Jio લઈને આવ્યા છે 2 નવા પ્લાન્સ, અનલિમિટેડ ડેટા સાથે ઓછી કિંમતમાં વધુ દિવસો સુધી મળશે આ સેવાઓ, જાણો આ પ્લાન્સની વિગતો

0

મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની Reliance Jio બે નવા પ્લાન્સ લોન્ચ કર્યા છે. કંપનીએ 594 રૂપિયા અને 297 રૂપિયાના બે નવા પ્લાન્સ શરુ કર્યા છે, આ બંને જ પ્લાન્સ લાંબા સમયની વેલિડિટી માટે છે. 594 રૂપિયામાં જિયો ફોન યુઝર્સને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા મળે છે. સાથે જ આ પ્લાનમાં અનલિમિટેડ ડેટા પણ મળે છે. જોકે આ પ્લાનમાં પ્રતિદિન યુઝરને ફક્ત 500 MB ડેટા જ મળે છે.

ડેટા લિમિટ પૂરી થયા બાદ યુઝર્સને 64 kbpsની સ્પીડથી ડેટા મળશે. આની સાથે સાથે યુઝર્સને જિયો સૂટ એપ્સનું ઍક્સેસ પણ મળશે. આ પ્લાનમાં યુઝરને કુલ 300 SMS દર મહિને મળશે. આ પ્લાનની વેલિડિટી 168 દિવસોની છે. જેનો અર્થ છે આ પ્લાનની વેલિડિટી 6 મહિનાની હશે. ત્યારે બીજી તરફ 297 રૂપિયાઆ પ્લાનમાં પણ યુઝર્સને લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા મળશે, એ પણ કોઈ એફ્યુપી લિમિટ વિના. આ પ્લાનમાં પણ યુઝર્સને દર મહિને 300 SMS મળશે અને રોજ 0.5 GB ડેટા જ મળશે. આ લિમિટ ખતમ થયા બાદ યુઝર્સને 64 kbpsની સ્પીડથી ડેટા મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસો એટલે કે 3 મહિનાની છે.

હાલમાં જ Reliance Jioના પ્રતિસ્પર્ધી એરટેલે બેનવા પ્લાન લોન્ચ કર્યા હતા. એરટેલના આ બંને જ પ્લાન લાંબી વેલિડિટીના છે. કંપનીએ 998 રૂપિયા અને 597 રૂપિયાના બે પ્લાન લોન્ચ કર્યા છે, જેની વેલિડિટી 336 દિવસો અને 68 દિવસોની છે. એરટેલના પ્લાનમાં પણ અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગ સુવિધા મળે છે. સાથે જ આ પ્લાનમાં દર મહિને 300 SMS પણ મળે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here