રેખાનો સુંદર ચહેરો ! એસિડમાં સુંદર ચહેરો ગુમાવનાર છોકરીની અદ્ભુત કહાની…અંત ખુબ જ રસપ્રદ છે..!! Don’t Miss

0

રેખા હાંફતી હાંફતી રોડ પર દોડી રહી હતી અને બચાવો….મને કોઈક બચાવો… એમ બુમો પાડી રહી હતી અને રેખાએ એકાએક બૂમ પાડી ! સવારના સાત વાગ્યા હતા અને રેખાના ચહેરા પર બે છોકરાઓએ એસિડ ફેંક્યું ! રેખા ત્યાં જ પડી ગઈ, લોકો ભેગા થઈ થયા અને રેખાને હોસ્પિટલમાં લઈ ગયા, બપોરેના બાર વાગ્યે રેખા ભાનમાં આવી અને રેખાની આંખો સામે એના મમ્મી-પપ્પા હતાં. બાજુમાં કોઈ લેડી પોલીસ ઓફિસર પણ હતાં, રેખાના મમ્મી-પપ્પા રેખાને જોઈને જોર જોરથી રડતાં હતાં. રેખાનો ચહેરો લગભગ 80% બળી ગયો હતો અને દરેકને લાગતું હતું કે રેખાનું હવે શું થશે ? બાજુમાં ઉભેલા લેડી ઓફિસરે રેખાના માથા પર હાથ મુક્યો અને કહ્યું, બેટા કોણ હતાં એ નરાધમો ? રેખાએ ધીમા અવાજમાં કહ્યું, મેડમ મેં એમનો ચહેરો ઠીકથી નથી જોયો અને હું એમને ઓળખતી પણ નથી ! રેખાના કાકા બાજુમાં ઉભા હતાં એ બોલ્યા, સાહેબ એ લોકોને બરાબરની સજા મળવી જ જોઈએ. પોલીસ ઓફિસર બોલ્યા, તમે ચિંતા ન કરો, કાયદો કોઈ ગુનેગારને છોડતો નથી ! રેખાના મમ્મીએ રેખાની આંખોમાં જોયું અને ધીમે ધીમે બોલ્યા, બેટા બહુ બળતરા થાય છે ? આટલું કહેતા રેખા એકાએક રડી ગઈ અને આખા રૂમનો વાતાવરણ શાંત થઈ ગયો. પોલીસ ગઈ અને બાદમાં મીડિયા અને સ્થાનિક નેતાઓ પણ રેખાની મુલાકાત લેવા માટે આવ્યા. રેખા સરખી રીતે વિચારી પણ નહોતી શકતી કે એને શું કરવું ? સાંજે રેખાને ડિસ્ચાર્જ કરવામાં આવી અને રાત્રે ટીવી પર માત્રને માત્ર રેખાના જ ન્યુઝ હતાં. રેખાને અઠવાડિયા સુધી ઊંઘ જ નહોતી આવતી !

