અને ગળાના સર્જન છે, તેમને ઓમ વૉઇસ પ્રોથેસીસ વિકસાવી કે જે કેન્સરના દર્દીના ગળાંમાંથી સ્વરપેટી કાઢી નંખાયા બાદ બોલવામાં અને સરખી રીતે ખાવામાં મદદ કરે છે. આ ડિવાઇસ સામાન્ય રીતે બજારમાં 15000થી 30000 સુધીમાં મળે છે જેને વિદેશથી આયાત કરવામાં આવે છે અને આ ડિવાઇસ દર છ મહિને બદલવું પડે છે, જે ગરીબ વર્ગના દર્દીઓને પરવડતું નથી. જયારે ડૉ. રાવે તૈયાર કરેલું આ ડિવાઇસ ફક્ત 50 રૂપિયાનું જ છે, જેને ગરીબથી ગરીબ વ્યક્તિ પણ દર છ મહિને બદલી શકે છે. તેમની આ મશીન તેમના નામે પેટન્ટ છે.
ડૉ. વિશાલ રાવે કહ્યું કે તેઓએ સિલિકોનથી 2.5 સેન્ટિમીટર લાંબી મશીન બનાવી છે. તેઓએ જણાવ્યું કે ગળામાં કેન્સર તમાકુ કે તમાકુથી બનેલા અન્ય ઉત્પાદનના સેવનથી કે બીડી-સિગારેટ પીવાથી થાય છે. જો બીમારીની શરૂઆતમાં ખબર પડે તો તેનો ઈલાજ થઇ શકે છે, પરંતુ જો અંતિમ ચરણમાં ખબર પડે તો ઓપરેશન કરાવવું જ પડે છે, જેને કારણે અવાજ જતો રહે છે.
શરૂઆતમાં ડૉ. વિશાલ રાવ ગરીબ દર્દીઓ માટે કોઈને કોઈ રીતે આ ડિવાઇસની વ્યવસ્થા કરી લેતા, જેમકે ફાર્મા કંપનીની મદદ માંગતા, ફંડ્સ ભેગા કરતા, ડૉનેશન્સ મંગાવતા અને દર્દીની મદદ કરતા. પરંતુ એક દિવસ તેમના મિત્રએ તેમને પૂછ્યું કે ક્યાં સુધી આ રીતે દર્દીઓની મદદ થશે? પોતાનું કોઈ ડિવાઇસ બનાવવું જોઈએ. ત્યારબાદ એ મિત્રની મદદથી તેમને આ ડિવાઇસ વિકસાવ્યું છે. તેમનું આ ડિવાઇસ સસ્તું રાખવામાં આવ્યું છે અને તેમનો સમય અને મહેનત માટે તેઓ કોઈ ચાર્જ નથી કરતા.
સિલિકોનથી બનેલું આ ડિવાઇસ લોકોને તેમની સ્વરપેટી કાઢી નંખાયા બાદ બોલવામાં મદદ કરે છે. સ્વરપેટી કાઢી નંખાયા બાદ, અન્નનળી અને શ્વાસનળી બંને છૂટી કરી દેવામાં આવે છે. પછી આ બંનેની વચ્ચે આ ડિવાઇસ મુકવામાં આવે છે. જેની મદદથી વ્યક્તિ બોલી શકે છે.
ડૉ. વિશાલ રાવને બાળપણમાં તો એન્જીનીયર કે બાઇકર બનવું હતું. પણ તેમના સારા પરિણામને કારણે તેમના માતા પિતાએ તેમને મેડિસિન ભણવાની પ્રેરણા આપી અને તેઓએ મેડિકલનું ભણતર પૂરું કરી ડોક્ટર બન્યા. પરંતુ મેડિકલના અભ્યાસ દરમ્યાન પણ તેઓને ઓટોમોબાઇલમાં રસ હતો. અને પરીક્ષાઓ દરમ્યાન પણ તેમને એન્જીન કઈ રીતે કામ કરે છે એ વાત જાણવાની ઈચ્છાઓ થતી હતી. તેઓ પોતાનો આ ઓટોમોબાઇલ્સના શોખને ઇન્ડિયન સ્કાઉટ 1000 ccને લઈને બાઈક રાઈડ પર જઈને પૂરું કરે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks
