Reliance Jio નાં ગ્રાહકો માટે ખરાબ ન્યુઝ, 4 દિવસમાં બંધ થઇ જાશે આ સર્વિસ….તમારી પાસે જીયો હોય તો અહેવાલ વાંચો

0

રિલાયન્સ Jio નાં ગ્રાહકો માટે માયુસ કરી દેનારી ખબર છે. આરબીઆઈ નાં નિયમ અનુસાર કોઇપણ કંપનીની વોલેટ સેવાઓ નો લાભ ઉઠાવવા માટે યુજરોએ પોતાનું eKYC કરવાનું રહેશે. જો તમે રિલાયન્સ Jio ના Jio વોલેટ નો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા પૈસાનો ઉપયોગ તરત જ કરી લો કે પછી બેન્કમાં ફરીથી ટ્રાન્સફર કરાવી લો. એવું એટલા માટે કેમ કે 26 ફેબ્રુઆરી બાદ થી તમે ટ્રાન્સફર નહિ કરી શકો.

બંધ થઇ રહી છે jio મની સર્વિસ:

કંપની 27 ફેબ્રુઆરીથી પોતાની વોલેટ સર્વિસ બંધ થવા જઈ રહી છે. તેના માટે કંપનીએ ગ્રાહકોને મેસેજ મોકલીને જાણકારી આપવાની શરુ કરી દિધી છે. ગ્રાહકોને મળી રહેલા મેસેજના અનુસાર 27 ફેબ્રુઆરીથી મોબાઈલ વોલેટથી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવાની સેવા પર રોક રોક લગાળી દેવામાં આવશે. આ આરબી આઈની ગાઈડલાઈન પછી લેવામાં આવશે.

Jio મની અનુસાર:

આરબીઆઈ એ પોતાની ગાઈડ લાઈનમાં કહ્યું છે કે મોબાઈલ વોલેટ ની મદદથી બેન્કમાં પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધાઓબે બંધ કરી દેવામાં આવી રહ્યું છે. સાથે જ બેંકે એ પણ કહ્યું છે કે આ તારીખ પહેલા એકસાથે પૈસા બેન્કમાં ટ્રાન્સફર કરવા પર કોઈ શુલ્ક નહિ લાગે પણ આ સુવિધા માત્ર 26 ફેબ્રુઆરી સુધી જ મળશે. જો કે, વોલેટ માં બાકી કામ પહેલાની જેમ જ કરી શકાશે.

Jio પેમેન્ટ બેન્કની થશે શરૂઆત:

સાથે જ તમને જણાવી દઈએ કે, રિલાયન્સ જીઓ પોતાનું પેમેન્ટ બેંક પણ શરુ કરવા જઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેના બાદ Jio મની થી પૈસા બેંકમાં આસાનીથી ટ્રાન્સફર કરી શકાશે. હાલ તેને લઈને કોઈ પાકી જાણકારી નથી કે પેમેન્ટ બેંક કયારથી શરુ થશે. તેના પહેલા એજન્સીએ એ જાણકારી આપી છે કે Jio પેમેન્ટ બેંક માર્ચ નાં અંત સુધી પોતાની સેવાઓ શરુ કરી શકે છે.

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!