આ ઘટનાને અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો. રેખા ક્યાંય બહાર પણ નહોતી નીકળી શકતી, કારણ કે જ્યાં પણ જાય ત્યાં લોકો એને આંખો ઊંચી અને ત્રાંસી કરીને જોતાં હતાં. સમાજના કેટલાક લોકો રેખાને થોડાંક પૈસા પણ આપી જતાં. સુંદર રેખા આજે એટલી કદરૂપી થઈ ગઈ હતી કે તેનો હાથ પકડવા માટે કોઈ નહોતું ! એક દિવસ વહેલી સવારે પાંચ વાગ્યે રેખાની આંખો ખુલી અને તે એપાર્ટમેન્ટની અગાસીએ ગઈ અને એક ખૂણે ઉભી રહી ગઈ. રેખા જોરજોરથી બોલવા લાગી, હે ભગવાન, મેં તારી આપેલી જિંદગીને પ્રામાણિકતાથી જીવતી હતી અને તે મને આવું દુઃખ શા માટે આપ્યું ? હવે મારે આ જિંદગી નથી જોઈતી ! આમ રેખાએ આત્મહત્યા કરવા માટે એક પગલું આગળ ભર્યું અને કોઈકે રેખાનો હાથ પકડ્યો ! અંધારામાં ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો પણ કોઈક યુવાન છોકરો હતો. રેખાએ કહ્યું, કોણ છો તમે ? એ યુવાન બોલ્યો, એની તમે ચિંતા ન કરો. રેખા બોલી, અહીંયા શું કરો છો ? એ બોલ્યો, બસ મારું કામ કરું છું. રેખાએ અકળાઈને કહ્યું, તમારે શું કામ છે ? એ યુવાન બોલ્યો, આ થઈને કામની વાત ! જુઓ તમારે આત્મહત્યા કરવી હોય તો એક મહિના પછી કરજોને, હું તમને આનાથી પણ મોટી બિલ્ડીંગ પર લઈ જઈશ ! રેખા બોલી, તો ત્યાં સુધી હું શું કરું ? એ યુવાન બોલ્યો, એ મારા પર છોડી દો ! ત્યારે સવાર પડી રહી હતી અને ધીમે ધીમે એ યુવાનનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. રેખાએ પૂછ્યું, તમે કોણ છો ? એ યુવાને કહ્યું, મારું નામ સોહન છે અને ટોપ ફ્લોર પર રહું છું. રેખાએ કહ્યું, ઓકે ! સોહન બોલ્યો, હવે એક કામ કરો ઘરે જાઓ અને બપોર પછી આપણે મળીએ ! રેખાએ કહ્યું, પણ શા માટે ? સોહને કહ્યું, યાર તે તો કહ્યું હતું કે શું કામ છે તો એ તો જણાવવું પડશે ! રેખાએ હકારમાં જવાબ આપ્યો, રેખા અને સોહન દલીલોમાં વાત કરતાં હતાં અને કદાચ રેખાને આ સારું લાગતું હતું.

સાંજે પાંચ વાગ્યે રેખાના ઘરની ડોર બેલ વાગી અને રેખાના પપ્પાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, હા કોનું કામ છે ? સોહને કહ્યું, અંકલ રેખાનું કામ છે. ત્યારે અંદરથી રેખાનો અવાજ આવ્યો, સોહન અંદર આવી જા ! સોહન રેખાના ઘરે આવ્યો અને ત્યાં બેઠો. રેખાએ કહ્યું, સોહન શું લઈશ ? સોહન કહ્યું, કૉફી પણ તારા હાથની ! રેખાએ કહ્યું, તને દેખાતું નથી કે હું કામ કરી રહી છું, આજે મમ્મીના હાથની પી લે ને….! સોહને કહ્યું, ના પીવી તો મારે તારા હાથની જ છે. રેખાના મમ્મી બોલ્યા, બેટા બનાવી આપ ને…હું આ કામ કરું છું જા….! આમ રેખા કૉફી બનાવવા ગઈ. રેખાના મમ્મી પપ્પા સોહમથી ખુશ હતાં કારણ કે રેખા આજે પહેલીવાર ખુલ્લા મનથી બોલી હોય એવું લાગતું હતું. રેખાના પપ્પાએ કહ્યું, બેટા તને અમે પહેલીવાર જોયો છે. સોહમે કહ્યું, અંકલ હું ટોપ ફ્લોર પર રહું છું અને રેખાનો ફ્રેન્ડ છું ! રેખાના મમ્મીએ કહ્યું, તને જોઈને અમને બહુ ખુશી થઈ કારણ કે રેખાના બધા જ ફ્રેન્ડ્સ એને છોડીને જતાં રહ્યાં છે. સોહમ રેખાના મમ્મીની નજીક ગયો અને કહ્યું, હું છું ને ! રેખા કૉફી લઈને આવી અને બોલી, મમ્મી-પપ્પા હું સોહમના ઘરે જાઉં છું ! રેખાના મમ્મીએ કહ્યું, બેટા જા પણ સાંભળીને જજે. ત્યારે સોહમ બોલ્યો, અંકલ રેખા આજે રાત્રે મારી ઘરે જમશે. રેખાના પપ્પાએ કહ્યું, સારું બેટા ! આમ રેખા સોહમના ઘરે ગઈ.

સોહમના ઘરે એના મમ્મીએ રેખાનું સ્વાગત કર્યું અને કહ્યું, બેટા કેમ છે હવે ? રેખાએ કહ્યું, હવે સારું છે. સોહમ બોલ્યો, મમ્મી, હું અને રેખા મારા રૂમમાં બેઠા છીએ તો તું અમારા માટે કંઈક નાસ્તો લઈને આવ. રેખા બોલી, આંટી માટે કંઈ જ નથી ખાવું ! સોહમના મમ્મીએ કહ્યું, બેટા એમ થોડું ચાલે ? સોહમ રેખાને રૂમમાં લઈ ગયો. સોહમને ચિત્રો દોરવાનો બહુ જ શોખ હતો અને આથી તે ભવિષ્યમાં સારો ચિત્રકાર બનવા માંગતો હતો. રેખાએ કહ્યું, વાહ…કેટલા સુંદર ચિત્રો છે ! તું ખૂબ જ સારો આર્ટિસ્ટ છે ! સોહમે કહ્યું, થેન્ક્સ રેખા. સોહમ અને રેખા એક સોફા પર બેઠા અને સોહમ બોલ્યો, બોલ રેખા, તને શું ગમે ? રેખાએ કહ્યું, સોહમ, મને ક્લે આર્ટનો શોખ છે. હું માટીની વસ્તુઓ બનાવું છું. સોહમે કહ્યું, ખૂબ જ સુંદર રેખા..! આમ રેખા અને સોહમ વચ્ચે વાતો ચાલુ થઈ. રેખા દરરોજ સોહમના ઘરે આવતી અને સોહમ રેખા સાથે વાતો કરતો, રેખાને સોહમ ગમતો હતો અને સોહમને પણ રેખા ગમતી હતી. સોહમનો એક દિવસ ફોન આવ્યો અને સોહમે કહ્યું, રેખા કાલે રવિવાર છે તો મને તારી સાથે આખો દિવસ રહેવું છે અને એક કામ પણ છે. રેખાએ કહ્યું, ઓકે સારું તો આપણે આવતીકાલે સવારે નવ વાગ્યે મળીએ. સોહમે કહ્યું, ડન ! રેખા મનોમન ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે રેખાનો ચહેરો જોઈને કોઈ છોકરો તેની સામે સ્માઈલ પણ ન આપી શકે તેવો ભયાનક હતો ! ચહેરાની નસો પણ બળી ગઈ હતી અને રેખાને સમજવા વાળો એક માત્ર છોકરો સોહમ જ હતો.

સવારે નવ વાગ્યે રેખા સોહમના ઘરે પહોંચી અને સોહમ રેખા માટે ચીકણી માટી અમે થોડાંક કલર લાવ્યો હતો. રેખાએ કહ્યું, સોહમ આ બધુ શું છે ? સોહમે કહ્યું, તું આજે મારી માટે કંઈક બનાવીશ અને હું તારી માટેે પણ કંઇક બનાવીશ. રેખા બોલી, સારું ! રેખાએ માટી માંથી સોહમ માટે કંઈક બનાવવાનું ચાલુ કર્યું અને સોહમ પણ રેખાને જોઈને કંઈક દોરવા લાગ્યો ! બરાબર બે કલાક બાદ રેખાએ કહ્યું, જો સોહમ મેં તારી માટે પેન હોલ્ડર બનાવ્યું અને સોહમે કહ્યું, રેખા મેં તારો સ્કેચ બનાવ્યો ! સોહમે કહ્યું, જોવો છે ? રેખા ચૂપ થઈ ગઈ અને બોલી, ના મારે નથી જોવો ! સોહમે કહ્યું, પણ કેમ ? રેખાએ કહ્યું, મારે મારો કદરૂપો ચહેરો નથી જોવો ! સોહમે કહ્યું, તું રોજ અરીસામાં જુએ છે ને ? રેખાએ કહ્યું, હા. સોહમે કહ્યું, તો અત્યારે પણ જોઈ જ લે ને ! સોહમે રેખાને ચિત્ર બતાવ્યું અને રેખાએ કહ્યું, આ હું નથી ! કારણ કે ચિત્રમાં એક સુંદર છોકરી હતી અને રેખા તો કદરૂપી હતી. સોહમે કહ્યું, આ તું જ છે પણ છ મહીના પછીની ! રેખાએ કહ્યું, પણ મને કંઈ સમજાયું નહીં ! સોહમે રેખાના ખભા પર હાથ મુક્યો અને કહ્યું, રેખા મને એક પ્રોમિસ આપ ! રેખાએ કહ્યું, શું ? સોહમે કહ્યું, પેલા પ્રોમિસ આપ કે હું જે કહું એ તારે કરવાનું ! રેખા વિચારવા લાગી અને બોલી, પ્રોમિસ, કેમ કે મને તારી ઉપર વિશ્વાસ છે. સોહમે કહ્યું, ગુડ ! રેખા બોલી, હવે બોલ સોહમ. સોહમે કહ્યું, મેં એક ટ્રસ્ટમાં વાત કરી છે અને એ લોકો તને પ્લાસ્ટિક સર્જરી માટે પૈસા આપશે અને તારું ઓપરેશન આવતાં મહિને છે ! રેખા રડવા લાગી અને કહ્યું, સોહમ પ્લીઝ મારી માટે આટલું ન કર ! સોહમે કહ્યું, હું તારી માટે નહીં પણ મારી માટે કરું છું ! રેખાએ કહ્યું, શું ? સોહમે કહ્યું, સાંભળ આવતા મહિને તારા ફેસની પ્લાસ્ટિક સર્જરી ફાઇનલ છે ! રેખાએ કહ્યું, કઈ જગ્યાએ ? સોહમે કહ્યું, મુંબઈમાં અને તારા ઘરે હું વાત કરી લઈશ ! રેખા સોહમને ભેટી પડી.

રેખાની સફળ પ્લાસ્ટીક સર્જરી થઈ અને એક મહિના બાદ તે નોર્મલ થઈ ગઈ. રેખા પહેલા કરતાં સુંદર લાગતી હતી અને ત્યારે સોહમ રેખાને મુંબઈની સૌથી ઊંચી બિલ્ડીંગ પર લઈ ગયો અને કહ્યું, જો રેખા તને સૌથી ઊંચી બિલ્ડીંગ પર લાવ્યો છું, જો તારે હવે આત્મહત્યા કરવી હોય તો અને આટલું કહેતાં રેખા સોહમને ભેટી પડી અને બોલી, આઈ લવ યુ સોહમ ! સોહમે પણ કહ્યું, આઈ લવ યુ ટુ રેખા ! રેખાએ કહ્યું, આપણે એક કામ કરીએ ? સોહમે કહ્યું, હા, બોલ. રેખાએ કહ્યું, આપણે આપણા મનમાં જેટલા પણ નેગેટિવ વિચારો છે એને એક કાગળમાં લખીને ક્યાંક દાટી દઈએ અને એક નવી જિંદગીની શરૂઆત કરીએ ! સોહમ અને રેખાએ કાગળ પર વિચારો લખીને એક જગ્યાએ દાટી દીધા ! સોહમ અને રેખા ત્યાંથી ગયા ત્યારે સોહમના મમ્મી આ બધુ જોઈ ગયા હતા તેથી તેઓ આવ્યા અને સોહમનું કાગળ ખોદીને કાઢ્યું ! સોહમના કાગળમાં લખેલું હતું કે રેખા… આઈ એમ સોરી….કેમ કે તારા પર મેં જ એસિડ એટેક કર્યો હતો કારણ કે તું મારો ક્રશ હતી અને બધી વાતોને ભૂલીને તારો ઈલાજ કરાવ્યો અને હવે તારી સાથે નવી જિંદગીની શરૂઆત કરું છું. આઈ લવ યુ રેખા….! સોહમની મમ્મીએ એ કાગળને ફાડીને ફેંકી દીધો….!

તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખક : પ્રદિપ પ્રજાપતિ

મિત્રો સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે સ્ટોરી લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય જરૂરી છે!!
અને આપની પાસે પણ કોઈ હદયસ્પર્શી Story છે જે બધા લોકો સુધી પહોંચાડવા માંગો છો તો અમને આ ઇમેલ પર સેન્ડ કરો (theGujjuRocks@gmail.com)
અમે પહોંચાડીશું આપની Story બધા લોકો સુધી આપના નામ સાથે આ પેજ પર પોસ્ટ કરીશું
અને આ આર્ટીકલ આપ ને ગમ્યું હોય તો આપના મિત્રો જોડે શેર કરો ધન્યવાદ.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here